________________
૨૧૮
આગમ કથાનુયોગ-૩
૦ નંદીફળ – વૃક્ષના ઉપયોગનો કરેલ નિષેધ :
ત્યારપછી ધન્ય સાર્થવાહે શુભ તિથિ, કરણ અને નક્ષત્રમાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવ્યું, બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોને આમંત્રિત કર્યા, કરીને તેઓને ભોજન કરાવ્યું. ભોજન કરાવીને તેમની પાસેથી અનુમતિ માંગી, અનુમતિ લઈને ગાડી–ગાડાં જોડાવ્યા, જોડાવીને ચંપાનગરીની બહાર નીકળ્યા. નીકળીને થોડો થોડાં થોડાં અંતરે પડાવ નાંખતા નાંખતા, સુખજનક વસ્તી અને પ્રાતરાશ કરતા-કરતા અંગદેશની મધ્યમાં થઈને દેશની સીમા પર પહોંચ્યા. સીમાએ પહોંચીને ગાડી–ગાડાં ખોલ્યા, ખોલીને પડાવ નાંખ્યો, પછી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારા સાર્થનિવેશમાં ઊંચેઊંચે સ્વરે વારંવાર ઉઘોષણા કરાવતા આ પ્રમાણે કહો – હે દેવાનુપ્રિય ! અહીંથી આગળ જતી અટવીમાં મનુષ્યોનું આવાગમન થતું નથી. તેમજ બહુ લાંબી અટવી છે, તેના મધ્ય ભાગમાં ઘણાં જ નંદીફળ નામક વૃક્ષ છે. જે કૃષ્ણ વર્ણવાળા – યાવત્ – પાંદડા, પુષ્પો, ફળવાળા છે લીલા, શોભાયમાન અને સૌદર્યથી અતીવ-અતીવ શોભિત છે. તેનો વર્ણ મનોજ્ઞ છે, ગંધ મનોજ્ઞ છે, રસ મનોજ્ઞ છે, સ્પર્શ મનોજ્ઞ છે અને છાયા મનોજ્ઞ છે.
પરંતુ હે દેવાનુપ્રિયો ! જો કોઈ પણ મનુષ્ય તે નંદીફળ વૃક્ષોના મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અથવા હરિતનું ભક્ષણ કરશે અથવા તેની છાયામાં વિશ્રામ કરશે, તેને ક્ષણભર માટે તો સારું લાગશે, પરંતુ ત્યાર પછી તેનું પરિણમન થતાં જ તે અકાળ મૃત્યુને પ્રાપ્ત કરશે. તેથી તમારામાંથી કોઈ તે નંદી ફળોનું મૂળ કે – યાવતું – હરિતનું સેવન ન કરે. તેની છાયામાં વિશ્રામ ન કરે. જેથી અકાળે જ જીવનનો નાશ ન થાય.
હે દેવાનુપ્રિયો! તમે લોકો બીજા વૃક્ષોના મૂળ – યાવત્ – હરિતનું ભક્ષણ કરજો અને તેની છાયામાં વિશ્રામ લેજો. આ (બંને) પ્રકારની ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો. ત્યારે કૌટુંબિક પુરુષોએ પણ ઘોષણા કરીને તે આજ્ઞાને પાછી આપી
ત્યારપછી ધન્ય સાર્થવાહે ગાડીગાડાં જોડાવ્યા. જોડાવીને જ્યાં નંદીફળ નામક વૃક્ષ હતું, ત્યાં આવ્યા, આવીને તે નંદીફળ વૃક્ષોથી બહુ દૂર નહીં કે બહુ નજીક નહીં તેવા
સ્થાને સાથે નિવેશ કર્યો. સાર્થનિવેશ કરીને ફરી બીજી વખત, ત્રીજી વખત પણ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે મારા સાથે નિવેશમાં ઊંચે ઊંચે સ્વરે પુનઃ પુનઃ ઉદ્ઘોષણા કરતા કહો કે, તે આ નંદીફળવૃક્ષ છે, જે કૃષ્ણ વર્ણવાળા – યાવતું – મનોજ્ઞ છાયાવાળા છે. તેથી જે આ નંદીફળવૃક્ષોના મૂળ, કંદ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ કે હરિતનું ભક્ષણ કરશે – યાવત્ – તે અકાળે જ જીવનનો નાશ કરશે. તેથી તમે આ નંદીફળવૃક્ષોના મૂળ – યાવત્ – ભક્ષણ ન કરશો. તેની છાયામાં વિશ્રામ ન લેશો. જેથી અકાળે જ જીવનનો નાશ ન થઈ જાય. અન્ય વૃક્ષોના મૂળ અને – યાવત્ – ભક્ષણ કરજો. છાયામાં વિશ્રામ કરજો. આ પ્રકારે ઘોષણા કરો, ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો. તેઓ પણ એ પ્રમાણે ઘોષણા કરી આજ્ઞા પાછી સોંપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org