________________
૨૨૦
આગમ કથાનુયોગ-૩
આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને તે મહાઈ, મહાર્થ, મહાઈ એવી રાજાને યોગ્ય ભેટ ધરી.
ત્યારપછી રાજા કનકકેતુએ હર્ષિત અને સંતુષ્ટ થઈને ધન્ય સાર્થવાહની તે મહાઈ. મહાર્થ, મહાર્દ એવી રાજોચિત ભેટનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને ધન્ય સાર્થવાહનું સત્કાર અને સન્માન કર્યું, કરીને રાજ્યનો કર માફ કર્યો, માફ કરીને વિદાય આપી. પછી ધન્ય સાર્થવાહે પોતાના ભાંડમાલનો વિનિમય કર્યો, વિનિમય કરીને બદલામાં બીજો ભાંડ-માલ લીધો. લઈને સુખપૂર્વક જ્યાં ચંપાનગરી હતી, ત્યાં આવ્યા. આવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજનો, સંબંધી, પરિજનોની સાથે મનુષ્ય સંબંધિ વિપુલ ભોગોપભોગોનો વારંવાર અનુભવ કરતા વિચારવા લાગ્યા. ૦ ઘન્યની પ્રવ્રજ્યા અને ભાવિ ગતિ :
તે કાળ, તે સમયે સ્થવિર ભગવંતોનું આગમન થયું. ધન્ય સાર્થવાહે ધર્મશ્રવણ કરીને મોટા પુત્રને કુટુંબમાં સ્થાપિત કરીને, તેઓએ દીક્ષા લીધી. પછી સામાયિકથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને, છેલ્લે એક માસની સંલેખના દ્વારા પોતાના આત્માને નિર્મલ કર્યો. કાળ ધર્મ પામ્યા.
કાળધર્મ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે, બોધિ પામશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખોનો અંત કરશે. ૦ કથાસાર ગાથાઓ :
આ કથામાં ચંપાનગરી સમાન મનુષ્ય ગતિ જાણવી, ધન્ય સાર્થવાહ સમાન ભગવંત જાણવા. અહિચ્છત્રા નગરી સમાન નિર્વાણને જાણવું. ઘોષણારૂપ તિર્થંકર ભગવંતની શિવમાર્ગની મહાઈ દેશના જાણવી. ચરક આદિને શિવસુખની કાંક્ષાવાળા ઘણાં જીવો જાણવા. નંદીફલાદિને શિવપથ પ્રતિષેધરૂપ વિષયો જાણવા. તેના ઉપભોગથી થતાં મરણને સંસારભ્રમણ જાણવું. તેનું વર્જન કરવાથી પ્રાપ્ત ઇષ્ટપુર ગમનરૂપ શિવપુર જાણો.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૫૭;
૦ ધન્ય સાર્થવાહ (૨) કથા :
તે કાળ, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરની બહાર ઇશાન ખૂણામાં ગુણશિલ નામે એક ચૈત્ય હતું. તે ગુણશિલ ચૈત્યથી બહુ દૂર નહીં તેમ બહુ નજીક નહીં તેવા સ્થાને એક વિશાળ જીર્ણઉદ્યાન હતું. તેનો દેવકુલ નષ્ટ થઈ ગયો હતો, તેના તોરણ તથા બીજા ગૃહો ભગ્ર થઈ ગયા હતા. તેમજ વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતા, વેલો, વૃક્ષોથી તે વ્યાપ્ત હતો. સેંકડો જંગલી પશુઓનો વાસ હોવાથી તે ભય ઉત્પન્ન કરતો હતો.
તે જીર્ણ ઉદ્યાનના ઠીક મધ્ય ભાગમાં એક ભગ્ર કૂવો હતો. તે ભગ્ર કૂવાથી બહુ દૂર નહીં, તેમ બહુ નજીક નહીં તેવા સ્થાને એક વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org