________________
શ્રમણ કથાઓ
૧૮૯
બલિકર્મ કરીને – યાવત્ – અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણથી અલંકૃત્ શરીરવાળી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની જમણી બાજુ ભદ્રાસન પર બેઠી.
ત્યારપછી તે મેઘકુમારની ધાવમાતા રજોહરણ અને પાત્ર લઈને શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની ડાબી બાજુમાં ભદ્રાસન પર બેઠી.
ત્યારપછી તે મેઘકુમારના પાછળના ભાગમાં શૃંગારના ઘર સમાન, મનોહર વેષવાળી, સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંતાપ, ઉલ્લાપ કરવામાં નિપુણ, યોગ્ય ઉપચાર કરવામાં કુશળ, પરસ્પર મળેલ સમશ્રેણિમાં સ્થિત ગોળ, ઊંચા, પુષ્ટ પ્રીતિજનક અને ઉત્તમ આકારના સ્તનવાળી એવી એક તરણી ડિમ, ચાંદી, કુંદપુષ્પ અને ચંદ્રમાની સમાન અને કોરટપુષ્પોની માળાઓથી યુક્ત ધવલ આતપત્રને હાથમાં લઈને લીલા કરતી એવી ઊભી રહી.
ત્યારપછી પોતાના સુંદર વેષથી શૃંગારના ગૃહ સમાન સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંલાપ, ઉલ્લાપ કરવામાં કુશળ, યોગ્ય ઉપચાર કરવામાં કુશળ બે શ્રેષ્ઠ તરુણીઓ શિબિકા પર આરૂઢ થઈ અને આરૂઢ થઈને મેઘકુમારની બંને બાજુઓમાં વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન અને મહાન્ પુરુષોને યોગ્ય, તપનીય સમાન, ઉજ્વલ, વિચિત્ર દાંડીવાળા, ચમકતા, પાતળા, ઉત્તમ અને લાંબાવાળ વાળા, શંખ, કુંદ પુષ્પ, જલકણ, મંથન કરાયેલ અમૃતના ફીણના પુંજ સદેશ ધવલ ચામરોને ગ્રહણ કરી લીલાપૂર્વક વીંઝતી–વીંઝતી એવી ઊભી રહી.
ત્યારપછી તે મેઘકુમારની નજીક શ્રૃંગારના ગડરૂપ સુંદર વેષ ધારિણી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંતાપ, ઉલ્લાપમાં નિપુણ અને ઉચિત ઉપચાર કરવામાં કુશળ એવી એક ઉત્તમ તરુણી શિબિકા પર આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની નજીક પૂર્વ દિશાની સન્મુખ ચંદ્રકાંત મણિ, વજરત્ન અને વૈડૂર્યમણિના નિર્મળ દંડવાળા પંખાને ગ્રહણ કરીને ઊભી રહી.
ત્યારપછી મેઘકુમારની નજીક શૃંગારના ઘર સમાન સુંદર વેષ ધારિણી, સુંદર ગતિ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંતાપ, ઉલ્લાપમાં નિપુણ, ઉચિત ઉપચાર કરવામાં કુશળ એક શ્રેષ્ઠ તરુણી આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની અગ્રિદિશા (ખૂણા)માં શ્વેત રજતમય વિમળ જળથી ભરેલ મત્તગજેન્દ્રની મુખાકૃતિવાળા ભંગારને હાથમાં ગ્રહણ કરીને ઊભી રહી.
ત્યારપછી મેઘકુમારના પિતાએ કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી એકસરખા, સમાન રૂપવાળા, સમાન વયવાળા, એકસરખી વેશભૂષાથી સુસજ્જિત ૧૦૦૦ ઉત્તમ તરુણ કૌટુંબિક પુરુષોને બોલાવો.
ત્યારે કૌટુંબિક પુરુષોએ એકસરખા, સમાન રૂપવાળા, સમાન વયવાળા, એકસરખા આભૂષણો (વેલ)વાળા ૧૦૦૦ ઉત્તમ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા.
ત્યારપછી શ્રેણિક રાજાના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલ તે ઉત્તમ તરુણ કૌટુંબિક પુરુષ હર્ષિત–સંતુષ્ટ થયા. તેઓએ સ્નાન કર્યું – યાવત્ – એકસમાન આભૂષણ (વે.) પહેરીને જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવ્યા, આવીને શ્રેણિક રાજાને આ પ્રમાણે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org