________________
૨૮૦
આગમ કથાનુયોગ-૩
હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ૦ ગજસુકુમાલનો મોક્ષ :
ત્યારપછી તે ગજસુકુમાલ અણગારના શરીરમાં અત્યંત દારુણ દુખદાયક – થાવત્ – અસહ્ય મહાવેદના ઉત્પન્ન થઈ.
ત્યારે તે ગજસુકુમાલ અણગાર સોમિલ બ્રાહ્મણ પરત્વે મનમાં લેશમાત્ર પણ દ્વેષભાવ રાખ્યા વિના તે જાજ્વલ્યમાન યાવત્ અસહ્ય મહાવેદનાને સહવા લાગ્યા.
ત્યારપછી તે ગજસુકુમાલ અણગારે તે દુઃખરૂપ જાજ્વલ્યમાન – યાવત્ - અસહ્ય મહાવેદનાને સમભાવે સહન કરતા શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને તદાવરણીય કર્મનો ક્ષય થવાથી કર્મરજના વિનાશક નિવારક અપૂર્વકરણમાં પ્રવેશ કર્યો. જેનાથી તેને અનંત, અનુત્તર – યાવત્ – સર્વોત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. ત્યારપછી સિદ્ધ થયા – યાવત્ - સર્વ દુઃખથી મુક્ત થયા.
તે સમયે ત્યાં નજીકમાં રહેલા દેવોએ “આમણે સમ્યક્ પ્રકારે આરાધના કરી છે.” એવો વિચાર કરી દિવ્ય સુગંધિત જળની વર્ષા કરી, પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરી. દિવ્ય વસ્ત્રોનો લેપ કર્યો. દિવ્ય ગીતો અને વાદ્યોના નિનાદથી આકાશ ગુંજવી દીધું. ૦ કૃષ્ણ વૃદ્ધને કરેલી સહાય :
- ત્યારપછી રાત્રિ વીત્યા બાદ સૂર્યોદય – યથાવત્ – સહસ્રરશ્મિ દિનકર સૂર્યનો જાજ્વલ્યમાન તેજ સહિત ઉદિત થયો ત્યારે સ્નાન કરીને – યાવતું – આભૂષણો વડે અલંકૃત્ થઈને, શ્રેષ્ઠ હાથી પર બેસીને કોરંટપુષ્પોની માળાથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કરી તથા ઉત્તમ શ્વેત ચામરો વિંઝાતા હોવાની સાથે દ્વારિકા નગરીના મધ્યભાગથી નીકળી જ્યાં અહંતુ અરિષ્ટનેમિ બિરાજમાન હતા, ત્યાં જવાને માટે ઉદ્યત થયા. - ત્યારે દ્વારિકા નગરીની વચ્ચોવચ્ચથી જતા હતા ત્યારે તે કૃષ્ણ વાસુદેવે બહાર માર્ગ પર ઇંટોના વિશાળ ઢગલામાંથી એક-એક ઇંટ ઉઠાવીને પોતાના ઘરમાં મૂકતા એવા એક જીર્ણ, વૃદ્ધાવસ્થાને કારણે જર્જર શરીરવાળા, દુઃખી, ભૂખ્યા, તરસ્યા, દુર્બળ, થાકેલા અને રોગી પુરુષને જોયો
ત્યારપછી તે વૃદ્ધ પુરુષ પર અનુકંપા કરીને કૃષ્ણ વાસુદેવે હાથીની ઉપર બેઠાબેઠા એક ઇંટ લીધી અને લઈને બહાર માર્ગ પરથી ઉઠાવી ઘરની અંદર રાખી દીધી.
ત્યારે કૃષ્ણ વાસુદેવ દ્વારા એક ઇંટને લઈને ઘરમાં રખાતી જોઈને સાથે નીકળેલા અનેક પુરુષોએ પણ એક–એક ઇંટ ઉઠાવીને તે ઇંટોના વિશાળ ઢગલાને બહાર માર્ગ પરથી ઘરની અંદર પહોંચાડી દીધો. ૦ કૃણને ગજસુકુમાલના મોક્ષગમનના સમાચાર :
ત્યારપછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીના મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં અત્ અરિષ્ટનેમિ બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા, પહોંચીને અત્ અરિષ્ટનેમિની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને પછી ગજસુકુમાલ અણગારને ન જોઈને પુનઃ અત્ અરિષ્ટનેમિને વંદન-નમસ્કાર કર્યા અને વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org