________________
૨૧૬
આગમ કથાનુયોગ–૩
જ્યાં માતાપિતા હતા, ત્યાં આવીને રડતા–રડતા, આક્રંદન કરતા, શોક કરતા, પરિતાપ કરતા, વિલાપ કરતા, માતાપિતાને જિનરક્ષિતના વિનાશના વિષયમાં જણાવ્યું.
ત્યારપછી જિનપાલિત અને તેના માતાપિતાએ મિત્ર, જ્ઞાતિજન, પોતાના નિજી સ્વજન, સંબંધી, પરિજનોની સાથે રોતા—રોતા, આક્રંદન કરતા, શોક કરતા, પરિતાપ કરતા અને વિલાપ કરતા ઘણી બધી લૌકિક મરણોત્તર ક્રિયા કરી. ક્રિયાઓ કરીને કેટલાંક સમય બાદ શોકરહિત થયા.
ત્યારપછી કોઈ એક સમયે સુખાસન પર બેઠેલા જિનપાલિતને તેના માતાપિતાએ આ પ્રમાણે કહ્યું હે પુત્ર! જિનરક્ષિત કઈ રીતે મરણ પામ્યો ?
ત્યારે જિનપાલિત માતાપિતાને લવણસમુદ્રમાં પ્રવેશવું, તોફાની પવનનું વહેવું, પોતવહનનું નષ્ટ થવું, કાષ્ઠખંડનું મળવું, રત્નદ્વીપમાં ઉતરવું, રત્નદ્વીપની દેવી દ્વારા ગ્રહણ કરવા, ભોગ ભોગવવા, રત્નદ્વીપની દેવીના વધ સ્થાન અને શૈલી પર ચઢેલા પુરુષને જોવો, શૈલક યક્ષની પીઠ પર બેસવું, રત્નદ્વીપની દેવી દ્વારા ઉપસર્ગ થવો, જિનરક્ષિતનો વિનાશ થવો, લવણસમુદ્રને પાર કરવો, ચંપામાં આવવું, શૈલકયક્ષ દ્વારા આજ્ઞા લેવી આદિ જે કંઈ વૃત્તાંત હતું, તે બધું જેમ હતું તેમ યથાક્રમે સત્ય અને સંદિગ્ધતા રહિત કહ્યું,
ત્યારપછી તે જિનપાલિત શોકરહિત થઈને – યાવત્ – વિપુલ ભોગોને ભોગવતો વિહાર કરવા લાગ્યો.
૦ જિનપાલિતની પ્રવ્રજ્યા :~
--
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. જિનપાલિતે ધર્મોપદેસ શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરી, અગિયાર અંગોના જ્ઞાતા થયો. માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને, અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને કાળ સમયે કાળ કરીને સૌધર્મકલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં બે સાગરોપમની સ્થિતિ હતી. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુ:ખોનો અંત કરશે. ૦ કથા નિષ્કર્ષ :
આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! જે આપણા નિર્પ્રન્થ કે નિગ્રન્થી આચાર્ય, ઉપાધ્યાયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી આનગારિક પ્રવ્રજ્યા ધારણ કરી મનુષ્યસંબંધી કામભોગોની આકાંક્ષા નથી કરતા, યાચના નથી કરતા, સ્પૃહા નથી કરતા, તે આ જ ભવમાં ઘણાં જ શ્રમણો, ઘણી જ શ્રમણીઓ, ઘણાં જ શ્રાવકો, ઘણી જ શ્રાવિકાઓ દ્વારા પૂજનીય થાય છે યાવત્ – ચતુર્ગતિરૂપ સંસાર કાંતારને પાર કરી
જાય છે
યથા જિનપાલિત.
―
-
• આગમ સંદર્ભ :
નાયા. ૧૧૦ થી ૧૪૦;
-
- X - X
૦ ધન્ય સાર્થવાહ - (૧) – કથા :
Jain Education International
તે કાળે, તે સમયે ચંપા નામની એક નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. જિતશત્રુ નામે રાજા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org