________________
શ્રમણ કથાઓ
૭૯
કરીને મુનિસુવ્રત અન્તની પાસેથી, સહસ્ત્રાપ્રવન ઉદ્યાનથી નીકળ્યો. નીકળીને જે તરફ હસ્તિનાપુર નગર હતું. જ્યાં પોતાનું ઘર હતું. ત્યાં આવ્યો. આવીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સામગ્રી તૈયાર કરાવડાવી. તૈયાર કરાવીને પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનોને આમંત્રિત કર્યા.
આમંત્રિત કર્યા બાદ પૂરણ શ્રેષ્ઠીની માફક – યાવત – જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં મુખી રૂપે સ્થાપિત કર્યો. સ્થાપિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રને પૂછયું, પૂછીને હજાર પુરુષો દ્વારા વહન કરી શકાય એવી શિબિકામાં આરૂઢ થયો. આરૂઢ થઈને મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબિઓ, સ્વજનો–સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતો એવો સર્વ ઋદ્ધિસહિત – યાવત્ – દંદુભિ વાદ્યોના ઘોષપૂર્વક હસ્તિનાપુર નગરના મધ્યમાંથી નીકળ્યો.
– નીકળીને જ્યાં સહસ્ત્રાપ્રવન છે, ત્યાં આવ્યો, આવીને તીર્થકરના છત્રાદિ અતિશયો જોયા. ઉદાયન રાજાની માફક – યાવત્ – સ્વયમેવ આભરણોને ઉતાય. ઉતારીને પોતાના હાથે જ પંચમુષ્ટિક લોચ કર્યો. લોચ કરીને જ્યાં મુનિસુવ્રત અન્ત હતા ત્યાં આવ્યો. પછી ઉદાયન રાજાની માફક પ્રવ્રજિત થયા. તે જ પ્રમાણે અગિયાર અંગોનું અધ્યયન કર્યું – યાવત્ – માસિક સંલેખના દ્વારા આત્મામાં રમણ કરવા લાગ્યા.
આત્માની ઝોસણા (સેવા) કરતા કરતા સાઠ ભક્તોને અનશન દ્વારા છેદન કર્યું અર્થાત્ ત્રીસ દિવસના ઉપવાસ કર્યા કરીને આલોચના પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક કાળના અવસરે કાળધર્મ પામ્યા અર્થાત્ મરણ પામ્યા. ૦ મહાશુક્ર કલ્પે દેવતા :
ત્યારપછી ગંગદત્તમુનિ મહાશુક્ર કલ્પમાં મહાસામાન્ય નામક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં – યાવત્ – ગંગદત્ત દેવરૂપે ઉત્પન્ન થયા. તત્પશ્ચાત્ તત્કાળ ઉત્પન્ન થયેલ તે ગંગદત્ત દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિ દ્વારા પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થયા. તે આ પ્રમાણે આહાર પર્યાપ્તિ – વાવ – ભાષા–મન પર્યાપ્તિ.
આ પ્રમાણે હે ગૌતમ! તે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવપ્રભાવ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વિત કર્યા છે.
હે ભગવંત ! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ ! તેની સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે. ૦ ગંગદત્ત દેવનું સિદ્ધિગમન :
હે ભગવંત ! તે ગંગદત્ત દેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – દુઃખોનો અંત કરશે. હે ભગવંત ! તે એમ જ છે, એમ જ છે.
૦ આગમ સંદર્ભ :ભગ. ૬૭૫, ૬૭૬;
–
૪
–
૪
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org