________________
શ્રમણ કથાઓ
૨૧૧
પ્રમાણે કહીને તેઓએ એકબીજાના આ વિચારનો સ્વીકાર કર્યો. જે તરફ દક્ષિણ દિશા હતી – વનખંડ હતું, તે તરફ જવા ઉદ્યત થયા. તે તરફથી દુર્ગધો આવવા લાગી. તે જેમકે કોઈ સર્પનું મૃત કલેવર હોય – યાવત્ – તેનાથી પણ અધિક અનિષ્ટતર હોય. ૦ શૂલી પર ચઢાવેલ પુરુષ પાસે છૂટકારાનો ઉપાય જાણવો :
ત્યારપછી તે માકંદીપુત્રો તે અશુભ ગંધથી ગભરાઈને પોતપોતાના ઉત્તરીય વસ્ત્રો વડે મોઢું ઢાંકી દીધુ. મુખ ઢાંકીને જ્યાં દક્ષિણદિશાનું વનખંડ હતું, ત્યાં પહોંચ્યા, ત્યાં તેઓએ એક મોટું વધસ્થળ જોયું. જે સેંકડો હાડકાઓના સમૂહથી વ્યાસ અને જોવામાં ભયંકર હતું. ત્યાં શૂલી પર ચઢાવેલ એક પુરુષને કરુણ, કષ્ટમય અને વિરતપણે ચીસો પાડતો જોયો. જેનાથી તેઓ ડરી ગયા, સંત્રસ્ત થઈ ગયા. ત્રસિત અને ઉદ્વિગ્ન થઈ ગયા, ભયભીત થયા. તેઓ જ્યાં શૂળીપર ચઢાવાયેલ પુરુષ હતો, ત્યાં પહોંચ્યા, પહોંચીને તે શૂલી પર ચઢાવાયેલ પુરુષને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! આ વધસ્થળ કોનું છે ? તમે કોણ છો ? શા માટે અહીં આવ્યા હતા ? તમને કોણે આ વિપત્તિમાં મુક્યા છે ?
ત્યારે શૂલી પર ચઢેલ તે પુરુષે તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! આ રત્નદ્વીપની દેવીનું વધસ્થળ છે. હે દેવાનુપ્રિયો ! હું જંબૂદીપના ભારતવર્ષમાં સ્થિત કાકંદી નગરીનો નિવાસી અશ્વવણિકું છું. હું ઘણાં અશ્વ તથા ભાંડોપકરણોને ભરીને લવણસમુદ્રમાં ગયો હતો. ત્યારપછી મારું વહાણ ભાંગી જવાથી અને ભાંsઉપકરણો ડૂબી ગયા પછી મને એક પાટીયાના ટૂકડો મળ્યો. ત્યારે તેના જ સહારે તરતો તરતો હું રત્નદ્વીપ નજીક પહોંચ્યો. તે સમયે રત્નદ્વીપની દેવીએ મને અવધિજ્ઞાનથી જોયો. જોઈને તેણે મને ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને તે મારી સાથે વિપુલ કામભોગોને ભોગવતી વિચરણ કરવા લાગી.
ત્યારપછી રત્નદ્વીપની તે દેવી મારા કોઈ નાના અપરાધને માટે અત્યંત કોપાયમાન થઈ ગઈ, થઈને મને આ વિપત્તિમાં ધકેલી દીધો. હે દેવાનુપ્રિયો ! ખબર નથી કે તમારા આ શરીરને પણ કેવી આપત્તિ આવવાની છે ?
ત્યારે તે માકંદીપુત્રોએ તે શૂલી પર ચઢેલા પુરુષ પાસેથી આ વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં અવધારણ કરીને અત્યધિક ભય પામ્યા અને ત્રસિત, ઉદ્વિગ્ન અને ભયગ્રસ્ત થઈને તેઓએ શૂલી પર ચઢેલા પુરુષને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! અમે લોકો રત્નદીપની દેવીના હાથેથી કઈ રીતે અમારી મેળે જ અમારો છુટકારો મેળવી શકીએ છીએ ?
ત્યારે શૂલી પર ચઢેલ પુરુષે તે માકંદી પુત્રોને આમ કહ્યું
હે દેવાનુપ્રિયો ! આ પૂર્વદિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે. તેમાં અશ્વરૂપધારી શૈલક નામે યક્ષ નિવાસ કરે છે, તે શૈલક યક્ષ આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસને દિવસે એક નિયત સમયે જોરજોરથી ચીસો પાડતો આ પ્રમાણે બોલે છે – કોને તારું? કોને પાછું?” તેથી હે દેવાનુપ્રિયો ! તમે લોકો પૂર્વદિશાના વનખંડમાં જજો અને શૈલકયક્ષની મહાનું જનોને યોગ્ય પુષ્પો વડે પૂજા અર્ચના કરજો, પૂજા કરીને ઘૂંટણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org