________________
૨૧૨
આગમ કથાનુયોગ-૩
અને પગ નમાવીને, બંને હાથ જોડીને વિનયપૂર્વક તેની પર્યાપાસના કરતા રહેજો.
જ્યારે તે શૈલક યક્ષ નિયત સમયે કહે કે, કોને તારું? કોને પાળું ? ત્યારે તમે કહેજો કે અમને તારો, અમને પાળો. આ પ્રમાણે શૈલક યક્ષ જ રત્નદ્વીપની દેવીના હાથેથી સ્વયં તમને છોડાવશે. અન્યથા મને ખબર નથી કે તમને કઈ આપત્તિ આવશે. ૦ શૈલકયક્ષની ઉપાસના અને રક્ષણોપાયની જાણકારી :
ત્યારપછી તે માકંદીપુત્ર. તે શૂલી પર ચઢેલા પુરુષ પાસેથી આ વૃત્તાંતને સાંભળીને અને મનમાં અવધારીને જલ્દીથી, પ્રચંડ, ચપળ, ત્વરા અને વેગવાળી ગતિથી જ્યાં પૂર્વદિશાનું વનખંડ હતું, ત્યાં જ્યાં પુષ્કરિણી હતી, ત્યાં આવ્યા, આવીને પુષ્કરિણીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. સ્નાન કરીને પછી ત્યાં જે કમળ આદિ હતા – યાવત્ – તેને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જ્યાં શૈલક યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં આવ્યા. આવીને યક્ષ પર દૃષ્ટિ પડતાં જ તેને પ્રણામ કર્યા. પ્રણામ કરીને મહાન્ પુરુષોને યોગ્ય પુષ્પાર્ચના કરી, અર્ચના કરીને ઘૂંટણ અને પગ નમાવીને યક્ષની શઋષા કરતા, નમન કરતા તેમની પર્ફપાસના કરવા લાગ્યા.
ત્યારપછી નિયત સમય થયો ત્યારે તે શૈલક યક્ષ આ પ્રમાણે બોલ્યો, કોને તારું? કોને પાળું?
ત્યારે તે માકંદી પુત્રો પોતાના આસનેથી ઊભા થયા, ઊભા થઈને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા – અમને તારો, અમને પાળો.
ત્યારે તે શૈલક યક્ષે તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! તમે મારી સાથે સમુદ્રના મધ્યમાંથી ગમન કરશો ત્યારે તે પાપિણી, ચંડા, રદ્ધા, મુદ્રા અને સાહસિકા રત્નદ્વીપની દેવી અનેક કઠોર, કોમળ, અનુકુળ, પ્રતિકૂળ, શૃંગારમય અને કરુણ ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે. તેથી હે દેવાનુપ્રિયો ! જો તમે રત્નદ્વીપની દેવીના તે અર્થનો આદર કરશો, અંગીકાર કરશો કે અપેક્ષા કરશો તો હું તમને મારી પીઠ ઉપરથી નીચે પાડી દઈશ અને જો તમે રત્નદ્વીપની દેવીના તે અર્થનો આદર નહીં કરો, અંગીકાર નહીં કરો કે અપેક્ષા નહીં કરો તો હું મારા હાથે જ રત્નદ્વીપની દેવીથી તમારો છૂટકારો કરાવી દઈશ.
ત્યારે તે માકંદીપુત્રોએ શૈલક યક્ષને કહ્યું, હે દેવાનુપ્રિય ! આપ જેમ કહેશો તેમ અમે આપના આજ્ઞા, ઉવવાય, વચન, નિર્દેશ અનુસાર રહીશું–વર્તીશું.
ત્યારપછી તે શૈલક યક્ષ ઇશાન ખૂણામાં ગયો. ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદૂઘાત કર્યો, સમુઘાત કરીને સંખ્યાત યોજનનો દંડ કાઢ્યો. બીજી અને ત્રીજી વખત પણ વૈક્રિય સમુદૂઘાત કર્યો. સમુઘાત કરીને એક મોટા અશ્વનું રૂપ વિકુવ્યું. વિક્ર્વીને તેણે માકંદી પુત્રોને આ પ્રમાણે કહ્યું, હે માકંદીપુત્રો ! દેવાનુપ્રિયો ! મારી પીઠ પર બેસી જાઓ.
ત્યારે માકંદીપુત્રોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને શૈલકયક્ષને પ્રણામ કર્યા અને પ્રણામ કરીને તેઓ તેની પીઠ પર બેસી ગયા.
ત્યારપછી તે શૈલક માકંદીપુત્રોને પીઠ પર બેસી ગયેલા જાણીને સાત-આઠ તાડ જેટલા ઊંચા આકાશમાં ઉડ્યો, ઉઠીને ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, પ્રચંડ અને દિવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org