________________
શ્રમણ કથાઓ
૨૨૯
૦ વિજય ચોરે ભોજનનો ભાગ માંગતા ઘન્ય દ્વારા તેનો નિષેધ :
ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તું મને આ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી ભાગ આપ
ત્યારે તે ધન્ય સાર્થવાહે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું, ઓ રે વિજય ! ભલે હું આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનને કાગડા અને કૂતરાને આપી દઈશ અથવા ઉકરડામાં કચરાના ઢગલામાં ફેંકી દઈશ, પણ તારા જેવા પુત્રઘાતક, પુત્રમારક, શત્રુ, વૈરી, પ્રતિકૂળ આચરણ કરનારા અને વિરોધીને માટે આ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાંથી હું ભાગ આપીશ નહીં
ત્યારપછી તે ધન સાર્થવાહે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો આહાર કર્યો, આહાર કરીને પંથકને રવાના કર્યો.
પંથક દાસ ચેટકે તે ભોજન પિટકને લીધી અને લઈને જે તરફથી આવ્યો હતો, તે તરફ પાછો ફર્યો. ૦ ઘન્ય સાર્થવાહને દેહચિંતા – સાથે જવા વિજયની ના :
ત્યારપછી તે ધન્ય સાર્થવાહને વિપુલ અશન પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો આહાર કરવાને કારણે મળ–મૂત્રની બાધા ઉત્પન્ન થઈ ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું કે, હે વિજય ! ચાલો, એકાંતમાં જઈએ, જેથી હું મળ-મૂત્ર ત્યાગ કરી શકું.
ત્યારે તે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે તો વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો આહાર કર્યો છે. જેથી તમને મળ–મૂત્રની બાધા ઉત્પન્ન થઈ છે. પણ દેવાનુપ્રિય ! મને તો આ ઘણાં ચાબુકના પ્રહારથી, છિવોના પ્રહારથી અને લતાઓના પ્રહારથી તથા ભૂખ અને તરસની પીડા હોવાના કારણે મૂળ-મૂત્રની બાધા ઉત્પન્ન થઈ નથી. તેથી હે દેવાનુપ્રિય ! જવાની ઇચ્છા હોય તો તમે જ એકાંતમાં જઈને મૂળ-મૂત્રની બાધા દૂર કરી – મળ-મૂત્રનો ત્યાગ કરો.
ત્યારે વિજય ચોરની આ વાતને સાંભળીને ધન્ય સાર્થવાહ મૌન થઈ ગયો. ૦ વિજય દ્વારા પુનઃ આહાર–ભાગની માંગ, ધન્યએ સ્વીકારી :
ત્યારપછી પુનઃ મળ-મૂત્રથી તીવ્ર બાધાથી પીડાતા ધન્ય સાર્થવાહે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું, વિજય, ચાલ, એકાંતમાં જઈએ જેથી હું મળ-મૂત્રનો ત્યાગ કરી શકું
ત્યારે વિજય ચોરે ધન્ય સાર્થવાહને કહ્યું, જો તમે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનમાંથી ભાગ પાડો તો હું તમારી સાથે એકાંતમાં આવી શકું.
ત્યારે વિજય ચોરને ધન્ય સાર્થવાહે કહ્યું, હું તને તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાંથી ભાગ આપીશ, ત્યારે તે વિજય ચોરે ધન્ય સાર્થવાહના તે કથનનો સ્વીકાર કર્યો.
ત્યારપછી તે ધન્ય સાર્થવાહ વિજય ચોરની સાથે એકાંતમાં ગયો અને મળ-મૂત્રનો ત્યાગ કર્યો. ત્યારપછી સારી રીતે સ્વચ્છ અને પરમ શુચિભૂત થઈને પાછો પોતાના સ્થાને આવ્યો.
ત્યારે ભદ્રા સાર્થવાહીએ બીજા દિવસનું પ્રભાત થયું – યાવત્ – સૂર્યનો ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org