________________
૧૭૦
આગમ કથાનુયોગ-૩
ત્યારે ધારિણી દેવી દ્વારા અનાદર પામેલ અને ઉપેક્ષિત તે અંગપરિચારિકાઓ અને અત્યંતર દાસીઓ સંભ્રાન્ત થઈને ધારિણી દેવીની પાસેથી નીકળે છે. નીકળીને જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે, આવીને બંને હાથ જોડીને, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દો વડે વધાવે છે. વધાવીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય આજ ધારિણીદેવી જીર્ણવત્ અને જીર્ણ શરીરવાળી થઈને – યાવત્ - આર્તધ્યાનમાં મગ્ન થઈને ચિંતામાં ડૂબેલા છે. ૦ શ્રેણિક દ્વારા પૂછાયાથી ધારિણીનું નિવેદન :
ત્યારપછી તે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓ પાસેથી આ કથન સાંભળીને અને હદયમાં અવધારીને અને તે જ પ્રમાણે વ્યાકુળ થઈને, જલદીથી, તૂરાપૂર્વક, ચપળતાયુક્ત ગતિથી જ્યાં ધારિણી દેવી હતી ત્યાં આવ્યા, આવીને ધારિણીદેવીને જીર્ણ, જીર્ણશરીરવાળી – યાવત્ – આર્તધ્યાનગ્રસ્ત, ચિંતિત જુએ છે, જોઈને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનપ્રિય ! તું જીર્ણવત, જીર્ણશરીરવાળી – યાવત – આર્તધ્યાનમાં મગ્ન થઈને કેમ ચિંતાગ્રસ્ત છો ? ત્યારપછી તે ધારિણી દેવી શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને પણ આદર નથી કરતી, ઉત્તર નથી આપતી – યાવત્ – મૌન રહે છે.
ત્યારે શ્રેણિક રાજાએ ધારિણીદેવીને બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે પૂછ્યું – હે દેવાનુપ્રિયે ! તું જીર્ણવત્ અને જીર્ણ શરીરવાળી – યાવત્ – આર્તધ્યાનમાં ડૂબીને ચિંતિત કેમ થઈ છો ?
ત્યારપછી તે ધારિણીદેવી શ્રેણિકરાજા દ્વારા બીજી વખત–ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવા છતાં આદર નથી કરતી, ધ્યાન નથી આપતી અને મૌન થઈને રહે છે.
ત્યારપછી શ્રેણિકરાજા ધારિણીદેવીને સોગંદ આપે છે, સોગંદ આપીને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિયે ! શું હું તારા મનની વાત સાંભળવાને માટે અયોગ્ય છું. જેના કારણે તું તારું આ મનોગત માનસિક દુઃખ છુપાવી રહી છે.
ત્યારે તે ધારિણીદેવીએ શ્રેણિક રાજાના શપથને સાંભળીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! મારા તે ઉદાર – યાવત્ – મહાસ્વપ્નને ત્રણ માસ પૂરા થયા ત્યારે મને આ પ્રકારનો અકાલ–મેઘ સંબંધિ દોહદ ઉત્પન્ન થયો છે–
તે માતાઓ ધન્ય છે, તે માતાઓ કૃતાર્થ છે – યાવત્ – વૈભારગિરિની તળેટીમાં ચારે તરફ ભ્રમણ કરતી–કરતી દોહદને પૂર્ણ કરે છે. હું પણ તે જ પ્રમાણે મેઘનો ઉદય થાય ત્યારે – યાવત્ – દોહદને પૂર્ણ કરું.
આ કારણે તે સ્વામી ! હું આ પ્રકારના અકાલ દોહદ પૂર્ણ ન થવાથી જીર્ણવત્ – થાવત્ – આર્તધ્યાનગ્રસ્ત થઈને ચિંતામાં ડૂબેલી છું. ૦ શ્રેણિક દ્વારા આશ્વાસન :
ત્યારપછી શ્રેણિક રાજાએ ધારિણી દેવીની આ વાતને સાંભળીને અને સમજીને, ધારિણી દેવીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org