________________
૭૨
આગમ કથાનુયોગ-૩
થવાથી, ભવનો ક્ષય થવાથી અને સ્થિતિનો ક્ષય થવાથી તત્કાળ ઐવિત થઈને આ વાણિજ્યગ્રામ નગરમાં શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે જન્મ લીધો.
ત્યારપછી હે સુદર્શન ! તે બાલ્યકાળ વિતાવી વિજ્ઞ અને પરિણત થઈ યુવાવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે તથારૂપ સ્થવિરોની પાસે કેવલિપ્રજ્ઞસ ધર્મનું શ્રવણ કર્યું અને તે ધર્મ તને ઇચ્છિત, સ્વીકૃત અને રુચિકર થયો. હે સુદર્શન ! આ સમયે પણ તું જે કરી રહ્યો છે તે સારું છે.
તેથી હે સુદર્શન ! એવું કહેવાય છે કે, પલ્યોપમ અને સાગરોપમનો ક્ષય અને અપચય થાય છે. ૦ સુદર્શનને જાતિસ્મરણ જ્ઞાન અને પ્રવજ્યા ગ્રહણ :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ પ્રમાણે સાંભળીને અને સમજીને સુદર્શન શ્રેષ્ઠીને શુભ અધ્યવસાય, શુભ પરિણામ અને વિશુદ્ધ વેશ્યાઓ દ્વારા તદ આવરક કર્મનો ક્ષયોપશમ થવાથી ઇહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા સંજ્ઞીરૂપ શોભન જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેના વડે તેણે ભગવંત કથિત વાતને સારી રીતે જાણી.
ત્યારપછી સુદર્શન શ્રેષ્ઠી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા પૂર્વભવનું સ્મરણ કરાવ્યાથી, તેને બમણી શ્રદ્ધા અને સંવેગ ઉત્પન્ન થયા. તેના નેત્ર આનંદાશ્રુઓથી પરિપૂરિત થઈ ગયા. ત્યારે તેણે શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આઈક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદના-નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવંત ! આપે જે કહ્યું છે, તે એ જ પ્રમાણે છે, હે ભગવંત! તે જ પ્રમાણે છે. હે ભગવંત! તે અવિતથ સત્ય છે, હે ભગવંત ! તે અસંદિગ્ધ છે. હે ભગવંત ! તે ઇચ્છનીય છે. હે ભગવંત ! તે સ્વીકાર કરવા યોગ્ય છે. હે ભગવંત! તે ઇચ્છનીય અને
સ્વીકાર કરવા યોગ્ય છે. એ પ્રમાણે કહીને તે ઇશાન ખૂણામાં ગયો. શેષ સર્વ વર્ણન ઋષભદત્ત પ્રમાણે જાણવું – યાવત્ – તે સુદર્શન સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એટલું જ કે તેણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું અને સંપૂર્ણ બાર વર્ષ સુધી શ્રમણપર્યાયનું પાલન કર્યું. બાકી બધું ઋષભદત્ત પ્રમાણે જાણવું.
હે ભગવંત ! તે એ જ પ્રમાણે છે. હે ભગવંત તે એ જ પ્રમાણે છે – ઇતિ – ૦ આગમ સંદર્ભ:ભગ ૪૨૯ થી ૪૩ર;
નાયા. ૮૧;
નાયા. ૮૨ ની વૃ. આવયૂ.૧–પૃ. ૨૫૯, ૩૨૯;
ઉત્ત. ૬૧૦; – – – ૦ કાર્તિક શ્રેષ્ઠી કથા :
ભગવંત મુનિસુવ્રતના તીર્થમાં કાર્તિક શ્રેષ્ઠી થયા. તેનું કથાનક ભગવતીજીમાં ભગવંત મહાવીરને વંદનાર્થે આવ્યા તેમાં આવે છે, એ જ કથા આવશ્યક ચૂર્ણિકાર રાજાભિયોગમાં દર્શાવે છે, કલ્પસૂત્ર વૃત્તિકાર શક્રની ઓળખ આપતા જણાવે છે. ૦ શક્ર દ્વારા ભ મહાવીર સન્મુખ નાટ્યવિધિ :
તે કાળે, તે સમયે વિશાખા નામની નગરી હતી. ત્યાં બહુપુત્રિક નામે ચૈત્ય હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org