________________
શ્રમણ કથાઓ
૩૬૫
(ગૃહસ્થોની જેમ) દેવાર્ચન કરવા ઉદ્યમી બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વજ્ઞનું વચન છે, તેને ઘણાં જ દૂરથી ત્યાગ કર્યું.
- તે આ પ્રમાણે સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્ત્વો ન હણવા, તેમને વેદના ન ઉત્પન્ન કરવી, તેમને પરિતાપ ન પમાડવા, તેને ગ્રહણ ન કરવા અર્થાત્ પકડીને પૂરવા નહીં, તેમની વિરાધના ન કરવી, તેમની કિલામણા ન કરવી, તેમને ઉપદ્રવ ન કરવા, સૂક્ષ્મ, બાદર, ત્રસ કે સ્થાવર, પર્યાપ્તા—અપર્યાપ્તા એકેન્દ્રિય, જે કોઈ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, જે કોઈ ચઉરિન્દ્રિય જીવો હોય, પંચેન્દ્રિય જીવો હોય તે સર્વે ત્રિવિધ—ત્રિવિધે મન, વચનકાયાથી મારે મારવા નહીં, મરાવવા નહીં, મારતાને સારા માનવા નહીં, તેની અનુમોદના કરવી નહીં, આવી પોતે સ્વીકારેલી મહાવ્રતની પ્રતિજ્ઞા પણ ભૂલી ગયા.
(વળી હે ગૌતમ ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે દૃઢપણે તેમજ જળ અને અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારનો ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે, એમ લોકોના ખેદ–દુ:ખને જાણનાર સર્વજ્ઞ તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલું છે.) ૦ કુવલયપ્રભ અણગાર (સાવદ્યાચાર્ય) :–
હે ગૌતમ ! આ પ્રકારે અનાચાર પ્રવર્તાવનારા ઘણાં આચાર્યો તેમજ ગચ્છનાયકોની અંદર એક મરકતરત્ન સરખી કાંતિવાળા કુવલયપ્રભ નામના મહાતપસ્વી અણગાર હતા. તેમને અતિશય મહાનુ જીવાદિક પદાર્થો વિષયક સૂત્ર અને અર્થ સંબંધિ વિસ્તારવાળું જ્ઞાન હતું. આ સંસારસમુદ્રમાં તે તે યોનિઓમાં રખડવાના ભયવાળા હતા. તે સમયે તેવા પ્રકારનું અસંયમ પ્રવર્તિ રહેલું હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં, ઘણાં સાધર્મિકો અસંયમ અને અનાચાર સેવી રહેલા હોવા છતાં, તે કુવલયપ્રભ અનગાર તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા ન હતા.
હવે કોઈક સમયે જેણે બળ—વીર્ય પુરુષકાર અને પરાક્રમ નથી છૂપાવ્યા એવા તે સારા શિષ્યોના પરિવાર સહિત સર્વજ્ઞે પ્રરૂપેલા, આગમ સૂત્ર તેના અર્થ તેમજ ઉભયના અનુસરનાર, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મમત્ત્વભાવ, અહંકારરહિત, સર્વ પદાર્થોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નિર્મમત્વ થએલા, વધારે તેમના કેટલા ગુણો વર્ણવવા ? આકર, નગર, ખેડા, કબડ, મંડપ, દ્રોણમુખ વગેરે સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મકથાનો ઉપદેશ આપતા આપતા વિચરતા હતા. એ પ્રમાણે તેમના દિવસો વીતતા હતા.
ગામ,
હવે કોઈક સમયે વિહાર કરતા-કરતા તે મહાનુભાવ ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ કરનારા રહેતા હતા. આ મહાતપસ્વી છે, એમ ધારીને વંદન કર્મ, આસન આપવું ઇત્યાદિક સમુચિત વિનય કરીને તેમનું સન્માન કર્યું, એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા, બેસીને ધર્મકથાદિકના વિનોદ કરાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે તે દુરંત, પ્રાંત, અધમ, લક્ષણવાળા, વેષથી આજીવિકા કરનારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર આભિગ્રાહિક મિથ્યાસૃષ્ટિઓએ તે મહાનુભાગ કુવલયપ્રભઆચાર્યને કહ્યું કે, હે ભગવંત ! જો આપ અહીં એક વર્ષાવાસ રહેવા નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org