SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ આગમ કથાનુયોગ-૩ તરસના દુઃખથી રહિત સુખી થાય છે. એ જ પ્રમાણે જે વ્યક્તિ ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અલ્પકર્મા થઈને જતા-જતા વેદનારહિત સુખી થાય છે. જે પ્રમાણે ઘરને આગ લાગવાથી ગૃહસ્વામી મૂલ્યવાનું સાર વસ્તુઓને કાઢી લે છે અને મૂલ્યહીન અસાર વસ્તુને છોડી દે છે. તે જ પ્રમાણે આપની અનુમતિ પ્રાપ્ત કરી જરા અને મરણથી સળગતા એવા આ લોકમાં સારભૂત એવા મારા આત્માને હું બહાર કાઢીશ. ૦ માતાપિતા દ્વારા શ્રાધ્ય દુષ્કરતા નિવેદન : ત્યારે માતાપિતાએ તેને કહ્યું, હે પુત્ર ! શ્રામાણ્ય અતિ દુષ્કર છે, ભિક્ષુને હજારો ગુણ ધારણ કરવા પડે છે. ભિક્ષુને જગમાં શત્રુ અને મિત્ર પ્રતિ અને સર્વે જીવો પરત્વે સમભાવ રાખવાનો હોય છે. જીવનપર્યત પ્રાણાતિપાથી વિરત થવું પણ ઘણું જ દુષ્કર હોય છે. સદા અપ્રમત્ત ભાવે મૃષાવાદનો ત્યાગ કરવો, પ્રત્યેક ક્ષણે સાવધાન રહીને હિતકારી સત્ય બોલવું. ઘણું જ કઠિન હોય છે. દંત શોધન આદિ પણ આપ્યા સિવાય લેવું અને પ્રદત્ત વસ્તુ પણ અનવદ્ય અને એષણીય જ લેવી અત્યંત દુષ્કર છે. કામભોગોના રસથી પરિચિત વ્યક્તિ માટે અબ્રહ્મચર્યથી વિરતિ અને ઉગ્ર બ્રહ્મચર્ય મહાવ્રત ધારણ કરવું ઘણું જ દુષ્કર છે. ધન, ધાન્ય, પ્રેષ્યવર્ગ આદિ પરિગ્રહનો ત્યાગ કરવો અને બધાં પ્રકારે આરંભ અને મમત્ત્વનો ત્યાગ કરવો ઘણો દુષ્કર છે. ચતુર્વિધ આહારનો રાત્રિમાં ત્યાગ કરવો અને કાલમર્યાદાથી બહાર વૃતાદિ સંનિધિનો સંચય ન કરવો અતિ દુષ્કર છે. ભૂખ-તરસ, ઠંડી–ગરમી, ડાંસ અને મચ્છરોનું કષ્ટ, આક્રોશ–વચન, દુઃખશય્યા, તણસ્પર્શ અને મેલ (તેમજ) તાડના, તર્જના, વધ, બંધન, ભિક્ષાચાર્ય, યાચના અને અલાભ આ પરીષહોને સહેવા જરૂરી હોય છે. આ કાપોતી વૃત્તિ (કબૂતર સમાન દોષોથી સશક અને સતર્ક રહેવાની વૃત્તિ), દારુણ કેશલોચ, આ ઘોર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું, સામાન્ય આત્માઓને માટે દુષ્કર છે. હે પુત્ર ! તું સુખ ભોગવવા યોગ્ય છે, સુકુમાર છે, સુમજ્જિત છે. તેથી શ્રમણધર્મનું પાલન કરવાને માટે તું સમર્થ નથી. હે પુત્ર ! સાધુચર્યામાં જીવનપર્યત ક્યાંય વિશ્રામ નથી. લોઢાના ભારની માફક સાધુના ગુણોનો મહાન્ ગુરુતર ભાર છે, જેને જીવનપર્યત વહન કરવો અત્યંત કઠિન છે. જેમ આકાશ ગંગાનો સ્ત્રોત, પ્રતિસ્રોત દુસ્તર છે, જેમ સાગરને બાહુઓ વડે તરવો દુષ્કર છે, તેમ ગુણોદધિ-સંયમ સાગરને તરવો પણ દુષ્કર છે. સંયમ રેતીના કોળીયાની માફક સ્વાદરહિત છે, તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. સાપની માફક એકાગ્ર દૃષ્ટિથી ચારિત્રધર્મમાં રહેવું કઠિન છે, લોઢાના જવ ચાવવા જેવું દુષ્કર છે, તે પ્રમાણે ચારિત્રપાલન પણ દુષ્કર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy