________________
શ્રમણ કથાઓ
થઈ જાય છે, ત્યારે વૃક્ષની નીચે બેઠેલા હરણની ચિકિત્સા કોણ કરે છે ? કોણ તેને ઔષધિ આપે છે ? કોણ તેના સ્વાસ્થ્યની વાત પૂછે છે ? કોણ તેને ભોજન–પાણી લાવીને આપે છે ?
જ્યારે તે નિરોગી થઈ જાય છે. ત્યારે સ્વયં ગોચરભૂમિમાં જાય છે અને ભોજન—પાનને માટે લતા, વેલ અને જળાશયોને શોધે છે, વેલા અને સરોવરમાં ભોજન— પાણી કરીને મૃગચર્યા કરો તે મૃગ મૃગોની નિવાસભૂમિમાં ચાલ્યો જાય છે.
આ જ પ્રકારે રૂપ આદિમાં અપ્રતિબદ્ધ, સંયમને માટે ઉદ્યત, ભિક્ષુ સ્વતંત્ર વિહાર કરતો મૃગચર્યાની માફક આચરણ કરી ઉર્ધ્વદિશા - મોક્ષમાં ગમન કરે છે.
૪૨૧
જેમ મૃગ એકલો અનેક સ્થાનોમાં વિચરે છે, અનેક સ્થાનોમાં રહે છે, સદૈવ ગોચર—ચર્યાથી જ જીવનયાપન કરે છે, તે જ રીતે ગૌચરીને માટે ગયેલ મુનિ પણ કોઈની નિંદા કે અવજ્ઞા નથી કરતો. હું મૃગચર્યાનું આચરણ કરીશ. ૦ મૃગાપુત્રની પ્રવ્રજ્યા :
હે પુત્ર ! જેમ તને સુખ ઉપજે તેમ કરો. આ પ્રમાણે માતા–પિતાની અનુમતિ પામીને તે ઉપધિ—પરિગ્રહને છોડે છે.
હે માતા ! હું તમારી અનુમતિ પામીને બધાં દુઃખોનો ક્ષય કરનારી મૃગચર્ચાનું આચરણ કરીશ.
હે પુત્ર ! જેમ તને સુખ થાય તેમ કર.
આ પ્રમાણે તે અનેક પ્રકારે માતાપિતાની અનુમતિને જાણીને મમત્વનો ત્યાગ કરે છે. જે રીતે મહાનાગ કંચુકીને છોડે છે, કપડા પર લાગેલી ધૂળની માફક ઋદ્ધિ, ધન, મિત્ર, પુત્ર, કલત્ર અને જ્ઞાતિજનોને ઝાટકીને તે સંયમયાત્રા માટે નીકળ્યો.
પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત, અત્યંતર અને બાહ્ય તપમાં ઉદ્યત, મમત્ત્પરહિત, અહંકાર રહિત, સંગરહિત, ગૌરવના ત્યાગી, ત્રસ અને સ્થાવર બધાં જીવોમાં સમદૃષ્ટિ, લાભમાં—અલાભમાં, સુખમાં દુઃખમાં, જીવનમાં— મરણમાં, નિંદામાં—પ્રશંસામાં, માનમાં—અપમાનમાં સમત્વના સાધક—
ગૌરવ, કષાય, દંડ, શલ્ય, ભય, હાસ્ય અને શોકથી નિવૃત્ત, નિદાન અને બંધનથી મુક્ત, આ લોકમાં અનાસક્ત અને પરલોકમાં અનાસક્ત, હાથલાથી છેદવામાં કે ચંદન લગાવાય ત્યારે પણ તથા આહાર મળવા અને ન મળવા છતાં સમ, અપ્રશસ્ત હેતુથી આવનારા કર્મપુદ્ગલોનો સર્વભાવથી નિરોધક તે મહર્ષિ એવા મૃગાપુત્ર અધ્યાત્મ સંબંધી ધ્યાન યોગોથી પ્રશસ્ત સંયમ શાસનમાં લીન થયા.
આ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાઓ દ્વારા આત્માને સમ્યક્ પ્રકારે ભાવિત કરીને, ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય ધર્મનું પાલન કરી અંતે એક માસનું અનશન કરીને તે અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત થયા.
સંબુદ્ધ, પંડિત અને અતિ વિચક્ષણ વ્યક્તિ આ પ્રમાણે જ કરે છે, તેઓ કામભોગોથી એ જ રીતે નિવૃત્ત થાય છે, જે રીતે મહર્ષિ મૃગાપુત્ર નિવૃત્ત થયા.
મહાન્ પ્રભાવશાળી, મહાન્ યશસ્વી, મૃગાપુત્રના તપ પ્રધાન, ત્રિલોક, વિશ્રુત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org