SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ આગમ કથાનુયોગ-૩ પ્રયોજનથી નગ્ન ભાવ ગ્રહણ કરેલ હતો – યાવત્ – સિદ્ધ થયા. (મોક્ષે ગયા) ૦ આગમ સંદર્ભ :અંત. ૨૭, મરણ. ૪૯૫; ઉત્તનિ ૧૧૦ ની જ ઉત્ત.ચૂ.પ્ર. ૭૦, — — — — — * काश्यपादि श्रमण कथा :૦ કાશ્યપ કથા : તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ત્યાં ગુણશીલક નામક ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. કાશ્યપ નામે ગાથાપતિ રહેતો હતો. મકાઈની માફક તેણે સોળ વર્ષના દીક્ષા પર્યાયનું પાલન કર્યું – યાવત્ – વિપુલ પર્વત સિદ્ધ થયા. ૦ સેમક કથા : આ જ પ્રમાણે ક્ષેમક ગાથાપતિનું વર્ણન જાણવું. વિશેષ એ કે તે કાકંદી નગરીનો નિવાસી હતો. સોળ વર્ષનો જ દીક્ષા પર્યાય હતો – યાવત્ – વિપુલ પર્વતે સિદ્ધ થયા. ૦ વૃતિઘર કથા : આજ પ્રમાણે વૃતિધર ગાથાપતિને પણ જાણવા. તેઓ કાકંદીનગરીના નિવાસી હતા. સોળ વર્ષનો દીક્ષાપર્યાય હતો – યાવત્ – વિપુલ પર્વતે સિદ્ધ થયા. • કૈલાશ કથા : આ જ પ્રમાણે કૈલાશ ગાથાપતિ પણ જાણવા. વિશેષ એ કે તેઓ સાકેત નગરના રહેવાસી હતા. દીક્ષાપર્યાય બાર વર્ષનો હતો – યાવત્ – વિપુલ પર્વત પર સિદ્ધ થયા. ૦ હરિચંદન કથા : આ જ પ્રમાણે હરિચંદન ગાથાપતિ હતા. તેઓ પણ સાકેત નગરના નિવાસી હતા. તેઓનો દીક્ષાપર્યાય બાર વર્ષનો હતો. વિપુલ પર્વત સિદ્ધ થયા. ૦ વારત કથા : વારત્ત ગાથાપતિનું વર્ણન પણ આ પ્રમાણે જ જાણવું. વિશેષ એ કે તેઓ રાજગૃહ નગરના નિવાસી હતા. દીક્ષાપર્યાય બાર વર્ષનો હતો. વિપુલ પર્વત સિદ્ધ થયા. ૦ સુદર્શન કથા : આ જ પ્રમાણે સુદર્શન ગાથાપતિને જાણવા વિશેષ એ કે વાણિજ્ય ગ્રામ નગર હતું, ત્યાં ઘુતિપલાશ ચૈત્ય હતું. ત્યાં તેઓ દીક્ષિત થયા. પાંચ વર્ષનો શ્રમણ પર્યાય પાળી વિપુલ પર્વત તેઓ સિદ્ધ થયા. ૦ પુર્ણભદ્ર કથા : સુદર્શનની કથા પ્રમાણે જ પૂર્ણભદ્રનું કથાનક જાણવું. તેઓ વાણિજ્ય ગ્રામ નગરવાસી હતા. પાંચ વર્ષનો દીક્ષાપર્યાય હતો. તેઓ વિપુલ પર્વતે મોક્ષે ગયા. ૦ સુમનભદ્ર કથા : આ જ પ્રમાણે સુમનભદ્ર ગાથાપતિનું વર્ણન જાણવું. વિશેષ એ કે – શ્રાવસ્તી નગરી હતી. તેઓએ ઘણાં વર્ષોનો શ્રમણ પર્યાય પાળ્યો. વિપુલ પર્વત સિદ્ધ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy