________________
૪૧૦
આગમ કથાનુયોગ-૩
છો, તમે ઘર્મોના પારગામી છો. તમે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છો. તેથી હે ભિક્ષુ શ્રેષ્ઠ ! આ ભિક્ષા સ્વીકાર કરી અમારી પર અનુગ્રહ કરો.
(જયઘોષમુનિએ કહ્યું) – મને ભિક્ષાથી કોઈ પ્રયોજન નથી. હે કિંજ! જલ્દીથી અભિનિષ્ક્રમણ કરો, જેથી ભયના આવર્તાવાળા સંસારસાગરમાં તમારે ભ્રમણ કરવું ન પડે.
ભોગોમાં કર્મનો ઉપલેપ થાય છે. અભોગી કર્મોથી લિપ્ત થતા નથી. ભોગી સંસારમાં ભ્રમણ કરે છે, અભોગી તેનાથી મુક્ત થઈ જાય છે.
જે પ્રમાણે એક ભીનો અને એક સુકો એવા બે માટીના ગોળા ફેંકવામાં આવે, તે બંને દીવાલ પર પડ્યા. તેમાં જે ભીનો ગોળો હતો, તે દીવાલ પર ચોંટી ગયો. એ પ્રમાણે જે મનુષ્ય દબુદ્ધિ અને કામભોગોમાં આસક્ત છે, તે વિષયો સાથે ચોંટી જાય છે. વિરક્ત સાધક સુકા ગોળાની માફક તેમાં લપાતો નથી.
આ પ્રમાણે વિજયઘોષ બ્રાહ્મણ, જયઘોષ અણગારની પાસે અનુત્તર શ્રેષ્ઠ ધર્મને સાંભળીને પ્રવૃજિત થયા. ૦ બંને મુનિઓનો મોક્ષ :
આ પ્રમાણે વિજયઘોષ અને જયઘોષ બંને મુનિએ સંયમ અને તપ દ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરી અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી.
(નિર્યુક્તિકાર મહર્ષિ વિશેષમાં અહીં જણાવે છે કે–).
એ પ્રમાણે તે વિજયઘોષ બ્રાહ્મણે જયઘોષમુનિ સમીપે અણગાર ધર્મ સ્વીકાર્યો, અનુત્તર ધર્મ સાંભળીને તે પ્રવજિત થયા. પછી જયઘોષ અને વિજયઘોષમુનિ સંસારનો ક્ષય કરીને સિદ્ધિગતિમાં – મોલમાં ગયા.
૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૯૯૩ થી ૧૦૦૬;
ઉત્ત.નિ ૪૬૪ થી ૪૮૩ + ઉત્ત૨.૫ ૨૬૮;
૦ અનાથી મુનિ કથા :
(વાસ્તવમાં અનાથ કે અનાથી નામના કોઈ મુનિ નથી. પણ આ કથાનક જગતુમાં “અનાથમુનિના નામે પ્રસિદ્ધ થયું છે. જેને મહાનિર્ગથીય અધ્યયન કહેલ છે. તેનું બીજું નામ “અનાથ વ્રજ્યા” પણ છે.) ૦ શ્રેણિકને થયેલ મુનિદર્શન :
પ્રભૃત રત્નોથી સમૃદ્ધ મગધાધિપતિ રાજા શ્રેણિક મંડિકુક્ષિ ચૈત્યમાં વિહારયાત્રાને માટે નગરથી નીકળ્યા. તે ઉદ્યાન વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાઓથી આકીર્ણ હતા. વિવિધ પ્રકારના પક્ષીઓથી પરિસેવિત હતું અને વિવિધ પ્રકારના પુષ્પો વડે સારી રીતે આચ્છાદિત હતું. વિશેષ શું કહેવું, તે ચૈત્યઉદ્યાન નંદનવન સમાન હતું
રાજાએ તે ઉદ્યાનમાં વૃક્ષની નીચે બેઠેલા એક સંયત, સમાધિ સંપન્ન, સુકુમાલ અને સુખોચિતને યોગ્ય સાધુને જોયા. સાધુના અનુપમ રૂપને જોઈને રાજાને તે સંયત પ્રત્યે અત્યધિક, અતુલ આશ્ચર્ય થયું – અહો ! શું વર્ણ છેશું રૂપ છે ? અહો ! આ આર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org