________________
શ્રમણ કથાઓ
૫૫
સુપ્રત્યાખ્યાન હોય છે. તેવા પ્રાણી અલ્પતર હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે.
તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરત, પ્રતિવિરતને માટે આપ તથા અન્ય લોકો જે આમ કહે છે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ થાય. તમારું આ કથન ન્યાયયુક્ત નથી. ૦ નવ ભંગ દ્વારા પ્રત્યાખ્યાનની છણાવટ :
ભગવત્ (ગૌતમે) કહ્યું, આ જગતુમાં કોઈ શ્રમણોપાસક હોય છે તેઓ આ પ્રમાણે કહે છે, અમે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવામાં સમર્થ નથી તથા આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાવાસ્યાને દિને પરિપૂર્ણ પૌષધ પાલન કરવાને માટે પણ સમર્થ નથી.
અમે અંત સમયે મારણાંતિક સંખનાનું સેવન કરીને ભક્તપાનનો ત્યાગ કરીને, કાળની ઇચ્છા ન રાખતા વિચરણ કરવામાં પણ સમર્થ નથી. તેથી અમે સામાયિક, દેશાવકાશિક વ્રતને – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં દેશની મર્યાદાઓને
સ્વીકાર કરીને, તેની બહારના સર્વ પ્રાણીઓ – યાવત્ – સર્વ સત્વોને દંડ દેવાનું છોડીને પ્રાણ, ભૂત, જીવ અને સત્વોનું કલ્યાણ કરનારા થઈશું.
(૧) તેમાં પહેલાં જે ત્રસ પ્રાણી છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમયથી લઈને મરણપર્યંત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેઓ પોતાનું આયુ છોડીને, તે મર્યાદાના બહારના ક્ષેત્રમાં ત્રસરૂપે ઉત્પન્ન થાય છે, જેનો શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરી દીધેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે.
તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે તે મહાનું શરીરવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી અધિક હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તેવા પ્રાણી અલ્પ હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકને અપ્રત્યાખ્યાન હોય છે. તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપરત, વિરત, પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે આમ કહે છે, “તેમના માટે એવો કોઈ પર્યાય નથી કે જેના વિષયમાં શ્રમણોપાસકને એક પ્રાણીના પણ દંડનો ત્યાગ હોય.” આ કથન ન્યાયસંગત નથી.
(૨) તે સમીપ દેશમાં રહેનારા જે ત્રસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણના સમયથી મરણપર્યંત દંડ દેવાનો છોડી દીધેલો છે, તેઓ તે આયુને છોડી દે છે અને છોડીને તે જ સમીપ દેશમાં જે સ્થાવર જીવ છે, જેને શ્રમણોપાસકે અનર્થદંડ દેવાનું વર્જિત કરેલ છે પણ અર્થદંડ દેવાનું વર્જિત કરેલ નથી, તેમાં ઉત્પન્ન થાય છે. તેમાં શ્રમણોપાસકે અનર્થદંડ દેવાનું વર્જિત કર્યું નથી.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાયવાળા અને ચિરસ્થિતિવાળા હોય છે. તેવા પ્રાણી વધારે હોય છે, જેના વિષયમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે અને તેવા પ્રાણી અલ્પતર હોય છે, જેના વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org