________________
૯૪
આગમ કથાનુયોગ-૩
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સ્વયં કાત્યાયન ગોત્રીય સ્કંદક પરિવ્રાજકને પ્રવ્રુજિત કર્યો – યાવત્ - ધર્મ કહ્યો – આ પ્રમાણે હે દેવાનુપ્રિય! તારે આ પ્રકારે ચાલવું જોઈએ, આ પ્રકારે ઊભા થવું, આ પ્રકારે બેસવું, આ પ્રકારે સુવું, આ પ્રકારે ખાવું, આ પ્રકારે બોલવું, આ પ્રકારે ઉઠવું, એ રીતે પ્રાણ, ભૂત, જીવ અને સત્વોના વિષયમાં સંયમપૂર્વક વર્તન કરવું અને આ વિષયમાં કિંચિત્ માત્ર પણ પ્રમાદ કરવો નહીં.
ત્યારપછી કાત્યાયાનગોત્રીય સ્કંદકમુનિએ શ્રમણ ભગવંત મહાવીરનો આ પ્રકારનો ધર્મોપદેશ સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો અને જે પ્રકારે શ્રમણ ભગવંત મહાવીરની આજ્ઞા છે, તન્નરૂપ તે ચાલે છે, રહે છે, બેસે છે, સુવે છે, ખાય છે, બોલે છે, ઉઠે છે તેમજ પ્રાણ, ભૂત, જીવ, સત્વોની પ્રતિ સંયમપૂર્વક પ્રવૃત્તિ કરે છે તથા એ વિષયમાં જરા પણ પ્રમાદ કરતા નથી.
ત્યારે તે કાત્યાયનગોત્રીય સ્કંદક અણગાર થયા. ઇર્યાસમિતિયુક્ત – યાવતું – ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, સરળ, ધન્ય, ક્ષમાથી સહન કરનારા, જિતેન્દ્રિય, શોધક, આકાંક્ષારહિત, સંભ્રમરહિત, ઉત્સુકતારહિત, સંયમ સિવાય અન્યત્ર મનને ન રાખનારા, સુશ્રામણ્યમાં લીન અને દાંત થઈને આ નિર્ચન્જ પ્રવચનને સન્મુખ રાખીને, આગળ રાખીને વિચરણ કરવા લાગ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરી અને છત્રપલાશક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહાર જનપદ વિહારથી વિચરવા લાગ્યા. ૦ સ્કંદકમુનિ દ્વારા ભિક્ષુપ્રતિમા ગ્રહણ :
ત્યારપછી તે સ્કન્દક અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિથી આરંભી અગિયાર અંગોનું અધ્યયન કરે છે, અધ્યયન કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન છે, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વિંદના–નમસ્કાર કર્યા, વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવંત! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને હું માસિક ભિક્ષુપ્રતિમા ધારણ કરીને વિચરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ તમને ઉચિત લાગે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને તે સ્કંદક અણગાર હર્ષિત થયા – યાવત્ – એક માસની ભિક્ષુ પ્રતિમાને ધારણ કરી વિચરવા લાગ્યા. - ત્યારપછી તે કંઇક અણગાર માસિક ભિક્ષુ પ્રતિમાને સૂત્ર અનુસાર, કલ્પ અનુસાર, માર્ગ અનુસાર, સત્યતાપૂર્વક અને સમ્યક્ પ્રકારે પૂર્ણતયા કાયા વડે સ્પર્શ કરે છે, પાલન કરે છે, શોભાવે છે, સમાપ્ત કરે છે, પૂર્ણ કરે છે, કીર્તન કરે છે, અનુપાલન કરે છે અને આજ્ઞા પ્રમાણે આરાધના કરે છે.
એ રીતે સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શીને, પાલન કરીને, શોભિત કરીને, સમાસ કરીને, પૂર્ણ કરીને, કીર્તન કરીને, અનુપાલન કરીને, આજ્ઞાપૂર્વક આરાધીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજતા હતા ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદના, નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org