________________
શ્રમણ કથાઓ
કાર્ય માટે આવી. યક્ષની પૂજા કરીને જ્યાં તેની પ્રદક્ષિણા દેવાની શરૂ કરી, ત્યાં પેલા મલિન ગાત્રવાળા સાધુને જોયા. તે મુનિના લોહી, ચરબી, માંસ ઉડી ગયા છે. માત્ર હાડકાંનો માળો શરીરમાં બાકી રહેલો દેખાય છે. ગોળ ઊંડા ઉતરી ગયેલા નેત્રવાળા, ટોપરાના કાચલા સરખા ત્રિકોણ મસ્તકવાળા, અતિ શ્યામ વર્ણવાળા, મળથી દુર્ગંધ મારતી કાયાવાળા તે સાધુને જોઈ દુર્ગંધથી તેના પર ઘૂત્કાર કરવા લાગી.
૪૦૩
-
મુનિની ભક્તિથી તે યક્ષે તીવ્રકોપથી ભદ્રાના શરીરમાં પ્રવેશ કર્યો. તેણી ન બોલવા યોગ્ય ખરાબ પ્રલાપો કરવા લાગી, શૂન્ય દિશાઓ તરફ જવા લાગી. જ્યારે સર્વે ઉપચારો નિષ્ફળ ગયા ત્યારે યક્ષે જાતે પ્રગટ થઈને કહ્યું કે, આ પુત્રીએ સાધુની નિંદા – અવજ્ઞા કરી છે. જો આ કન્યા તે મુનિને આપો, તો નિઃસંદેહ તેને મુક્ત કરી દઉં. રાજાએ યક્ષનું વચન કબૂલ કર્યું. ત્યારપછી સ્વસ્થ અવસ્થા પામેલી સર્વાલંકારથી અલંકૃત્ દેહવાળી પુત્રીને પિતાએ પરણવા માટે મુનિ પાસે મોકલી. પણ મુનિએ તેનો અસ્વીકાર કરતા કહ્યું કે, મુનિઓ નિષ્કપટ ભાવથી બ્રહ્મચર્યને ધારણ કરનારા હોય છે.
ત્યારે યક્ષે મહર્ષિનું રૂપ આચ્છાદિત કરી, પોતે બીજું જ મહારૂપ ધારણ કરી તેને પરણી, આખી રાત્રિ તેની સાથે પસાર કરી પછી તેણીને ત્યજી દીધી. ત્યારે તે કન્યા રોતી રોતી પિતા પાસે પહોંચી. ત્યારપછી રુદ્રદેવ પુરોહિત રાજાને આ પ્રમાણે કહ્યું કે, મહર્ષિઓએ જે પત્નીનો (સ્ત્રીનો) ત્યાગ કર્યો હોય તે નક્કી બ્રાહ્મણની પત્ની થાય છે, માટે હે દેવ ! મને જ તે દક્ષિણામાં આપો.
કોઈ વખતે તે રુદ્રદેવે યજ્ઞનો આરંભ કર્યો. રુદ્રદેવે યજ્ઞપત્ની તરીકે ભદ્રાને યજ્ઞના આરંભમાં સ્થાપન કરી. દેશ-દેશાવરથી યજ્ઞમાં ભડ–ચડ આદિ અનેક ત્યાં આવી પહોંચ્યા. તે વખતે માસક્ષમણના ઉપવાસી હરિકેશબલમુનિ ત્યાં પધાર્યા. તે આ પ્રમાણે— ૦ યજ્ઞવાડમાં મુનિનું આગમન–બ્રાહ્મણોનો રોષ :
હરિકેશબલ ચાડાંલ કુળમાં ઉત્પન્ન થયેલા, તો પણ ઉત્તમ ગુણોના ધારક અને જિતેન્દ્રિય ભિક્ષુ હતા.
તેઓ ઇર્યાં, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાનનિક્ષેપ એ પાંચ સમિતિઓમાં યત્નશીલ અને સમાધિસ્થ સંયમી હતા, મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત હતા. જિતેન્દ્રિય
હતા.
એવા મુનિ ભિક્ષાને માટે યજ્ઞ મંડપમાં ગયા, જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા હતા. તપથી તે મુનિનું શરીર સૂકાઈ ગયું હતું. તેમની ઉપધિ અને ઉપકરણ પણ જીર્ણ અને મલિન હતા. તે સ્થિતિમાં મુનિને આવતા જોઈને તે અનાર્યો તેમનો ઉપહાસ કરવા લાગ્યા. જાતિમદથી પ્રતિબદ્ધ, રૃક્ષ, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ તેમને આ પ્રમાણે કહ્યું–
બીભત્સ રૂપવાળા, કાળા, વિકરાળ, બેડોળ નાકવાળા અલ્પ અને મલિન વસ્ત્રધારી, પાંશુપિશાચ, સંકરદૂષ્ય ધારણ કરનાર એવા આ કોણ આવી રહ્યા છે.
અરે ! અદર્શનીય ! તું કોણ છે ? અહીં કઈ આશાએ તું આવેલો છે ? ગંદા અને ધૂળીયા વસ્ર વડે તું અર્ધ નગ્ન પિશાચ જેવો દેખાઈ રહ્યો છે. જા, ભાગ અહીંથી. અહીં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org