________________
શ્રમણ કથાઓ
નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા.
-
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને જોયો, જોઈને તેને ઓળખી લીધો. ત્યારે કૃષ્ણ વાસુદેવ ભયંકર ક્રોધિત થઈને – યાવત્ – આ પ્રમાણે બોલ્યા— અહો ! આ અપ્રાર્થિતનો પ્રાર્થિત – યાવત્ - શ્રી, ી, ધૃતિ, કીર્તિથી રહિત સોમિલ બ્રાહ્મણ છે, જેણે મારા સહોદર નાના ભાઈ ગજસુકુમાલ અણગારને અકાળે જ મૃત્યુને શરણે પહોંચાડી દીધેલ છે. આ પ્રમાણે કહીને સોમિલ બ્રાહ્મણના મૃતકને ચાંડાલો પાસે ઘસેડાવ્યું. ઘસેડાવીને તે ભૂમિને પાણી વડે ધોવડાવી, ધોવડાવ્યા બાદ જ્યાં પોતાનું ભવન હતું. ત્યાં પહોંચી, પોતાના ઘરમાં પ્રવેશ કર્યો.
ત્યારપછી કૃષ્ણે સોમીલનું સર્વસ્વ હરણ કરી લીધું. પછી સમુદ્રવિજય આદિની પાસે જઈને બધો જ વૃત્તાંત જણાવ્યો. ત્યારે તે દશારકુલ પવનવેગથી ત્રાસિત કરાયેલા નાગભવન સદંશ વ્યાકુળ થઈ ગજસુકુમાલના શોકમાં ગર્ત થયું. એ પ્રમાણે કૃષ્ણે સંક્ષેપમાં ગજસુકુમાલનો ગર્ભપ્રવેશ, બાલ્યભાવ, યૌવન, પ્રતિમાગ્રહણ – યાવત્ – નિર્વાણ પર્યંતની સર્વે વાત જણાવી. જણાવીને મોટા મોટા અવાજથી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા થાવત્ સમય વિતતા જતા ધીમે ધીમે શોકરહિત થયા.
-
આ રીતે પિતૃવનમાં સસરા દ્વારા ગજસુકુમાલ મહર્ષિને બાળી નાંખ્યા. તો પણ તે ધર્મથી ચલિત ન થયા. તે દુષ્કરકારકને વંદન કરું છું
(આ કથા અંતગડદસામાં ચરિત્ર વર્ણન રૂપે છે અને આવશ્યક ચૂર્ણિમાં તથા બૃહત્કલ્પ ભાષ્ય આદિમાં ભયના અધ્યવસાયને આશ્રિને આ કથાનું નિરૂપણ કરાયેલ છે.)
૦ આગમ સંદર્ભ
=
આયા.મૂ. ૨૦૭ ની વૃ;
મરણ. ૪૩૨, ૪૩૩;
આવ.યૂ. ૧–પૃ. ૩૫૫ થી ૩૬૫, ૫૩૬;
૨૮૩
ઠમૂ ૩૯૨ની વૃ; હ.ભા. ૬૯૬;
Jain Education International
X
X
તે
(ગજસુકુમાલના ઉપસર્ગ વિશે બીજી પણ એક વાત સંસ્તારક પયત્રામાં છે, તે દૃષ્ટાંત મુજબ તે કોઈ બીજા ગજસુકુમાલ હોવા જોઈએ તેમ જણાય છે. તે આ પ્રમાણે−)
અંત ૧૩;
વવભા. ૧૦૩૩ની રૃ. આવનિ ૭૨૪ની વૃ;
૦ ગજસુકુમાલ–૨ કથા :
ગજસુકુમાલ નામે કોઈ શ્રેષ્ઠીપુત્ર હતા. તેના મસ્તકે આર્દ્ર ચર્મ બાંધી દીધું, તેના લીધે તેમને હજારો ખીલા શરીરમાં ખૂંચતા હોય તેવી વેદના થઈ, તે ભૂમિતલ પર પડી ગયા, તો પણ તેણે એ વેદના સમભાવે સહન કરીને સમાધિ મરણ સાધ્યું.
(અહીં સંસ્તારક પયત્રાની વૃત્તિમાં વત્તવત્ એમ જણાવે છે અને તે પ્રમાણે તેનો ઉપસર્ગ આર્દ્રચર્મનો નહીં પણ અગ્નિ વડે બાળી નાંખ્યાનો થયો હોય કેમકે સંસ્તારક પયત્રાની ગાથા ૮૫માં ‘“કુરુદત્ત’’ કુમારના દૃષ્ટાંતમાં એવું જણાવેલ છે કે, માથામાં ભીની માટીની પાળ બાંધી, ચિતામાંથી અંગારા ભરી તેને અગ્નિ વડે બાળી નાંખ્યા – આ વૃત્તિ પ્રમાણે તે ગજસુકુમાલ–૧ની કથાનો સંક્ષેપ જણાય છે. તેથી મૂળ શ્લોક અને વૃત્તિમાં વિસંવાદિતા જણાય છે. સત્ય તો બહુશ્રુતો જ કહી શકે.)
૦ આગમ સંદર્ભ :
For Private & Personal Use Only
www.jainelibrary.org