________________
૨૮૪
આગમ કથાનુયોગ-૩
સંથા ૮૫, ૮૭;
મરણ. ૪૯3;
૦ સુમુખકુમાર કથા :
તે કાળે, તે સમયે દ્વારિકા નામની નગરી હતી. ત્યાં કૃષ્ણ નામે વાસુદેવ રાજા હતો – યાવતું – વિચરણ કરતો હતો.
કોઈ દિવસે ભગવંત અરિષ્ટનેમિ તીર્થકર વિચરણ કરતા દ્વારિકા નગરીમાં પધાર્યા.
ત્યાં બલદેવ નામે રાજા હતો. તેને ધારિણી નામે (પત્ની) રાણી હતી. ત્યારે ધારિણીદેવીએ એક વખત કોઈ દિવસે તેવા પ્રકારની શય્યામાં સૂતી હતી ત્યારે પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહના સ્વપ્નને જોઈને જાગી. ત્યારપછીનું પુત્રજન્મ આદિ વર્ણન ગૌતમકુમારની માફક જાણી લેવું.
વિશેષ એટલું જ કે તેનું નામ સુમુખકુમાર રાખ્યું. તેનો ૫૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. પ્રીતિદાનમાં ૫૦૫૦ વસ્તુઓ મળી. તેણે દીક્ષા લીધી. ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું. વશ વર્ષના શ્રમણ પર્યાયનું પાલન કર્યું. શેષ સર્વ વર્ણન પૂર્વવત્ (ગૌતમકુમાર પ્રમાણે) જાણવું – યાવત્ – શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૬;
અંત ૧૦, ૧૪;
૦ દુર્મુખ (કુમાર) કથા :
દ્વારાવતી (દ્વારિકા)ના એક રાજા બળદેવ અને રાણી ધારિણીના પુત્ર દુર્મુખકુમાર હતું. તેઓ એક વખત કૃષ્ણ વાસુદેવ સાથે દ્રૌપદીને છોડાવવા અપરકંકા નગરી ગયેલા. તેમણે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. શત્રુંજય તીર્થે તેઓ મોલે પધાર્યા. તેમની કથા સુમુખકુમાર પ્રમાણે જાણવી.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૪;
અંત. ૧૦, ૧૪;
૦ ફૂપદારક (કુમાર) કથા :
દ્વારાવતીના એક રાજા બળદેવ અને રાણી ધારિણીના પુત્ર કૂપદારક કુમાર હતા. તેને કૂપક પણ કહે છે. ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ, શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. તેમની સર્વકથા સુમુખકુમાર પ્રમાણે જાણવી.
૦ આગમ સંદર્ભ :અંત. ૧૦, ૧૪;
– ૮ – ૮ – ૦ દારુક (કુમાર) કથા -
હારાવતીના એક રાજા વસુદેવ અને રાણી ધારિણીના એક પુત્ર દારુકકુમાર હતા. ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. તેઓ શત્રુંજય તીર્થે મોક્ષે ગયા. સર્વકથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org