________________
શ્રમણ કથાઓ
૧૯૧
કામોમાં ઉત્પન્ન થયો, ભોગોમાં સંવર્ધિત થયો, તો પણ કામરજથી લિપ્ત થયો નથી. ભોગરજથી લિપ્ત થયો નથી. હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે. જન્મ, જરા, મરણથી ભયભીત થયો છે. આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરવાને ઇચ્છુક છે. તેથી અમે આપ દેવાનુપ્રિયને તેને શિષ્યભિલા રૂપે અર્પિત કરીએ છીએ, હે દેવાનુપ્રિય! આપ આ શિષ્યભિક્ષા સ્વીકારો.
ત્યારપછી મેઘકુમારના માતાપિતાના આ કથનને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરે આ વાતને સમ્યક્ પ્રકારે સ્વીકારી. ૦ મેઘકુમારની પ્રવજ્યા :
ત્યારપછી મેઘકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ઇશાન ખૂણામાં ગયા, જઈને સ્વયં જ આભરણ, માળા, અલંકાર ઉતાર્યા. ત્યારે મેઘકુમારની માતાએ હંસસદશ શ્રેત, કોમળ વસ્ત્ર ખંડમાં તે આભરણ, માળા અને અલંકારને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જળધારા, નિર્ગુડીના પુષ્પ અને તૂટેલી મુક્તાવલી સમાન આંસુ ટપકાવતી, રોતી રોતી, આક્રંદન કરતી, વિલાપ કરતી આ પ્રમાણે બોલી
હે પુત્ર! પ્રાપ્ત ચારિત્ર યોગમાં યતના કરજે, હે પુત્ર! અપ્રાપ્ત ચારિત્રયોગમાં ઘટના કરજે અર્થાત્ પ્રયત્નશીલ થજે. હે પુત્ર (સંયમમાં) પરાક્રમ કરજે, સંયમ સાધનામાં પ્રમાદ ન કરજે. અમારે માટે પણ આ જ માર્ગ છે આ પ્રમાણે કહીને મેઘકુમારના માતાપિતાએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ગયા.
ત્યારપછી મેઘકુમારે સ્વયં પંચમુખિક લોચ કર્યો, લોચ કરીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! આ સંસાર આલિત છે, હે ભગવન્! આ સંસાર પ્રદીપ્ત છે, તે ભગવન્! આ સંસાર જરામરણથી આલિત–પ્રદીપ્ત છે.
જેમ કોઈ ગૃહપતિ ઘરમાં આગ લાગે ત્યારે તે ઘરમાંથી અલ્પભારવાળી પણ બહુમૂલ્ય વસ્તુ હોય, તેને લઈને સ્વયં એકાંતમાં ચાલ્યો જાય છે અને વિચારે છે કે અગ્રિમાંથી બળતું બચાવેલ આ દ્રવ્ય મારા માટે પછીથી અને અત્યારે પણ હિતને માટે, સુખને માટે, શાંતિને માટે, કલ્યાણને માટે અને ભવિષ્યમાં પણ ઉપયોગી થશે.
આ જ પ્રમાણે મારો પણ આત્મારૂપી ભાંડ છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ છે. તેને સુરક્ષિત કાઢી લેવાથી તે મારા સંસારનો ઉચ્છેદ કરનારો થશે. તેથી હું ઇચ્છું છું કે, આપ દેવાનુપ્રિય મને સ્વયં પ્રવજિત કરો, સ્વયં જ મુંડિત કરો, સ્વયં જ પડિલેહણ આદિ શીખડાવો, સ્વયં જ સૂત્ર અને અર્થની શિક્ષા આપો. સ્વયં જ આચારગોચર, વૈનયિક, ચરણ, કરણ, સંયમ યાત્રા અને માત્રા આદિ રૂપ ધર્મની પ્રરૂપણા કરો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સ્વયં જ મેઘકુમારને પ્રવૃજિત કર્યા – યાવત્ - ધર્મની શિક્ષા આપી. – હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે ચાલવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે બેસવું, આ પ્રમાણે ઉભવું, આ પ્રમાણે ભોજન કરવું. આ પ્રમાણે બોલવું, આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org