________________
શ્રમણ કથાઓ
૬૯
અને ભાડાંગાર સમાન જાણવા. ઉત્તમ એવા આઠ હસ્તિ, જે સર્વે રત્નોથી અલંકૃત્ અને ભાડાગાર સદશ જાણવા. ઉત્તમ એવા આઠ યાન, આઠ ઉત્તમ યુગ્મ એ જ પ્રમાણે આઠ– આઠ શિબિકાઓ, ચન્દમાનિકાઓ, ગિલિકા (અંબાડી) થિલિકા (પલાણ), આઠ વિકટયાન, આઠ પરિયાનિક, રથ, સંગ્રામને યોગ્ય એવા આઠ રથ, ઉત્તમ એવા આઠ અશ્વો, ઉત્તમ એવા આઠ હાથી આપ્યા.
જેમાં ૧૦,૦૦૦ કુળ હોય છે, તેને એક ગ્રામ કહેવાય છે, એવા ઉત્તમ આઠ ગામ આપ્યા. ઉત્તમ આઠ દાસ, એ પ્રમાણે આઠ–આઠ દાસીઓ, કિંકર, કંચુકી, વર્ષધર, અને મહત્તર આપ્યા.
આઠ સુવર્ણના, આઠ રજતના, આઠ સુવર્ણ–રજતના, એવાં આઠ અવલંબન દીપ, આઠ સુવર્ણનારજતના અને સુવર્ણરજતના ઉત્કચન દીપ, એ જ પ્રમાણે ત્રણ પ્રકારના પંજરદીપ આપ્યા.
સુવર્ણના, રજતના, સુવર્ણ–રજતના એવા આઠ થાળ, આઠ પાત્રિકા, આઠ તાસક, આઠ મલક, આઠ તલિકા, આઠ કવિચિકા–ચમચી, આઠ તવેથા, આઠ કડાઈ આઠ પાદપીઠ આદિ આપ્યા.
એ જ પ્રમાણે સુવર્ણની, રજતની, સુવર્ણરજતની આઠ લિસિકા, આઠ કરોટિકા, આઠ પલંગ, આઠ પ્રતિશય્યા, આઠ હંસાસન, આઠ ક્રૌંચાસન, આઠ ગરુડાસન, આઠ ઉન્નતાસન, આઠ નીચા આસન, આઠ દીર્ષાસન, આઠ ભદ્રાસન, આઠ પદ્માસન, આઠ મકરાસન, આઠ પદ્માસન, આઠ વૃષભાસન, આઠ દિકુસ્વસ્તિકાસન આદિ સુવર્ણાદિ ત્રણે પ્રકારના આપ્યા.
આઠ તેલ સમુદ્ગ – તેલના પાત્ર ઇત્યાદિ બધું પ્રદેશ રાજાના કથનાનુસાર જાણી લેવું જોઈએ.
આઠ કોષ્ઠસમગ, એ જ પ્રકારે પત્ર, ચોક, તગર, ઇલાયચી, હડતાલ, હિંગલોક, મનસિલ, અંજનસમુદૂગક, આઠ સર્ષપસમુદ્ગ આપ્યા.
આઠ કુન્જા દાસીઓ ઇત્યાદિ કોણિક કથા મુજબ જાણવું – યાવત્ – આઠ પારસ દેશની દાસીઓ આપી.
આઠ છત્ર, આઠ છત્રધારી દાસીઓ, આઠ ચામર, આઠ ચામરધારી દાસીઓ, આઠ પંખા, આઠ પંખાધારી દાસીઓ, આઠ પાનદાન, આઠ પાનદાન દેનારી દાસીઓ, આઠ ક્ષીરપાત્રિઓ, આઠ મજ્જનધાત્રિઓ, આઠ મંડન ધાત્રિઓ, આઠ ખેલાવણ ધાત્રિઓ, આઠ અંકધાત્રિઓ, આઠ અંગમર્દિકાઓ, આ3 ઉન્મર્દિકાઓ, આઠ સ્નાન કરાવનારી દાસીઓ આપ્યા.
આઠ ચંદન ઘસનારી, આઠ ચૂર્ણ પીસનારી, આઠ ક્રીડાકારી, આઠ દવકારી, આઠ ઉપસ્થાપિકા, આઠ નાટક કરનારી, આઠ કૌટુંબિકા, આઠ રસોઈ કરનારી, આઠ ભાંડાગારિણી, આઠ આતિથ્ય કરનારી, આઠ પુષ્પધારિણી, આઠ પાણી પીવડાવનારી, આઠ બલિકારિકા, આઠ શય્યાકારિકા, આઠ અત્યંતર પ્રતિહારી, આઠ બાહ્ય પ્રતિહારિણી, આઠ માલાકારિણી, આઠ પ્રેષણકારિણી આદિ દાસીઓ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org