________________
શ્રમણ કથાઓ
૪૧૩
મૂલથી ઉચ્છેદ કરી શકતા નથી. જેમની ઈર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ અને ઉચ્ચાર પ્રસ્ત્રવણના પરિષ્ઠાપનમાં સજાગતા નથી. તે આ માર્ગનું અનુગમન કરી શકતા નથી. તે માર્ગે વીરપુરુષ ચાલે છે.
જે અહિંસાદિ વ્રતોમાં અસ્થિર છે, તપ અને નિયમોથી ભ્રષ્ટ છે, તે દીર્ધકાળ સુધી મુંડ રુચિ રહીને અને આત્માને કષ્ટ આપીને પણ સંસારનો પાર પામી શકતા નથી.
જે ખાલી મુઠીની સમાન નિસ્સાર છે, ખોટા સિક્કાની માફક અપ્રમાણિત છે, વૈડૂર્યની માફક ચમકતા તુચ્છ કાચમણિ છે, તે જાણનારા પરીક્ષકોની દૃષ્ટિમાં મૂલ્યહીન છે.
જે કુશીલવેષ અને ઋષિધ્વજ (રજોહરણાદિ મુનિ ચિન્હ) ધારણ કરીને જીવિકા ચલાવે છે, અસંયત હોવા છતાં પણ પોતાને સંયત કહે છે, તે દીર્ધકાળ સુધી વિનાશને પ્રાપ્ત થાય છે.
જે લક્ષણ અને સ્વપ્ન વિદ્યાનો પ્રયોગ કરે છે, નિમિત્તશાસ્ત્ર અને કૌતુક કાર્યમાં અત્યંત આસક્ત છે, મિથ્યા આશ્ચર્ય ઉત્પન્ન કરનારી કુહેટવિદ્યા – જાદૂગરીના ખેલથી આજીવિકા ચલાવે છે, તે કર્મફળ ભોગના સમયે કોઈનું શરણ પામી શકતા નથી.
તે શીલરહિત સાધુ પોતાના તમસ્તમ – તીવ્ર અજ્ઞાનને કારણે વિપરિત દૃષ્ટિને પ્રાપ્ત થાય છે. જેનાથી અસાધુ પ્રકૃતિવાળા તે સાધુ મૌન–મુનિધર્મની વિરાધના કરી સતત દુ:ખ ભોગવતા નરક અને તિર્યંચગતિમાં આવાગમન કરતા રહે છે.
જે ઔશિક, ક્રીમ, નિયાગ આદિ રૂપ કિંચિત્ માત્ર પણ અષણીય આહાર છોડતા નથી, તે અગ્રિની માફક સર્વભક્ષી ભિક્ષુ પાપકર્મ કરીને અહીંથી મરીને પછી દુર્ગતિમાં જાય છે.
સ્વયં જ પોતાના દૂષ્પવૃત્તિશીલ દુરાત્મા જે અનર્થ કરે છે, તે ગળું કાપનારા શત્ર પણ કરી શકતા નથી. ઉક્ત તથ્યને નિર્દયસંયમહીન પુરુષ મૃત્યુની ક્ષણોમાં પશ્ચાત્તાપ કરતા જાણી શકશે.
જે ઉત્તમાર્થમાં વિપરિત દૃષ્ટિ રાખે છે, તેની બ્રામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. તેને માટે આ લોક કે પરલોક નથી. બંને લોકના પ્રયોજનથી શૂન્ય હોવાના કારણે તે ઉભયભ્રષ્ટ ભિક્ષુ નિરંતર ચિંતામાં ઘોળાતો રહે છે.
આ પ્રમાણે સ્વચ્છેદ અને કુશીલ સાધુ પણ જિનોત્તમના માર્ગની વિરાધના કરી, એ જ રીતે પરિતાપને પ્રાપ્ત થાય છે, જે રીતે ભોગોમાં આસક્ત થઈને નિરર્થક શોક કરનારી કુકરી–ગીધ પક્ષિણી પરિતાપને પ્રાપ્ત થાય છે.
મેધાવી સાધક આ સુભાષિતને અને જ્ઞાનગુણથી યુક્ત અનુશાસનને સાંભળીને કુશીલ વ્યક્તિઓના બધાં માર્ગોને છોડીને મહાન્ નિગ્રંથોના પથ પર ચાલે છે.
ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન નિગ્રંથ નિરાશ્રવ હોય છે, અનુત્તર શુદ્ધ સંયમનું પાલન કરી તે નિરાશ્રવ સાધક કર્મોનો ક્ષય કરી વિપુલ, ઉત્તમ અને શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરે છે.
આ પ્રમાણે તે ઉગ્ર–દાંત, મહાન, તપોધન, મહાપ્રતિજ્ઞ, મહાયશસ્વી, મહામુનિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org