________________
૧૯૪
આગમ કથાનુયોગ-૩
કરવામાં પ્રીતિવાળો, મૈથુનપ્રિય, કામભોગોમાં અતૃપ્ત, કામભોગોમાં તૃષ્ણાવાળો હતો અને ઘણાં જ હાથીઓ અને – યાવત્ – તેમનાથી પરિવૃત્ત થઈને વૈતાદ્ય પર્વતની તળેટીમાં, પર્વતોમાં, દરીમાં, કુતરોમાં, કંદરાઓમાં, ઉઝરોમાં, ઝરણામાં, વિદરોમાં, ખાઈમાં, પલ્લવોમાં, ચિત્તલોમાં, કટકોમાં, કટ પલ્લવોમાં, તટોમાં, અટવીમાં, ઢકોમાં, કૂટો પર, શિખરો પર, પ્રાગભારો પર, મંચો પર, બગીચામાં, કાનનોમાં, વનોમાં, વનખંડોમાં, વનરાજીઓમાં, નદીઓમાં, નદીકક્ષોમાં, યૂથોમાં, સંગમોમાં, વાવડીઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિંકાઓમાં, ગુંજાલિકામાં, સરોવરોમાં, સરોવર પંક્તિઓમાં, સર સરઃ પંક્તિઓમાં, વનચરો દ્વારા વિચરણ કરવાની જેને છૂટ અપાઈ હોય એવો તું ઘણાં હાથીઓ - યાવતું - કલભીઓથી પરિવૃત્ત થઈને વિવિધ પ્રકારના તરુપલ્લવો, પાણી અને ઘાસનો ઉપયોગ કરતો નિર્મમ અને ઉકેગરહિત સુખપૂર્વક વિચરણ કરતો હતો.
ત્યારપછી હે મેઘ ! કોઈ સમયે પ્રાવૃટ, વર્ષા, શરદ, હેમંત, વસંત ક્રમશઃ આ પાંચ ઋતુઓના વ્યતીત થઈ ગયા પછી ગ્રીષ્મઋતુનો સમય આવ્યો, ત્યારે જ્યેષ્ઠ માસમાં વૃક્ષોના પરસ્પર ઘસાવાથી ઉત્પન્ન થયેલ તથા સુકા ઘાસ, પાંદડા અને કચરાથી અને વાયુના વેગથી દીપ્ત થયેલ મહાભયંકર અગ્નિ વડે ઉત્પન્ન દાવાનલની જ્વાળાઓથી વનનો મધ્યભાગ સળગી ઉઠ્યો, જેના લીધે દિશાઓ ધુમાડા વડે વ્યાપ્ત થઈ ગઈ અને પ્રચંડ વાયુવેગથી અગ્નિની જ્વાલા વધીને ચારે તરફ ફેલાવા લાગી.
– ખોખલા વૃક્ષો અંદર–અંદર જ સળગવા લાગ્યા. વનપ્રદેશના નદી નાળાના પાણી મૃત કલેવરોથી સડવા લાગ્યા, ખરાબ થઈ ગયા, તેનું કીચડ કીડાવાળું થઈ ગયું. તેના કિનારાના પાણી સુકાઈ ગયા, ભંગારક પક્ષી, દીનતાપૂર્વક આઝંદન કરવા લાગ્યા, ઉત્તમ વૃક્ષો પર સ્થિત કાગડા અત્યંત કઠોર અને અનિષ્ટ શબ્દો કરવા લાગ્યા. તે વૃક્ષોના અગ્ર ભાગ અગ્રિકણોને કારણે મૂંગાની જેવા લાલ દેખાવા લાગ્યા. તરસથી પીડિત થઈને પક્ષી સમૂહ પાંખ ઢીલી કરી જીભ અને તાળવું ખોલી, મોઢું ફાડી શ્વાસ લેવા લાગ્યા.
– ગ્રીષ્મકાળની ઉષ્ણતા, સૂર્યનો તાપ, અત્યંત કઠોર અને પ્રચંડ વાયુ અને સુકા ઘાસ–પાંદડા અને કચરાથી યુક્ત વંટોળીયાને કારણે ભાગદોડ કરનારા, ભયભીત સિંહ આદિ શ્રાપદોના કારણે શ્રેષ્ઠ પર્વત આકુળ–વ્યાકુળ થઈ ગયો હોય તેવો પ્રતીત થતો હતો. તે પર્વત પર મૃગજળરૂપ પતાકા બાંધી હોય તેવો લાગતો હતો. ત્રસિત થયેલા મૃગ, પશુ અને સરિસૃપ અહીં-તહીં તરફડવા લાગ્યા. આ ભયાનક અવસરે તે સુમેરુપ્રભ નામક હાથીનું મુખ ફાટી ગયું, જીભનો અગ્ર ભાગ બહાર નીકળી ગયો. મોટા મોટા બંને કાન ભયથી સ્તબ્ધ અને વ્યાકુળતાના કારણે શબ્દ ગ્રહણ કરવામાં તત્પર બન્યા.
– તે સુમેરુપ્રભ હાથીની મોટી સુંઢ સડક થઈ ગઈ, તેણે પૂંછડી ઊંચી કરી લીધી અને ગર્વથી વિરસ બરાડા પાડવા લાગ્યો. તેના ચિત્કારથી આકાશતલ વ્યાપ્ત થઈ ગયું. પગના આઘાતથી પૃથ્વીતલને કંપાવવા લાગ્યો, સીત્કાર કરતો એવો અને ચારે તરફ સર્વત્ર વેલોના સમૂહને કચડતો એવો હજારો વૃક્ષોને ઉખેડતો એવો, રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજાની સમાન, વાયુથી ભટકતા જહાજની સમાન, મંડલવાયુની જેમ પરિભ્રમણ કરવા લાગ્યો. વારંવાર લાદ કરવા લાગ્યો, ઘણાં જ હાથીઓ, હાથણીઓ – યાવત્ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org