________________
શ્રમણ કથાઓ
૩૩૯
દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તે સહસ્ત્રાર કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. તે મહાવિદેહે મોક્ષે જશે.
૦ આગમ સંદર્ભ :
કમ્પ. ૧, ૩;
૦ આનંદ કથા –
– આનંદની કથા પમકુમાર મુજબ જ જાણવી.
– વિશેષતા ફક્ત એ છે કે તે શ્રેણિકના પુત્ર પિતૃસેનકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ આનંદા હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેણે બે વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામી, તે પ્રાણત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે.
૦ આગમ સંદર્ભ :કમ્પ. ૧, ૩;
-- ૪ - x – ૦ નંદન કથા :
– નંદનની કથા પદ્મકુમારની કથા જેવી જ છે.
– વિશેષતા એટલી જ કે, રાજા શ્રેણિકના પુત્ર મહાસેનકૃષ્ણનો પુત્ર હતો. તેની માતાનું નામ નંદના હતું. તેણે ભગવંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી, તેનો દીક્ષા પર્યાય બે વર્ષનો હતો. કાળધર્મ પામીને તે અય્યત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ પાળીને મહાવિદેહે મોક્ષે જશે.
૦ આગમ સંદર્ભ :– કિ. ૧, ૩;
૦ અંગતિ કથા -
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશીલક ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. તે કાળે, તે સમયે સ્વામી (શ્રમણ ભગવંત મહાવીર) સમોસર્યા પર્ષદા ધર્મ શ્રવણાર્થે નીકળી. ૦ જ્યોતિર્મેન્દ્ર ચંદ્રનું આગમન :
તે કાળે, તે સમયે જ્યોતિશ્કેન્દ્ર, જ્યોતિષ્કરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં, સુધર્માસભામાં ચંદ્ર સિંહાસન પર બેઠા બેઠા ૪૦૦૦ સામાનિક દેવો સાથે – યાવત્ - વિચરતો હતો. તે શ્રેષ્ઠ નિર્મળ અવધિજ્ઞાનથી આ પરિપૂર્ણ જંબૂઢીપ નામક દ્વીપને અવલોકન કરતો જુએ છે. શ્રમણ ભગવંત મહાવીરને જોઈને સૂર્યાભદેવની માફક આભિયોગિક દેવોને બોલાવે છે. બોલાવીને – યાવત્ – સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન બનાવીને તે આજ્ઞાની પૂર્તિ કરી સૂચના પાછી આપે છે. સુસ્વર ઘંટા વગાડે છે – યાવત્ - યાનિ–વિમાન વિકુર્વે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org