________________
શ્રમણ કથાઓ
૧૧૯
થાઓ. તુરંત જ તે કુબ્બા રૂપને બદલે સુવર્ણ સમાન સુંદર રૂપવાળી થઈ ગઈ. તેથી રાજાએ તેનું નામ સુવર્ણગુલિકા પાડ્યું. – ચંડપ્રદ્યોત રાજાનું આગમન :
- પછી તેને ભોગો ભોગવવાની ઇચ્છા થઈ. યોગ્ય વર મળ્યા વિના આ રૂપ શા કામનું ? ઉદાયન રાજા તો મારા પિતા સમાન છે. બીજા બધા આરક્ષક સમાન છે, મને પ્રદ્યોત રાજા ખૂબ જ ગમે છે. તેથી ચંડપ્રદ્યોત રાજા મારો પતિ થાય – એવું વિચારી બીજી ગુટિકા મોઢામાં મૂકી, ત્યારે ગુટિકા દેવતાએ ચંડપ્રદ્યોત રાજા પાસે જઈને દેવદત્તાના રૂપનું વર્ણન કર્યું. તેથી તેણે સુવર્ણગુલિકા (દેવદત્તા)ની માંગણી કરવા દૂતને મોકલ્યો. દૂતે
ત્યાં જઈને દેવદત્તાની પ્રાર્થના કરી, ત્યારે તેણીએ કહ્યું કે, રાજા જાતે આવે તો અમારા બંનેનું મનોવાંછિત પૂર્ણ થશે. દૂતે તે વાત ચંડપ્રદ્યોત રાજાને જણાવી. એટલે ચંડપ્રદ્યોત રાજા અનલગિરિ નામના હાથી પર બેસી રાત્રે આવ્યો. ઉદ્યાનમાં બંને એકઠા થયા. જોતાની સાથે જ રાજા મોહિત થયો, ત્યારે તેણી બોલી કે આ પ્રતિમા સાથે લો તો હું આવું – કેમ કે, હું પ્રતિમા વિના રહી શકે નહીં. તમે આ પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા બનાવીને અહીં લાવો, તેને અહીં મૂકી, આ પ્રતિમા લઈને પછી આપણે જઈએ.
અવંતિપતિ રાજા પ્રદ્યોત પાછો ગયો, પોતાના નગરમાં જઈ જાતિવંત ચંદનની કાષ્ઠની વર્ધમાન સ્વામીની પ્રતિમા બનાવી. આવીને ચૈત્યગૃહમાં સ્થાપન કરાવી. (કોઈ કહે છે કપિલમુનિ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી) પછી જીવિત સ્વામીની મૂર્તિ અને સુવર્ણગુલિકાને લઈને ઉજ્જયની ગયો. ત્યાં આવ્યો ત્યારે અનલગિરિ હાથીએ જે મળમૂત્રનો ત્યાગ કરેલો તેની ગંધથી ઉદાયન રાજાના હાથી ઉન્મત્ત બન્યા. જે દિશાથી ગંધ આવતી હતી, તે દિશાનું અવલોકન કરતા ખ્યાલ આવ્યો કે, આ તો અનલગિરિ હાથીના પગલાં દેખાય છે. નક્કી ચંડપ્રદ્યોત અહીં આવ્યો છે.
રાજા વિચારે છે કે, ચંડપ્રદ્યોત કયા નિમિત્તે અહીં આવ્યો હશે ? ત્યારે રાજાને ખ્યાલ આવ્યો કે, સુવર્ણગલિકા દાસી પણ અહીં દેખાતી નથી. માટે તે આવીને દાસીને લઈ ગયો જણાય છે. રાજપુરુષોએ નિવેદન કર્યું કે, સુવર્ણગુલિકા દાસી ક્યાંય દેખાતી નથી. જ્યારે પૂજા કરવાનો સમય થયો ત્યારે ઉદાયન રાજા પૂજા કરવા ગયો. તેણે જોયું કે, પ્રતિમા પર પુષ્પોની માળા પણ પ્લાન થઈ ગઈ દેખાય છે. ત્યારે રાજાએ જાણ્યું કે, આ પ્રતિમા પણ બદલાઈ ગઈ લાગે છે, તેના જેવી બીજી પ્રતિમા સ્થાપી હોય તેમ જણાય છે. માટે જીવિતસ્વામીની પ્રતિમાનું પણ હરણ કર્યું લાગે છે.
પછી ઉદાયન રાજાએ નિશ્ચય કર્યો કે, આ બધાં લક્ષણો જોતા એવું જણાય છે કે, ચંડપ્રદ્યોત રાજા નિશ્ચયથી અહીં આવેલ છે અને તે પ્રતિમા તથા દાસીનું હરણ કરીને લઈ ગયો છે. ત્યારે તેણે તત્કાળ દૂતને ઉજ્જયની રવાના કર્યો અને ચંડપ્રદ્યોત રાજાને જણાવ્યું કે, મારી દાસી અને પ્રતિમા તું લઈ ગયો છે, મારે દાસીનું કંઈ કામ નથી, પણ જિનપ્રતિમા મને પાછી મોકલી આપ. ચંડપ્રદ્યોતે પ્રતિમા ન આપી. ૦ ચંડપ્રદ્યોત પર ઉદાયન રાજા દ્વારા ચડાઈ :
ત્યાર અતિ ક્રોધિત થયેલા ઉદાયન રાજાએ જેઠ માસમાં દશ મુગટબદ્ધ રાજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org