________________
શ્રમણ કથાઓ
૩૬૭
હે ગૌતમ ! તેમને બોલાવ્યા એટલે દૂર દેશથી તેઓ સતત અપ્રતિબદ્ધ વિહાર કરતા–કરતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમ્યાન એક આર્યાને તેમનાં દર્શન થયા, કષ્ટકારી, ઉગ્રતપ અને ચારિત્રથી શોષાય ગયેલા શરીરવાળા, જેમનાં શરીરમાં માત્ર ચામડી અને હાડકાં બાકી રહેલા છે, તપના તેજથી અત્યંત દીપતા એવા તે સાવદ્યાચાર્યને જોઈને અત્યંત વિસ્મય પામેલી, તે ક્ષણે વિતર્કો કરવા લાગી કે
શું આ મહાનુભવ તે અરિહંત છે કે આ મૂર્તિમાન ધર્મ છે ? વધારે શું વિચારવું ? દેવેન્દ્રોને પણ વંદનીય છે, તેવા તેમના ચરણયુગલ મને પણ વંદન કરવા યોગ્ય છે. એમ ચિંતવી ભક્તિપૂર્ણ હૃદયવાળી તેણીને ફરતા પ્રદક્ષિણાઓ આપીને મસ્તકથી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી એકદમ તે સાવદ્યાચાર્યને પ્રણામ કરતા પગનો સંઘટ્ટો થયો. સાવધાચાર્યનું સમ્યક્ મનોમંથન :
O
કોઈ સમયે તે આચાર્ય જગત ગુરુ તીર્થંકર ભગવંતની માફક ઉપદેશ આપી રહ્યા છે, ત્યારે તે પ્રમાણે ગુરુના ઉપદેશ અનુસાર ક્રમ પ્રમાણે યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા કરે છે, તે પ્રમાણે તેઓ તેની સદ્દહણા કરે છે. એક દિવસ હે ગૌતમ ! મહાનિશીથ શ્રુતસ્કંધના પાંચમાં અધ્યયનની અર્થવિવેચના કરતા હતા. તેટલામાં આ પ્રમાણે ગાથા આવી—
જે ગચ્છમાં તેવું કારણ ઉત્પન્ન થાય અને વસ્ત્રના આંતરા સહિત હસ્તથી સ્ત્રીના હાથનો સ્પર્શ કરવામાં અને અરિહંત પણ પોતે તે કરસ્પર્શ કરે તો તે ગચ્છ મૂલગુણરહિત જાણવો.
ત્યારે પોતાની શંકાવાળા તેમણે વિચાર્યું કે જો અહીં હું યથાર્થ પ્રરૂપણા કરીશ, તો તે સમયે વંદના કરતી આર્યાએ પોતાના મસ્તકથી મારા ચરણાગ્રનો સ્પર્શ કર્યો હતો. તે સર્વે આ ચૈત્યવાસીઓએ જોયેલ છે. તો જેવી રીતે મારું સાવદ્યાચાર્ય નામ પડેલ છે, તે પ્રમાણે બીજું પણ તેવું કંઈક અવહેલના કરનાર નામ ઠોકી બેસાડશે, જેથી સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે હું સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપું, પણ એમ કરવામાં મહા આશાતના થશે, તો હવે મારે શું કરવું ? આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન કરવી ? અથવા ભિન્ન રૂપે કરવી ? અથવા તો અરેરે આ યુક્ત નથી. બંને પ્રકારે અત્યંત ગહણીય છે. આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણા કરવી એ યોગ્ય ન ગણાય. કારણ કે શાસ્ત્રનો આ અભિપ્રાય છે કે
જે ભિક્ષુ બાર અંગરૂપ શ્રુતવચનને વારંવાર ચૂકી જાય, સ્ખલના પામે, તેમાં પ્રમાદ કરે. શંકાદિકના ભયથી એક પણ પદ, અક્ષર, બિંદુ, માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા કરે, સંદેહવાળા સૂત્ર અને અર્થની વ્યાખ્યા કરે. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે ભિક્ષુ અનંત સંસારી થાય. તો હવે મારે શું કરવું ? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશ અનુસાર યથાર્થ સૂત્રાર્થને જણાવું. એમ વિચારીને હે ગૌતમ! સમગ્ર અવયવ વિશુદ્ધ એવી તે ગાથાનું યથાર્થ વ્યાખ્યાન કર્યું.
આ અવસરે હે ગૌતમ ! દુરંત, પ્રાંત, અધમ લક્ષણવાળા તે વેશધારીઓએ સાવદ્યાચાર્યને પ્રશ્ન કર્યો કે, જો એમ છે તો તમે પણ મૂળગુણરહિત છો. કારણ કે તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org