________________
૪૨
આગમ કથાનુયોગ-૩
ભગવંત હિંસાથી રહિત અને સમસ્ત પ્રાણીઓ પર અનુકંપા કરનારા છે. તેઓ સંદેવ ધર્મમાં સ્થિત છે અને કર્મમાં વિવેકના કારણરૂપ છે. એવા તે ભગવંતને તમારા જેવા આત્માને દંડ દેનારા પુરૂષ જ વણિ સમાન કહે છે. આમ કહેવું તે તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે. ૦ આર્ટકમુનિનો શાક્યપુત્ર (બૌદ્ધ) ભિક્ષુ સાથે વાદ : -
કોઈ પુરુષ ખળના પિંડને જો કદાચ “આ પુરષ છે” તેમ માનીને શૂળ વડે વધીને પકાવે અથવા તુંબાને બાળક માનીને પકાવે તો અમારા મનમાં તે પ્રાણીવધ કરવાના પાપનો ભાગી થાય છે.
અથવા તે મ્લેચ્છ પુરુષ જો મનુષ્યને ખળનું પીંડ સમજી તેને શૂળમાં વીંધીને પકાવે અથવા તંબા સમજીને બાળકને પકાવે તો તે પ્રાણીની હત્યાના પાપનો ભાગી થતો નથી. એમ અમારો મત છે.
કોઈ પુરુષ મનુષ્યને અથવા બાળકને ખળનો પિંડ માનીને તેને શૂળમાં વિંધીને આગમાં પકાવે તો તે પવિત્ર છે. તથા બુદ્ધના પારણાને યોગ્ય છે.
જે પુરૂષ ૨૦૦૦ સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે. તે મહાનું પુણ્ય અર્જન કરીને મહાપરાક્રમી આરોગ્ય નામક દેવતા થાય છે,
ત્યારે આર્દકે તેમને ઉત્તર આપ્યો કે–
આ શાક્ય મત સંયમી પુરષોને યોગ્ય નથી. કેમકે પ્રાણીઓનો ઘાત કરીને પાપનો અભાવ કહેવો – આ પ્રમાણે જે કહે છે અને સાંભળે છે, તે બંનેને માટે અજ્ઞાનવર્ધક અને ખોટુ છે.
ઉપર-નીચે અને તિછ દિશાઓમાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સદભાવના ચિન્હોને જાણીને જીવ હિંસાની શંકાથી વિવેકી પુરષ હિંસાથી ઘણા રાખતો એવો વિચારીને ભાષણ કરે અને કાર્ય પણ વિચારીને જ કરે. તો તેને દોષ કઈ રીતે લાગે ?
ખળના સમૂહમાં પુરુષ બુદ્ધિ મૂખને પણ થતી નથી. તેથી જે પુરુષ ખળના સમૂહમાં પુરુષ બુદ્ધિ કે પુરુષમાં ખળના સમૂહની બુદ્ધિ કરે છે, તે અનાર્ય છે. ખળના સમૂહમાં પુરુષ બુદ્ધિ થવી સંભવ જ નથી. એવું વાક્ય કહેવું પણ મિથ્યા છે.
જે વચન બોલવાથી જીવને પાપ લાગે, તે વચન વિવેકી પુરુષે ક્યારેય બોલવું ન જોઈએ. તમારા પૂર્વોક્તવચન ગુણોનું સ્થાન નથી. દીક્ષા ધારણ કરેલ પુરુષ આવું નિસાર વચન કહેતા નથી.
અહો બૌદ્ધો ! માલૂમ પડે છે કે, જાણે તમે જ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તમે જ જીવોના કર્મફળનો વિચાર કર્યો છે, તમારો જ યશ પૂર્વસમુદ્રથી લઈને પશ્ચિમ સમુદ્ર સુધી ફેલાયેલ છે તથા તમે જ હાથમાં રાખેલી વસ્તુની સમાન આ જગતને જોઈ લીધું છે. - નિર્ગસ્થ મતાનુયાયી જીવોની પીડાને સારી રીતે વિચારીને શુદ્ધ અન્નનો સ્વીકાર કરે છે તથા કપટથી જીવિકા કરનારા ન બનીને માયાયુક્ત વચન બોલતા નથી. સંયમીપુરુષનો આ જ ધર્મ છે. - જે પુરુષ ૨૦૦૦ નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે, તે અસંયમી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org