________________
આગમ કથાનુયોગ-૩
હે કાલોદાયી ! જેમ કોઈ એક પુરુષ સુંદર થાળીમાં પકાવેલ શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ઔષધિ મિશ્રિત ભોજન કરે છે. તે ભોજન ખાતી વખતે પ્રારંભમાં ભદ્ર— રુચિકર અને સારું નથી લાગતું. પણ ત્યારપછી જ્યારે તે અત્યંત પરિણામને પ્રાપ્ત થાય પચે છે, ત્યારે તે સુરૂપપણે સુ-વર્ણપણે યાવત્ સુખરૂપે પરિણત થાય છે પણ દુઃખરૂપ પરિણત થતું નથી.
છે
-
એ જ પ્રમાણે હે કાલોદાયી ! જીવોને પ્રાણાતિપાત વિરમણ – ચાવત્ – પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય વિવેક પ્રારંભમાં સારો નથી લાગતો, પણ ત્યારપછી જ્યારે પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે તે વારંવાર સુખરૂપે પરિણત થાય છે – યાવત્ – દુઃખરૂપે પરિણત થતા નથી. એ પ્રમાણે હે કાલોદાયી ! જીવોના કલ્યાણ કર્મ કલ્યાણ ફળ વિપાકસહિત હોય છે.
૦ અગ્નિકાય સમારંભ—નિર્વાપણ સંબંધિ કર્મબંધનો પ્રશ્ન :–
હે ભગવંત ! સર્દશ બે પુરુષ – યાવત્ - સદશ ભાંડપાત્રાદિ ઉપકરણવાળા હોય, તેઓ પરસ્પર સાથે સાથે અગ્રિકાયનો સમારંભ–હિંસા કરે, તેમાંથી એક પુરુષ અગ્નિકાયને પ્રગટ કરે અને એક પુરુષ તેને બુઝાવે છે. હે ભગવંત ! આ બે પુરુષોમાં કર્યા પુરુષ મહાકર્મ–મહાક્રિયાવાળો, મહાઆસ્રવવાળો અને મહાવેદનાવાળો થાય છે અને કયો પુરુષ અલ્પકર્મવાળો યાવત્ અલ્પ વેદનાવાળો થાય છે ? અથવા જે પુરુષ અગ્નિકાયને પ્રગટ કરે છે તે કે જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે ?
૧૩૦
Gende
-
હે કાલોદાયી ! તે બે પુરુષોમાં જે અગ્નિકાયને પ્રજ્વલિત કરે છે તે પુરુષ મહાકર્મવાળો – યાવત્ – મહાવેદનાવાળો થાય છે અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ અલ્પકર્મવાળો યાવત્ અલ્પવેદનાવાળો થાય છે.
હે ભગવંત ! આ પ્રમાણે આપ કેમ કહો છો કે તેનામાં જે પુરુષ – યાવત્ - અલ્પ વેદનાવાળો થાય છે ?
હે કાલોદાયી ! તે બંનેમાંથી જે પુરુષ અગ્નિકાયને પ્રદીપ્ત કરે છે તે પુરુષ પૃથ્વીકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, અપ્લાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, અગ્નિકાયનો અલ્પમાત્રામાં સમારંભ કરે છે, વાયુકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, વનસ્પતિકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે અને ત્રસકાયનો પણ અધિક માત્રામાં સમારંભ કરે છે.
અને જે પુરુષ અગ્નિકાયને બુઝાવે છે તે પુરુષ પૃથ્વીકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે, જલકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે, અગ્નિકાયનો ઘણી માત્રામાં સમારંભ કરે છે, વાયુકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે, વનસ્પતિકાયનો અલ્પ માત્રામાં સમારંભ કરે છે અને ત્રસકાયનો અલ્પમાત્રામાં સમારંભ કરે છે.
તે કારણથી હે કાલોદાયી ! – યાવત્ – તે અલ્પવેદનાવાળો થાય છે. ૦ પુદ્ગલનો અવભાસ આદિ સંબંધિ પ્રશ્ન :
હે ભગવન્ ! શું અચિત્ત પુદ્ગલ અવભાસ કરે છે ? ઉદ્યોત કરે છે ? તપે છે ? પ્રકાશ કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org