________________
શ્રમણ કથાઓ
હાં, જઈ પણ શકે. જો તેઓ પાછા ગૃહસ્થાવાસમાં જાય, તો પછી સાધુના સાંભોગીક થઈ શકે ? ના, તે વાત બરાબર નથી.
તે જીવ તો એ જ છે, જેની સાથે પહેલા સાંભોગિકપણે કલ્પતું ન હતું, તે જીવ તો એ જ છે જેની સાથે હવે પણ સાંભોગિકપણું કલ્પતું નથી. તે જીવ એ જ છે જેની સાથે સાંભોગિકપણું કલ્પતું હતું.
પહેલા તે જીવ અશ્રમણ હતો, પછી શ્રમણ થયો. વળી પાછો અશ્રમણ થયો. અશ્રમણની સાથે શ્રમણ નિર્ચન્થોને સાંભોગિકપણું કલ્પતું નથી. તે નિગ્રંથો આ પ્રમાણે જાણો, આ પ્રમાણે જ જાણવું જોઈએ. ૦ શ્રમણોપાસકનું દૃષ્ટાંત :
ભગવત્ (ગૌતમે) ફરી કહ્યું, નિર્ચન્થોને હું પૂછું છું કે, હે આયુષ્યમાન્ નિર્ગળ્યો! આ લોકમાં કોઈ શ્રમણોપાસક ઘણાં શાંત હોય છે. તેઓ આ પ્રમાણે કહે છે – અમે પ્રવજ્યા લઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગાર થવાને માટે સમર્થ નથી. પણ અમે ચૌદશ, આઠમ અને પૂનમ–અમાવાસ્યાને દિવસે પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરતા વિચરીશું તથા સ્થૂલ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું – યાવત્ – સ્કૂલ પરિગ્રહનો ત્યાગ કરીશું. અમે બે કરણ અને ત્રણ યોગથી અમારી ઇચ્છાનું પરિમાણ કરીશું. અમારે માટે કંઈ કરો નહીં કે કરાવો નહીં એવું પણ અમે પ્રત્યાખ્યાન કરીશું.
આવા શ્રાવક કંઈ ખાધા કે પીધા વિના, સ્નાન કર્યા વિના આસનથી ઉતરીને જો કાળધર્મ (મૃત્યુ) પામે તો તેમના કાળધર્મના વિષયમાં શું કરીશું ?
તેઓ સમ્યક્તયા (સારી રીતે) કાળધર્મ પામ્યા તેમજ કહેવું પડશે.
તેઓ પ્રાણી પણ કહેવાશે અને ત્રસ પણ કહેવાશે. તેઓ મહાકાય અને દીર્ધકાળ પર્યંતની સ્થિતિવાળા હોય છે તેવા પ્રાણી અધિક છે, જેનાથી શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. તેવા પ્રાણી થોડા છે, જેના વિષયમાં શ્રમણોપાસકોને અપ્રત્યાખ્યાન થાય છે. હવે તે શ્રમણોપાસક મહાનું ત્રસકાયની વિરાધનાથી ઉપશાંત, ઉપરત, મુમુક્ષુ ઉપચરિત હોવા છતાં પણ તમે લોકો અને બીજાઓ જે આવું કહે છે કે, એવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન થઈ શકે. તે તમારું કથન ન્યાયસંગત નથી.
ભગવદ્ (ગૌતમે) કહ્યું કે, હું નિર્ચસ્થોને પૂછું છું કે, હે આયુષ્યમાન્ નિર્ચન્હો ! આ લોકમાં કોઈ શ્રમણોપાસક ઘણાં શાંત હોય છે. તેઓ આ પ્રમાણે કહે છે – અમે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને અણગાર થવા માટે સમર્થ નથી. આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસની તિથિઓમાં પરિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતા વિચરવા માટે પણ સમર્થ નથી. અમે તો અંત સમયે મરણકાળ આવે ત્યારે સંલેખનાનું સેવન કરીને ભક્તપાનનો ત્યાગ કરીને કાળની ઇચ્છા ન રાખીને વિચરણ કરીશું.
– તે સમયે અમે ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરીશું. આ જ પ્રમાણે સમસ્ત મૃષાવાદુ, સમસ્ત અદત્તાદાન, સમસ્ત મૈથુન અને સમસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org