________________
૧૧૨
આગમ કથાનુયોગ-૩
હૈ, ગૌતમ ! હાં, છે.
હે ભગવન્! શું લવણ સમુદ્રમાં વર્ણસહિત અને વર્ણરહિત, ગંધસહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય બદ્ધ–સ્કૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે ?
હે ગૌતમ ! હાં, છે.
એ જ પ્રમાણે – યાવત્ – હે ભગવંત ! સ્વયંભૂરમણ સમુદ્રમાં સવર્ણઅવર્ણ, સગંધ-અગંધ, સરસ–અરસ, સસ્પર્શ—અસ્પર્શ દ્રવ્ય અન્યોન્ય બદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય બદ્ધ–સ્પષ્ટ, અન્યોન્ય સંબદ્ધ છે ?
હાં, (ગૌતમ !) છે.
ત્યારપછી તે અત્યંત વિશાળ પર્ષદા શ્રમણ ભગવંત મહાવીર પાસેથી આ અર્થને સાંભળીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને વંદના-નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ.
ત્યારપછી હસ્તિનાપુર નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં અનેક લોકો પરસ્પર એકબીજાને કહેવા લાગ્યા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયેલ છે અને આ લોકમાં સાતદ્વીપ અને સાત સમુદ્ર છે અને ત્યારપછી હીપ સમુદ્ર નથી – એ પ્રમાણે જે શિવરાજર્ષિ કહે છે તે કથન યથાર્થ નથી.
શ્રમણ ભગવંત મહાવીર તો કહે છે – યાવત્ – પ્રરૂપિત કરે છે કે, છઠ–છઠ તપને નિરંતર કરવાથી શિવરાજર્ષિ પૂર્વે કહ્યા પ્રમાણે – યાવત્ – ઉપકરણોને નીચે રાખે છે. રાખીને હસ્તિનાપુરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને સામાન્ય પથોમાં અનેક લોકો આ પ્રમાણે કહે છે – યાવત્ – પ્રરૂપણા કરે છે કે, હે દેવાનુપ્રિયો! મને અતિશયવાળું જ્ઞાનદર્શન ઉત્પન્ન થયા છે અને આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર છે ત્યારપછી દ્વીપ સમુદ્ર નથી. ત્યારપછી તે શિવરાજર્ષિ પાસેથી આ વાત સાંભળીને અને અવધારીને – યાવત્ – ત્યારબાદ દ્વીપ અને સમુદ્ર નથી, તે મિથ્યા છે.
– શ્રમણ ભગવંત મહાવીર તો આ પ્રમાણે કહે છે કે, હે આયુષ્યમાન્ શ્રમણો! જંબદ્વીપ આદિ દ્વીપ અને લવણ આદિ સમુદ્ર, ઇત્યાદિ પૂર્વે કહ્યા અનુસાર જાણવા – યાવત્ – તેમણે અસંખ્યાત દ્વીપ સમુદ્ર કહેલ છે. ૦ શિવરાજર્ષિ દ્વારા ભમહાવીર પાસે આવવું :
ત્યારપછી તે શિવરાજર્ષિ ઘણાં મનુષ્યો પાસેથી આ અર્થને સાંભળીને અને અવધારીને તે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત મનવાળો થયો. ત્યારપછી તે શંકિત, કાંક્ષિત, સંદિગ્ધ, અનિશ્ચિત અને કલુષિત ભાવને પ્રાપ્ત શિવરાજર્ષિનું તે વિભંગ નામક જ્ઞાન તત્કાળ નષ્ટ થઈ ગયું.
ત્યારપછી તે શિવ રાજર્ષિને આ, આવા પ્રકારનો અધ્યવસાય વિચાર ઉત્પન્ન થયો – આ પ્રકારે શ્રમણ ભગવંત મહાવીર, તીર્થકર, ધર્મના આદિકર – યાવત્ – સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં ગમન કરતા એવા ધર્મચક્ર દ્વારા – યાવત્ – સહસ્ત્રાપ્રવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org