SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૩૧૩ ત્યારે અભયે પોતાની બુદ્ધિથી નિર્ણય કર્યો કે, કોઈ અસત્ કલ્પના અને વિકલ્પોથી પિતાજીએ આવી આજ્ઞા આપેલી છે, પરંતુ કોપાયમાન થયેલા તેઓ વિચારતા નથી કે, રોષથી સહસા કોઈ કાર્ય ન કરવું. જો કરાય તો તેના અશુભ ફળ જ આવે. માત્ર શ્રવણ કરેલું સ્વીકારવું નહીં. પ્રત્યક્ષ જોયેલ હોય તો પણ યુક્તાયુક્તની વિચારણા કરવી. પણ હવે હું શું કરું ? ત્યારપછી અભયકુમારે એક જીર્ણ શાળા હતી, તેમાં મોટી વાળા શ્રેણી તેમજ મોટા ગોટેગોટા જેવા ધૂમાડાથી આકાશને ભરી દેતો હોય તેવો અગ્નિ સળગાવ્યો. રાજા પણ પાછળ જોતો જોતો ભગવંતના વંદન માટે જતો જતો ચિંતવવા લાગ્યા કે, હે ચેલ્લણા! તેં પોતે કરેલા કર્મનું ફળ હવે ભોગવ. ઘણી ત્વરાથી ભગવંત મહાવીર પાસે પહોંચ્યો, તેના ચરણોમાં વંદન કરીને પૂછ્યું હે સ્વામી ચલણા એક પતિવાળી કે બે પતિવાળી ? ભગવંતે કહ્યું કે, એક પતિવાળી, એટલે જલ્દીથી ત્યાંથી ઊભો થયો. ચાલતા ચાલતા પશ્ચાત્તાપ અગ્રિથી બળતા ચિત્તવાળો તે વિચારવા લાગ્યો કે, અરે ! નિર્ભાગી એવા મેં આ શું કર્યું? ખરેખર ! મેં આ અધમ કાર્ય કર્યું. ત્યારે અભયને ભગવંત મહાવીરના વંદનાર્થે સામેથી ચાલ્યો આવતો તેણે જોયો. તેને જોઈને શ્રેણિકે પૂછયું કે, તેં શું કર્યું? ત્યારે અભયે ઉત્તર આપ્યો કે, આપની આજ્ઞાનું કદાપિ કોઈ અપમાન કરે ખરાં ? તો શું તેં ભયંકર વાળાયુક્ત અગ્નિમાં ચલણાદિ રાણીઓને સળગાવી મૂકી ? હે દુષ્ટ ચેષ્ટાવાળા ! તો પછી તું પણ કેમ ન બળી મર્યો? જા, ચાલ્યો જા. હવે તું મને તારું મોં દેખાડતો નહીં. ત્યારે અભયકુમારે વિચાર્યું કે, હું પણ આ પ્રત્યુત્તરની જ રાહ જોતો હતો. તેણે તુરંત જ ભગવંત મહાવીરના શરણે જઈને પ્રવજ્યા અંગીકાર કરી લીધી. શ્રેણિક ઝૂરતા હૃદયે મહેલે પહોંચ્યો ત્યારે સર્વે ક્ષેમ કુશળ જોઈને તે સમજી ગયો કે હું અભયકુમારથી છેતરાયો છું. એ રીતે શ્રેણિક અને નંદાદેવીના પુત્ર અભયકુમારે પ્રવજ્યા ગ્રહણ કરી. પાંચ વર્ષપર્યંત શ્રમણપર્યાયનું પાલન કર્યું. વિપુલ પર્વત અનશન કરી. કાળધર્મ પામી વિજય અનુત્તર વિમાને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે મોક્ષે જશે. અભય અણગારની શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી. ૦ આગમ સંદર્ભ :સૂય ચૂપૃ. ૭૮, ૧૯, ૩૬૨, ૪૧૫; સૂય નિ ૫૯, ૧૯૬, ૨૪૭, ૭૩૮ની છે ઠા ૩૬૦ની વૃજ નાયા. ૧૦, ૨૦ થી ૨૩; અનુ. ૧, ૨; નિર. ૯, ૧૦ + ૬; નિસી. ૧૫૫૭ની ચૂ. બુ.ભા. ૧૭૨ની વૃ; વવ.ભા. ૬૩, ૧૨૯૧ની વૃ; આવા નિ ૯૪૩; આવ.ચું ૧- ૧૦૪, ૪૬૮, પ૪૬, ૧૪૭, ૧૫૭, પપ૮; ર–પૃ. ૬૧, ૧૫૯ થી ૧૬૨, ૧૬૫, ૧૬૯, ૧૭૧; આવ.નિ. ૧૩૪, ૮૪૭, ૯૪૯, ૧૨૮૪ની દ્ર દસ ચૂપ ૪૪, ૪૫, ૨૩, ૮૩, ૮૪; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy