________________
૧૮૪
આગમ કથાનુયોગ-૩
પ્રવ્રજ્યા અંગીકાર કરજે, તે ઠીક છે, પરંતુ તે માતા ! આ મનુષ્યજીવન અધુવ, અનિત્ય, અશાશ્વત, વિનશ્વર અને આપત્તિઓથી વ્યાપ્ત છે, વીજળીની માફક ચંચળ છે, જળના પરપોટા અને તૃણના અગ્રભાગે રહેલ જલકણ સમાન અનિત્ય, સંધ્યાની લાલિમા સમાન, સ્વપ્નદર્શન સમાન છે, સદન, પતન અને વિધ્વંસન ધર્મ છે. પછી કે પહેલા અવશ્ય ત્યાજ્ય છે.
હે માતાપિતા ! એ કોણ જાણે છે કે, પહેલા કોણ જશે અને પછી કોણ જશે? તેથી હે માતાપિતા ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અનગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
ત્યારે માતાપિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું
હે પુત્ર! આ તારી પત્નીઓ સમાન દેહવાળી, સમાન વર્ણવાળી, સમાન વયવાળી, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી યુક્ત છે તથા સમાન રાજકુળોથી લવાયેલી છે. તેથી હે પુત્ર ! તેની સાથે મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવીને ભૂક્તભોગી થઈ પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાનો ત્યાગ કરી આગારિક પ્રવજ્યા અંગીકાર કરજે.
ત્યારે મેઘકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું –
હે માતાપિતા ! તમે મને જે એમ કહો છો કે, હે પુત્ર ! તારી આ પત્નીઓ સમાનરૂપવાળી છે ઇત્યાદિ. તેથી હે પુત્ર ! તેમની સાથે વિપુલ મનુષ્યસંબંધિ કામભોગોને ભોગવ. ભોગ ભોગવીને પછી શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરજે, તે ઠીક છે. પરંતુ તે માતાપિતા –
નિશ્ચયથી મનુષ્યના કામભોગ અશુચિ–અપવિત્ર છે, અશાશ્વત છે, વમન કરનાર, પિત્ત, કફ, શુક્ર, શોણિતને ઝરાવનારું છે. ગંદા ઉચ્છવાસ નિઃશ્વાસવાળું છે, ખરાબ મૂત્ર, મળ, પિત્તથી પરિપૂર્ણ છે. મળ, મૂત્ર, કફ, નાસિકામેલ, વમન, પિત્ત, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થનારું છે. અધુવ, અનિત્ય, અશાશ્વત, સદન, પતન, વિધ્વંસધર્યા છે અને પછી કે પહેલાં અવશ્ય ત્યાજ્ય છે.
હે માતાપિતા! પહેલા કોણ જશે અને પછી કોણ જશે (મરણ પામશે) એ કોણ જાણે છે? તેથી હું માતાપિતા ! આપની અનુમતિ પ્રાપ્ત કરી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા લેવા ઇચ્છું છું.
ત્યારે માતાપિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું–
હે પુત્ર! પિતામહ, પ્રપિતામહ, પિતાના પ્રપિતામથી (સાત પેઢીથી) આવેલ આ ઘણું બધું હિરણ્ય, સુવર્ણ, કાંસુ, વસ્ત્ર, મણિ, મોતી, શંખ, મૂંગા, માણિક, આદિ સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, જે સાત પેઢી સુધી યથેચ્છ દેવા, ભોગવવા અને વહેંચવા છતાં પણ સમાપ્ત થનાર નથી. તેથી હે પુત્ર! આ મનુષ્ય સંબંધિ વિપુલ દ્ધિ સત્કારની સમુન્નતિનો અનુભોગ કરીને પછી અનુભૂત કલ્યાણવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અણગાર ધર્મનો અંગીકાર કરજે.
ત્યારે તે મેઘકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું, હે માતાપિતા ! તમે જે કંઈ કહો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org