________________
શ્રમણ કથાઓ
૧૭૯
૭. સ્વરજ્ઞાન, ૮. વાદ્ય સુધારવું, ૯. સમાન તાલ જાણવો, ૧૦. ઘુત, ૧૧. વાદ કરવો, ૧૨. પાસા રમવા, ૧૩. ચોપાટ રમવો, ૧૪. નગરરક્ષા કરવી, ૧૫. જળ અને માટીના સંયોગથી વસ્તુનું નિર્માણ કરવું, ૧૬. ધાન્ય નિપજાવવું, ૧૭. જળશોધન વિધિ, ૧૮. વસ્ત્રનિર્માણ, ૧૯. વિલેપન નિર્માણ, ૨૦. શય્યા બનાવવી, ૨૧. આર્યાવૃંદ બનાવવો, ૨૨. પહેલિયા બનાવવી, ૨૩. મગધભાષાનું જ્ઞાન, ૨૪. ગાથા બનાવવી, ૨૫. ગીત છંદ બનાવવો, ૨૬. શ્લોક બનાવવો, ૨૭. સુવર્ણયુક્તિ, ૨૮. હિરણ્યયુક્તિ, ૨૯. ચૂર્ણયુક્તિ, ૩૦. આભરણવિધિ, ૩૧. તરુણી પ્રતિકર્મ, ૩૨. સ્ત્રી લક્ષણ જાણવા, 33. પુરુષ લક્ષણ જાણવા, ૩૪. અશ્વ લક્ષણ જાણવા, ૩૫. હસ્તિલક્ષણ જાણવા, ૩૬. ગો લક્ષણ જાણવા, ૩૭. કુકડા લક્ષણ જાણવા –
૩૮. છત્રલક્ષણ, ૩૯. દંડ લક્ષણ, ૪૦. અસિલક્ષણ, ૪૧. મણિ લક્ષણ, ૪૨. કાકણિ લક્ષણ, ૪૩. વસ્તુવિદ્યા, ૪૪. રૂંધાવારમાન, ૪૫. નગરમાન, ૪૬. બૃહ, ૪૭. પ્રતિબૃહ, ૪૮. ચાર સૈન્ય સંચાલન, ૪૯. પ્રતિચાર–શત્રુસેના સામે પોતાની સેના ચલાવવી, ૫૦. ચક્રવ્યુહ, ૫૧. ગરુડ બૃહ, પ૨. શકટ બૂહ, ૫૩. યુદ્ધ વિદ્યા, ૫૪. વિશિષ્ટ યુદ્ધ વિદ્યા, ૫૫. અતિ વિશિષ્ટ યુદ્ધ વિદ્યા, પ૬. યષ્ટિ યુદ્ધ, ૫૭. મુષ્ટિયુદ્ધ, ૫૮. બાહુયુદ્ધ, ૫૯. લતાયુદ્ધ, ૬૦. બાણવિદ્યા, ૬૧. ખગની મૂઠ બનાવવી, ૬૨. ધનુર્વેધ, ૬૩. ચાંદીનો પાક બનાવવો, ૬૪. સુવર્ણપાક બનાવવો, ૬૫. ખેતર ખેડવું, ૬૬. સૂત્ર ખંડ કરના, ૬૭. કમળ નાળનું છેદન કરવું, ૬૮. પત્ર છેદન, ૬૯. કડા–કુંડલ છેદન કરવા, ૭૦. સજીવન કરવા, ૭૧. નિર્જીવ કરવા, ૭૨. પક્ષીની બોલી સમજવી.
ત્યારપછી તે કલાચાર્ય મેઘકમારને ગણિતપ્રધાન લેખન આદિ શકુનિરત પર્યત ૭૨ કળાઓને સૂત્રથી, અર્થથી અને કરણથી સિદ્ધ કરાવે છે, શિખડાવે છે, સિદ્ધ કરાવી અને શિખડાવીને માતા પિતા પાસે લાવે છે.
ત્યારે મેઘકુમારના માતાપિતા કળાચાર્યનું મધુર વચનોથી અને વિપુલ વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારો વડે સત્કાર–સન્માન કરે છે, સત્કાર-સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપીને વિદાય કરે છે.
ત્યારે તે મેઘકુમાર ૭૨ કળાઓમાં પંડિત થઈ ગયો, તેના નવ અંગ – બે કાન, બે નેત્ર બે નાસિકા, જીભ, ત્વચા અને મન. જે બાલ્યાવસ્થાને કારણે અવ્યક્ત ચેતનાવાળા હતા તે પ્રતિબદ્ધ થઈ ગયા. તે અઢાર પ્રકારની દેશી ભાષાઓમાં વિશારદ થઈ ગયો. ગીતરસિક, ગીત અને નૃત્યમાં કુશળ થઈ ગયો. અશ્વયુદ્ધ, હસ્તિયુદ્ધ અને બાહુયુદ્ધ કરનારો થઈ ગયો. પોતાની ભૂજાથી પ્રતીપલીનું મર્દન કરવામાં સમર્થ થઈ ગયો. ભોગ ભોગવવા સક્ષમ થઈ ગયો અને વિકાળમાં પણ ગમન કરી શકે એવો સાહસી બની ગયો. ૦ મેઘનું પ્રાણિગ્રહણ :
ત્યારપછી તે મેઘકુમારના માતાપિતા જ્યારે તેને ૭૨ કળામાં પંડિત – યાવત્ – વિકાલચારી થયેલો જોયો, જોઈને આઠ પ્રાસાદાવતંસકોનું નિર્માણ કરાવ્યું – જે ઘણાં જ ઊંચા હતા. ઉજ્વળ દેખાતા હતા. મણિ, સુવર્ણ અને રત્નોની રચનાથી વિચિત્ર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org