________________
શ્રમણ કથાઓ
૪૨૭
આવતા સાધુને જોયા. ત્યારે તે બાળકો સાધુને આવતા જોઈને ભયભીત થઈ પલાયન થઈ ગયા. કોઈ એક વડની શાખા પર ચઢી ગયા. સાધુઓ સમવૃત્તિથી લાવેલ ભોજન-પાન લઈને તે જ વડની શાખા નીચે આવ્યા. મુહર્ત ભર વિશ્રામ લઈને ભોજનને માટે પ્રવૃત્ત થયા.
વડની શાખા પર આરૂઢ થઈને તે બાળકો ભોજન–પાન આદિને જોવા લાગ્યા. તેમાં કયાંય માંસ ન જોઈને તેઓ વિચારવા લાગ્યો કે, અમે કયાંક આવું રૂપ (વેશ) પૂર્વે જોયેલ છે. તેઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી બોધ પામ્યા. સાધુને વંદન કરીને માતા-પિતા સમીપે ગયા. ઇત્યાદિ – (પૂર્વભૂમિકા નિર્યુક્તિકારે જણાવી છે. સૂત્રોક્ત કથા આ પ્રમાણે...) ૦ ઇષકાર નગરે પુરોહિત પુત્ર :- દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધ ઇષકાર નામે નગર હતું. ત્યાં પૂર્વજન્મમાં એક જ વિમાનના નિવાસી કેટલાંક જીવ દેવાયુ પૂર્ણ કરીને અવતર્યા.
પૂર્વભવે કરેલ પોતાના અવશિષ્ટ કર્મોના કારણે તે જીવો ઉચ્ચકૂળોમાં ઉત્પન્ન થયા અને સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો પરિત્યાગ કરી જિનેન્દ્રના માર્ગનું શરણ ગ્રહણ કર્યું.
પુરુષત્વને પ્રાપ્ત બંને પુરોહિતકુમાર, (ભૃગુ) પુરોહિત, તેની પત્ની જશા, વિશાળ કીર્તિવાળા ઇષકાર રાજા અને તેની રાણી કમલાવતી એ છ હતા (તે પૂર્વે જણાવ્યું)
જન્મ, જર, મરણના ભયથી અભિભૂત કુમારોનું ચિત્ત મુનિ દર્શનથી બહિર્વિતાર અર્થાત્ મોક્ષ તરફ આકૃષ્ટ થયું. ફળ સ્વરૂપે સંસારચક્રથી મુક્તિ પામવાને માટે તેઓ કામગુણોથી – શબ્દાદિ વિષયોથી વિરક્ત થયા.
યજ્ઞ–યાગાદિ સ્વકાર્યમાં સંલગ્ર બ્રાહ્મણ (પુરોહિત)ના આ બંને પ્રિય પુત્ર પોતાના પૂર્વજન્મ અને તત્કાલીન સુચીર્ણ તપ સંયમનું સ્મરણ કરતા (પૂર્વોક્ત જાતિ સ્મરણને કારણે) વિરકત થયા. પછી મનુષ્ય અને દેવ સંબંધી કામભોગોમાં અનાસક્ત, મોક્ષાભિલાષી, શ્રદ્ધાસંપન્ન તે બંને પુત્રોએ પિતા પાસે આવીને આ પ્રમાણે કહ્યું
જીવનની ક્ષણિકતાને અમે જાણી છે, તે વિદન–બાધાથી પરિપૂર્ણ છે, અલ્પાયુ છે, તેથી ઘરમાં અમને કોઈ આનંદ નથી મળતો. તેથી આપની અનુમતિ ઇચ્છિએ છીએ કે અમે હવે મુનિધર્મનું આચરણ કરીએ. ૦ પુરોહિત સાથે તેમના પુત્રોનો સંવાદ -
આ સાંભળીને પિતાએ તે કુમારોને મુનિઓની તપસ્યામાં બાધા ઉત્પન્ન કરનારી આ વાત કહી, હે પુત્રો ! વેદોના જ્ઞાતા આ પ્રમાણે કહે છે કે, જેમને પુત્ર હોતા નથી, તેમની ગતિ થતી નથી. તેથી હે પુત્રો ! પહેલા વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન કરાવો અને વિવાહ કરી સ્ત્રીઓની સાથે ભોગ કરો. ત્યારપછી પુત્રોને ઘરને ભાર સોંપીને અરણ્યવાસી પ્રશસ્ત મુનિ બનજો.
પુરોહિત પુત્ર – પોતાના રાગાદિ ગુણ રૂ૫ ઇંધણથી પ્રદીપ્ત અને મોહરૂપ પવનથી પ્રજ્વલિત શોકાગ્નિ વડે જેનું અંતઃકરણ સંતપ્ત અને પરિતપ્ત થયેલ છે, તેમજ જે મોહગ્રસ્ત થઈને અનેક પ્રકારના ઘણાં દીનવચનો બોલી રહ્યા છે જે ક્રમશઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org