________________
શ્રમણ કથાઓ
૪૨૫
ભારત વર્ષને છોડીને ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું.
શત્રુઓના માન મર્દન કરનાર હરિષણ ચક્રવર્તીએ પૃથ્વી પર એક છત્ર શાસન કરીને પછી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવર્તીએ રાજ્યનો પરિત્યાગ કરી જિનભાષિત સંયમનું આચરણ કર્યું અને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
સાક્ષાત્ દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશાર્ણભદ્ર રાજાએ પોતાના સર્વ પ્રકારે સંપન્ન દશાર્ણ રાજ્યને છોડીને ધ્વજ્યા લીધી અને મુનિધર્મનું આચરણ કર્યું.
સાક્ષાત્ દેવેન્દ્ર દ્વારા પ્રેરિત થવા છતાં પણ વિદેહરાજ નમિ શ્રમણ્યધર્મમાં સારી રીતે સ્થિર થયા અને પોતાને અતિ વિનમ્ર બનાવ્યા.
કલિંગમાં કરકંડુ, પાંચાલમાં દ્વિમુખ, વિદેહમાં નમિરાજા અને ગાંધારમાં નગ્નતિ રાજાઓમાં વૃષભ સમાન મહાન્ હતા. તેઓએ પોતપોતાના પુત્રને રાજ્યમાં સ્થાપિત કરીને શ્રામણ્યધર્મનો સ્વીકાર કર્યો.
સૌવીર રાજાઓમાં વૃષભની સમાન મહાનું ઉદાયન રાજાએ રાજ્યને છોડીને પ્રવજ્યા લીધી. મુનિધર્મનું આચરણ કર્યું અને અનુત્તરગતિ પ્રાપ્ત કરી.
આ જ પ્રમાણે શ્રેય અને સત્યમાં પરાક્રમશીલ કાશીરાજે કામભોગોનો પરિત્યાગ કરી કર્મરૂપી મહાવનનો નાશ કર્યો.
- આ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી, વિજય રાજાએ ગુણસમૃદ્ધ રાજ્યને છોડીને પ્રવજ્યા લીધી.
આ પ્રમાણે અનાકૂળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનો ત્યાગ કરીને સિદ્ધિરૂપ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું. (મસ્તક આપી મસ્તક સ્થાને ગયા).
આ ભરત વગેરે શૂર અને દઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનમાં વિશેષતા જોઈને જ તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેતુવાદોથી પ્રેરિત થઈને હવે કોઈ કેમ ઉન્મત્તની માફક પૃથ્વી પર વિચરણ કરે ?
મેં આ અત્યંત નિદાન ક્ષમ–યુક્તિસંગત સત્યવાણી કહેલી છે. તેનો સ્વીકાર કરીને અને જીવ અતીતમાં સંસારસમુદ્રનો પાર પામ્યા છે. વર્તમાનમાં પાર પામી રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ પાર પામવાના છે.
ધીર સાધક એકાંતવાદી અહેવાદોમાં સ્વયં પોતાને કેમ જોડે ? જે બધાં જ સંગોથી મુક્ત છે, તે જ નીરજ-કર્મરજથી રહિત થઈને સિદ્ધ થાય છે.
૦ આગમ સંદર્ભ :– ઉત્ત. પ૬૦ થી ૬૧૩;
ઉત્ત.નિ. ૩૯૫ થી ૪૦પની વૃ ઉત્ત.યૂ.પૃ. ૨૪૮, ૨૪૯;
– ૪ –– ૪ – ૦ ઇષકાર આદિ શ્રમણ કથા :
(ઇષકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુ પુરોહિત, વાશિષ્ઠા-જસા પુરોહિત પત્ની, તેના બે પુત્રો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org