________________
૪૨૬
આગમ કથાનુયોગ-૩
ઇષકારને આશ્રિને તેના હિતને માટે થનારું હોવાથી અહીં અધ્યયનનું નામ, ઇષકારિય રખાયું છે. અન્યથા આ કથાના છ એ પાત્રોનું વર્ણન તુલ્ય જ છે અને ઉત્થાનગતિ પણ તુલ્ય જ છે. (પ્રથમ ઇષકાર કે જેનું મૂળ નામ સીમંધર છે તેનું કથન નિર્યુક્તિમાં આ પ્રમાણે છે-) ૦ પૂર્વભવ વર્ણન અને વર્તમાન જન્મ :
પૂર્વભવમાં પરસ્પર સ્નેહથી સંબદ્ધ એવા મિત્રો હતા. તેઓ ભુક્ત ભોગી થઈને સર્વે પરીચડનો ત્યાગ કરીને પ્રવજિત થઈને શ્રમણ બન્યા. શ્રમણ્યનું સારી રીતે પાલન કરીને તેઓ પદ્મગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેઓની ઉત્કૃષ્ટ એવી ચાર પલ્યોપમની સ્થિતિ હતી. ત્યાંથી ચ્યવીને તેઓ કુરુજનપદના શ્રેષ્ઠ નગર એવા ઉસુયાર (ઇષકાર) નગરમાં ઉત્પન્ન થયા. તે છ એ જણા ચરમશરીરી અને જેનો મોહ નાશ પામનાર છે તેવા થયા. તે આ પ્રમાણે –
(૧) ઇષકાર (ઉસુયાર) રાજા, (૨) તેની પટ્ટરાણી કમલાવતી દેવી (૩) ભૃગુ નામક પુરોહિત (૪) પુરોહિત પત્ની વાશિષ્ઠા (૫) અને (૬) પુરોહિતના બે પુત્રો.
ઇષકારપુર નગરમાં ઉસુયાર રાજાના રાજ્યમાં ભૃગુ નામનો પુરોહિત હતો. તે તેની વાશિષ્ટ ગોત્રની પત્ની જશા સાથે પોતાનો સંસાર વ્યતિત કરી રહ્યો હતો. તે ભૃગુ પુરોહિતને કોઈ સંતાન ન હતું, તેથી સંતાન નિમિત્તે તે ઘણો જ સંતપા વેઠતો હતો. પછી કોઈ નિમિત્તકને તેણે દેવ-ઉપાય પૂછયો. ત્યારે પૂર્વભવના એવા બે મિત્રો જે દેવ થયેલા તેણે અવધિજ્ઞાન વડે જ્યારે આ વાત જાણી કે અમે આ ભૃગુ પુરોહિતના પુત્રો થવાના છીએ ત્યારે તેઓ શ્રમણરૂપ કરીને આવ્યા.
- ભૃગુ પુરોહિત સન્મુખ ઉપસ્થિત થઈને ભૂગ અને તેની પત્નીએ વંદન કર્યા સારું આસન આપ્યું. ત્યારે તેમણે ધર્મ કહ્યો. ભૃગુ પુરોહિત અને તેની પત્નીએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. પછી પુરોહિતે તેમને પૂછયું, હે ભગવન્! અમને અપત્યસંતાન થશે ? ત્યારે સાધુએ કહ્યું કે, તમને બે પુત્રો થશે, પરંતુ તે બંને નક્કી દીક્ષા ગ્રહણ કરશે, તમારે તેને બાધા ઉત્પન્ન ન કરવી. પણ તેમને પ્રવજ્યા ગ્રહણ કરવા દેવી. એ પ્રમાણે ઘણાં લોકોને બોધ પમાડી તે બંને દેવો પાછા ગયા. આ બંને દેવોએ પૂર્વે મુનિચંદ્રમુનિ પાસે દીક્ષા લીધેલી. તે ભવે તેઓ ગોવાળ હતા. (આ અધિકાર બ્રહ્મદત્તચક્રી કથામાં આપેલ છે.)
ઘણાં અલ્પ સમયમાં તે બંને દેવો દેવલોકથી ચ્યવીને ભૃગુ પુરોહિતની પત્ની વાસિષ્ઠીના ઉદરમાં ઉત્પન્ન થયા. ત્યારપછી પુરોહિત નગરથી નીકળીને બીજા ગામમાં રહ્યો. ત્યાં તે બ્રાહ્મણીએ બે બાળકોને જન્મ આપ્યો. ત્યારપછી તે બંને દીક્ષા ન લે તે માટે માયાવૃત્તિથી તેમને વ્યગ્રાહિત કર્યા કે આ જે લોકો પ્રવજ્યા લે છે, તે પછી દિવ્યરૂપ ધારણ કરીને બાળકોને પકડીને મારે છે. પછી તેમનું માંસ ખાય છે. તેથી તમારે તેની નજીક ન જવું કે સંગ ન કરવો.
કોઈ દિવસે તેઓ તે ગામમાં રમતા બહાર નીકળ્યા. તેમણે માર્ગમાં સામેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org