Book Title: Agam Kathanuyoga Gujarati Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 425
________________ આગમ કથાનુયોગ–૩ મનુષ્ય પાપકર્મ કરે છે, તેઓ ઘોર નરકમાં જાય છે અને જે આર્ય ધર્મનું આચરણ કરે છે, તે દિવ્ય ગતિ પામે છે. ૪૨૪ એકાંતવાદીઓનું સર્વ કથન માયાપૂર્વક છે, તેથી મિથ્યાવચન છે. હું આ માયાપૂર્ણ વચનોથી બચીને ચાલું છું. જે મિથ્યાટષ્ટિ અને અનાર્ય છે, તે બધાંને મેં જાણ્યા છે, પરલોકમાં રહેલા એવા મને સારી રીતે જાણું છું. હું ૦ ક્ષત્રિય મુનિ દ્વારા સ્વ નિવેદન :~ હું પહેલા મહાપ્રાણ નામના વિમાનમાં વર્ષશતની ઉપમાવાળા આયુષ્યવાળો દ્યુતિમાન દેવ હતો. જેમ અહીં સો વર્ષનું આયુ પૂર્ણ મનાય છે, તેમ ત્યાં પાલી—પલ્યોપમ અને મહાપાલી—સાગરોપમની દિવ્ય આયુ પૂર્ણ છે. બ્રહ્મલોકનું આયુ પૂર્ણ કરીને હું મનુષ્ય ભવમાં આવ્યો. હું જેવી રીતે મારા આયુને જાણું છું, તે જ રીતે બીજાના આયુને પણ જાણું છું. વિવિધ પ્રકારની રુચિ અને મનના વિકલ્પોને તથા બધાં પ્રકારના અનર્થક વ્યાપારોને સંયતાત્મા મુનિએ સર્વત્ર ત્યાગ કરવો જોઈએ. આ તત્ત્વજ્ઞાનરૂપ વિદ્યાનું લક્ષ્ય કરીને સંયમપથ પર વિચરણ કરવું. હું શુભાશુભ સૂચક પ્રશ્નો અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહું છું. અહો ! હું દિનરાત ધર્માચરણને માટે ઉદ્યત રહું છું. આ જાણીને તમે પણ તપનું આચરણ કરો. જે તમે મને સમ્યક્, શુદ્ધ ચિત્તથી કાળના વિષયમાં પૂછી રહ્યા છો, તેને બુદ્ધ – સર્વજ્ઞ પ્રગટ કરેલ છે. તેથી આ જ્ઞાન જિનશાસનમાં વિદ્યમાન છે. ધીર પુરુષ ક્રિયા–ચારિત્ર, સંયમમાં રુચિ રાખે અને અક્રિયાનો ત્યાગ કરે. સમ્યક્ દૃષ્ટિથી સંપન્ન થઈને તમે દુશ્વર ધર્મનું આચરણ કરો. ૦ ક્ષત્રિયમુનિ દ્વારા પૂર્વ પ્રવ્રુજિત ભરતાદિનું નિરૂપણ :– અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુણ્યપદ પવિત્ર ઉપદેશને સાંભળીને ભરત ચક્રવર્તી ભારત વર્ષના રાજ્ય તથા કામભોગોનો પરિત્યાગ કરી પ્રવ્રુજિત થયા હતા. નરાધિપ સગર ચક્રવર્તી સાગરપર્યંત ભારત વર્ષ અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને દયાસંયમની સાધનાથી પરિનિર્વાણને પ્રાપ્ત થયા. મહાન્ ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી, મધવા ચક્રવર્તીએ ભારત વર્ષની ઋદ્ધિને છોડીને પ્રવ્રજ્યા સ્વીકાર કરી. મહાન્ ઋદ્ધિ સંપન્ન, મનુષ્યેન્દ્ર સનકુમાર ચક્રવર્તીએ પુત્રને રાજ્ય પર સ્થાપિત કરી તપનું આચરણ કર્યું. મહાન્ ઋદ્ધિ સંપન્ન અને લોકમાં શાંતિ કરનારા શાંતિનાથ ચક્રવર્તીએ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. ઇક્ષ્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ, નરેશ્વર, વિશાલકીર્તિ દ્યુતિમાનૢ કુંથુનાથ ચક્રવર્તીએ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. સાગર પર્યંત ભારત વર્ષનો ત્યાગ કરીને કર્મરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ અર ચક્રવર્તીએ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434