________________
૪૩૦
આગમ કથાનુયોગ-૩
૦ કમલાવતીનો રાજાને બોધ :
- જ્યારે ઇષકાર રાજાએ સાંભળ્યું કે પુત્ર અને પત્નીની સાથે પુરોહિત પણ ભોગોનો ત્યાગ કરી અભિનિષ્ક્રમણ કરી રહેલ છે. ત્યારે તે કુટુંબની પ્રચુર અને શ્રેષ્ઠ ધનસંપત્તિની ઇચ્છા રાખતા રાજાને રાણી કમલાદેવીએ કહ્યું
– તમે બ્રાહ્મણ દ્વારા ત્યજાયેલ ધનને ગ્રહણ કરવાની ઇચ્છા રાખો છો. હે રાજનું! વમન કરાયેલાનું ભક્ષણ કરનાર પુરુષ પ્રશંસનીય હોતો નથી. આખું જગતું અને તેનું સમસ્ત ધન પણ જો તમારું થઈ જાય તો પણ તે તમારે માટે અપર્યાપ્ત જ થશે અને તે ધન તમારું રક્ષણ નહીં કરી શકે.
- - હે રાજન્ ! એક દિવસ આ મનોજ્ઞ કામગુણોને છોડીને જ્યારે મૃત્યુ પામીશું. ત્યારે એક ધર્મજ સંરક્ષક થશે. હે નરદેવ ! અહીં ધર્મથી અતિરિક્ત બીજું કોઈ રક્ષણ કરનાર નથી. પક્ષી જેમ પિંજરામાં સુખનો અનુભવ કરતો નથી. તે જ રીતે મને અહીં આનંદ મળતો નથી. હું સ્નેહના બંધનોને તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિધર્મનું આચરણ કરીશ.
-- જેમ વનમાં લાગેલા દાવાનળમાં પ્રાણીઓને જલતા જોઈને રાગદ્વેષને કારણે અન્ય જીવ પ્રમુદિત થાય છે. તે પ્રમાણે કામભોગોમાં મૂર્જિત આપણે મૂઢ લોકો પણ રાગદ્વેષની અગ્નિ વડે સળગતા જગતને સમજી શકતા નથી.
- આત્મવાનું સાધક ભોગોને ભોગવીને પણ, તેનો ત્યાગ કરીને વાયુની માફક અપ્રતિબદ્ધ લઘુભૂત થઈને વિચરણ કરે છે. પોતાની ઇચ્છાનુસાર વિચરણ કરનારા પક્ષીઓની માફક પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહાર કરે છે.
– જેને આપણે નિયંત્રિત સમજી લીધા છે, એવા આપણા હસ્તગત થયેલ આ કામભોગ વસ્તુતઃ ક્ષણિક છે. હજી આપણે કામનાઓમાં આસક્ત છીએ, પરંતુ જે રીતે આ પુરોહિત પરિવાર બંધનમુક્ત થયો છે, તેમ આપણે પણ થઈશું.
- જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે. તેના પર જ બીજા માંસભક્ષી પક્ષી તરાપ મારે છે. જેની પાસે માંસ નથી હોતું. તેના પર કોઈ તરાપ મારતું નથી. તેથી હું પણ તે માંસની ઉપમા વાળા કામભોગોને છોડીને નિરામિષ ભાવથી વિચરણ કરીશ.
– સંસારની વૃદ્ધિ કરનારા કામભોગોને ગીધ સમાન જાણીને તે પરત્વે એ જ રીતે શંકિત થઈને ચાલવું જોઈએ, જે રીતે ગરૂડની સમીપે શંકિત થઈને ચાલે છે.
– બંધન તોડીને જે રીતે હાથી પોતાના નિવાસ સ્થાન–વનમાં ચાલ્યા જાય છે. તે જ રીતે આપણે પણ વાસ્તવિક સ્થાન–મોલમાં જવું જોઈએ. હે મહારાજ ઇષકાર ! આ જ એકમાત્ર શ્રેયસ્કર છે. એ પ્રમાણે મેં જ્ઞાનીજનો પાસેથી સાંભળેલ છે. ૦ રાજાદિની પ્રવજ્યા :
વિશાળ રાજ્યને છોડીને, પ્રત્યજ્ય કામભોગોનો પરિત્યાગ કરીને તે રાજા રાણી પણ નિર્વિષય, નિરામિષ, નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહ થઈ ગયા. ધર્મને સમ્યકરૂપે જાણીને, ઉપલબ્ધ શ્રેષ્ઠ કામગુણોને છોડીને બંને (રાજા-રાણી) યથોપદિષ્ટ ઘોરતા સ્વીકારી, સંયમમાં ઘોર પરાક્રમી બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org