________________
૪૨૨
આગમ કથાનુયોગ-૩
મોક્ષરૂપગતિથી પ્રધાન–ઉત્તમ ચારિત્રના કથનને સાંભળીને, ધનને દુઃખ વર્ધક અને મમત્વ બંધનને મહાભયંકર જાણીને નિર્વાણ ગુણોને પ્રાપ્ત કરાવનારી સુખાવહ – અનંત સુખ પ્રાપ્ત કરાનારી ધર્મધુરા ધારણ કરો.
૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૬૭૫ થી ૭૧૧;
ઉત્ત નિ ૪૦૯ થી ૪૨૧ + ;
— — — — — ૦ ગર્દભાલિ, સંજય રાજા – ક્ષત્રિયમુનિ – કથાનક - ૦ સંજય રાજા :
કાંડિલ્ય નગરમાં સેના અને વાહનથી સુસંપન્ન સંજય નામનો રાજા હતો. એક દિવસ તે મૃગયા–શિકાર માટે નીકળ્યો. તે રાજા બધી તરફ વિશાલ અશ્વસેના, ગજસેના, રથસેના અને પદાતિસેનાથી પરિવૃત્ત હતો. રાજા અશ્વ પર આરૂઢ હતો. તે રસમૂર્શિત થઈને કાંપિલ્ય નગરમાં કેશર ઉદ્યાન તરફ ધકેલાયેલા, ભયભીત અને થાકેલા હરણોને મારી રહ્યો હતો. ૦ ગદભાલિ મુનિ :
તે કેશર ઉદ્યાનમાં એક તપોધન અણગાર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન હતા. ધર્મધ્યાનને એકાગ્રતાથી સાધી રહ્યા હતા. આમ્રવને ક્ષય કરવાને ઉદ્યત આણગાર લતામંડપમાં ધ્યાન કરી રહ્યા હતા. રાજાએ તેમની સમીપ આવેલ હરણોનો વધ કરી દીધો. અશ્વારૂઢ રાજા જલ્દીથી ત્યાં આવ્યો. જ્યાં મુનિ ધ્યાનસ્થ હતા. મૃત હરણોને જોઈને પછી ત્યાં એક અણગારને જોયા. ૦ સંજય દ્વારા ક્ષમા - પ્રાર્થના :
મુનિને જોઈને રાજા એકદમ ભયભીત થઈ ગયા. તેણે વિચાર્યું – હું કેટલો મંદપુણ્ય-ભાગ્યહીન, રસાસક્ત અને હિંસકવૃત્તિનો છું કે મેં વ્યર્થ જ મુનિને આહત કર્યા છે. ઘોડાને છોડીને તેણે વિનયપૂર્વક અણગારના ચરણોમાં વંદન કર્યા અને કહ્યું, ભગવન્! આ અપરાધને માટે મને ક્ષમા કરજો.
તે અણગાર તો મૌનપૂર્વક ધ્યાનમાં લીન હતા. તેમણે રાજાને કંઈ પ્રત્યુત્તર ન આપ્યો. તેથી રાજા અધિક ભયાક્રાંત થઈ ગયા. ભગવન્! હું સંજય છું, આપ મારી સાથે કંઈક તો બોલો. હું જાણું છું – કુદ્ધ અણગાર પોતાના તેજથી કરોડો મનુષ્યને બાળી નાંખે છે. ૦ ગર્દભાલિ મુનિ દ્વારા ઉપદેશ :
જ્યારે રાજાએ મુનિને જોયા અને સંભ્રમમાં આવ્યો, તેણે ઘોડાને છોડીને અણગારની પાસે જઈને વિનય વડે વંદીને અપરાધ ખમાવ્યા. પણ મૌનસ્થિત તે અણગાર કંઈ જ બોલ્યા નહીં ત્યારે તેના તપતેજથી ભયભીત થઈને આ પ્રમાણે બોલ્યો, હું કંપિલપુરનો અધિપતિ રાજા સંજય તમારા શરણે આવેલો છું, ત્યારે ગર્દભાલી મુનિએ કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org