________________
૪૨૦
જેવી તીક્ષ્ણ જલધારા વડે હું ચીરાયો છું.
ગરમીથી સંતપ્ત થઈને હું છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો, પરંતુ ત્યાં ઉપરથી પડતા અસિપત્રોથી અનેક વાર છેદાયો. બધી તરફથી નિરાશ થયેલ મારા શરીરને મુદ્ગરો, મુસુંડીઓ, શૂળો અને મૂસલો વડે ચૂર ચૂર કરાયું. આ પ્રમાણે અનંતીવાર મેં દુઃખ પ્રાપ્ત કર્યું.
આગમ કથાનુયોગ–૩
તેજધારવાળા છરા અને છરીઓ વડે તથા કાતર વડે હું અનેક વખત કપાયો છું ટુકડા–ટુકડા કરાયો છું, છેદાયો છું અને મારી ચામડી ઉતારાઈ છે, વિવશ બનેલા હરણની માફક પણ અનેકવાર પાશ અને કૂટજાલોથી છલપૂર્વક પકડાયેલો છું. બંધાયો છું, રોકાયો છું અને વિનષ્ટ કરાયો છું.
ગલ અને મગરને પકડવાના જાલથી માછલીની માફક વિવશ એવો હું અનંતીવાર ખેંચાયો, ફડાયો, પકડાયો અને મરાયો છું, બાજ પક્ષીઓ, જાલો તથા વજ્રલેપો દ્વારા પક્ષીની માફક હું અનંતવાર પકડાયો, ચિપકાવાયો, બંધાયો અને મરાયો.
વર્ધકી દ્વારા વૃક્ષની માફક કુહાડી અને ફરસી વડે હું અનંતવાર કૂટાયો છું, ફડાયો છું, છેદાયો છું અને છોલવામાં આવ્યો છું, લુહારો દ્વારા લોઢાની માફક હું પરમાધામી અસુરકુમારો દ્વારા થપ્પડ અને મુક્કાઓ દ્વારા અનંતવાર પીટાયો, કૂટાયો અને ખંડખંડ કરાયો તેમજ ચૂર્ણ બનાવી દેવાયો છું. ભયંકર આક્રંદન કરવા છતા પણ મને કળકળતા, ગરમ તાંબા, લોઢા, રાંગા અને સીસાનો રસ પીવડાવાયો.
‘“તને ટુકડા–ટુકડા કરાયેલ અને શૂળમાં પરાવાયેલ પકાવેલું માંસ પ્રિય હતું." એ યાદ દેવડાવી મને મારા જ શરીરનું માંસ કાપીને તેને અગ્નિ જેવું લાલ તપાવીને અનેકવાર ખવડાવાયું. “તને સૂરા, સીધુ, મૈરેય અને મધુ આદિ મદિરા પ્રિય હતી.' એમ યાદ દેવડાવીને મને સળગતી એવી ચરબી અને ખૂન પીવડાવાયું.
મેં આ પ્રમાણે પૂર્વ જન્મોમાં નિત્ય, ભયભીત, સંત્રસ્ત, દુઃખિત અને વ્યથિત થતા અત્યંત દુ:ખપૂર્ણ વેદનાનો અનુભવ કર્યો છે. તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યંત દુઃસહ મહાભયંકર અને ભીષ્મ વેદનાઓને મેં નરકમાં અનુભવી છે.
હે તાત ! મનુષ્યલોકમાં જેવી વેદનાઓ જોવામાં આવી છે, તેનાથી અનંતગુણી અધિક દુઃખ વેદના નરકમાં છે, મેં બધાં જન્મોમાં દુઃખરૂપ વેદના અનુભવી છે. એક પલક માત્ર જેટલી પણ સુખરૂપ વેદના ત્યાં નથી.
૦ શ્રામણ્ય નિષ્પતિકર્મ સંબંધે—ઉત્તર :
માતાપિતાએ કહ્યું, હે પુત્ર ! તારી ઇચ્છાનુસાર તું ભલે સંયમ સ્વીકાર કર, પણ વિશેષ વાત એ છે કે, શ્રમણજીવનમાં નિષ્પતિકર્મતા રોગ થાય ત્યારે ચિકિત્સા ન
કરાવવી તે કષ્ટ છે.
ત્યારે મૃગાપુત્રે કહ્યું, હે માતાપિતા ! આપે જે કહ્યું, તે સત્ય છે, પણ જંગલમાં રહેનારા નિરીહ પશુ-પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે ?
જેમ જંગલમાં હરણ એકલું વિચરે છે, તેમ હું પણ સંયમ અને તપની સાથે એકાકી થઈને ધર્મનું આચરણ કરીશ. જ્યારે મહાવનમાં હરણના શરીરમાં આતંક ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org