________________
શ્રમણ કથાઓ
૪૧૯
જેમ વસ્ત્રના થેલાને હવાથી ભરવો દુષ્કર છે, તે જ રીતે કાયરો દ્વારા શ્રમણધર્મનું પાલન કરવું પણ કઠિન છે.
જેમ મેરપર્વતને ત્રાજવાથી તોલવો દુષ્કર છે, તે જ રીતે નિશ્ચલ અને નિઃશંક ભાવથી શ્રમણધર્મનું પાલન પણ દુષ્કર છે.
જેમ ભુજાઓ વડે સમુદ્રને તરવો મુશ્કેલ છે, તે જ રીતે અનુપશાંત વ્યક્તિ દ્વારા સંયમસાગરને પાર કરવો દુષ્કર છે.
હે પુત્ર ! પહેલા તું મનુષ્ય સંબંધી શબ્દ, રૂપ આદિ પાંચ પ્રકારના ભોગોને ભોગવીને, પશ્ચાત્ ભુક્તભોગી થઈને ધર્માચરણ કરજે. ૦ મૃગાપુત્ર દ્વારા માતાપિતાને પ્રત્યુત્તર :
મૃગાપુત્રએ માતાપિતાને કહ્યું કે, આપે જે કહ્યું છે તે ઠીક છે, પરંતુ આ સંસારમાં જેમની તરસ છીપાઈ ચૂકી હોય તેમને માટે કંઈપણ દુષ્કર નથી.
મેં શારીરિક અને માનસિક વેદનાઓને અનંતવાર સહન કરી છે, અને અનેક વખત ભયંકર દુઃખ અને ભયનો પણ અનુભવ કર્યો છે. મેં નરકાદિ ચાર ગતિરૂપ અંતવાળા જરા–મરણરૂપી ભયની ખાણ-સંસારરૂપી વનમાં ભયંકર જન્મ મરણો સહ્યા છે.
જેમ અહીં અગ્રિ ઉષ્ણ છે, તેનાથી અનંતગુણી અધિક દુઃખરૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં અનુભવી છે, જેમ અહીં ઠંડી છે, તેથી અનંતગુણી અધિક દુઃખરૂપ શીતવેદના મેં નરકમાં અનુભવી છે. હું નરકની કંદ કુંભીઓમાં ઉપર પગ અને નીચું મસ્તક કરીને પ્રજ્વલિત અગ્નિમાં આક્રંદન કરતો અનંતવાર પકાવાયો છું.
મહાભયંકર દાવાગ્નિ તુલ્ય મરૂપ્રદેશમાં તથા વજવાલુકામાં અને કદંબવાલુકામાં હું અનંતવાર સળગાવાયો છું. બાંધવોથી રહિત, અસહાય, રોતો એવો કંદૂકુંભમાં ઊંચો બાંધવામાં આવ્યો અને કરવત અને ક્રકચ આદિ શસ્ત્રોથી અનંતવાર છેડાયો છું.
અત્યંત તીખા કાંટાથી વ્યાપ્ત ઊંચા શાલ્મલિવૃક્ષ પર પાશજાલથી બાંધીને અહીં– તહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ આપેલ છે. અતિ ભયાનક આક્રંદન કરતો એવો હું પાપકર્મા મારા જ કર્મોને કારણે શેરડીની માફક મોટા-મોટા યંત્રોમાં અનંતીવાર પીલાયો છું.
હું અહીં-તહીં ભાગતો એવો અને આક્રંદન કરતો એવો કાળા અને કાબરચિતરા સુંવર અને કૂતરાથી અનેક વખત પાડવામાં આવ્યો, ફાડવામાં આવ્યો અને છેડાયો છું. પાપકર્મોના કારણે હું નરકમાં જન્મ લઈને અલસીના ફૂલો સમાન નીલરંગી તલવારો વડે, ભાલાથી, લોઢાના દંડ વડે છેદાયો, ભેદાયો અને ટૂકડે ટૂકડા કરાયો છું.
યૂપના છેદમાં લાગતી એવી ખીલીથી યુક્ત એવા યૂપવાળા સળગતા લોઢાના રથમાં જોડવામાં આવ્યો, ચાબુક અને દોરડા વડે હંકારાયો, રોઝની માફક પીટાઈને જમીન પર પાડવામાં આવ્યો. પાપકર્મોથી ઘેરાયેલ એવો પરાધીન હું અગ્રિની ચિતાઓમાં ભેંસની માફક સળગાવાયો અને પકાવાયો છું.
લોઢાના સમાન કઠોર સાણસી જેવી ચાંચવાળા ઢેક અને ગીધ પક્ષીઓ દ્વારા રોતો–એવો પણ બળથી અનંતીવાર નોંચાયો છું. તરસથી વ્યાકુળ થઈને દોડતા એવો હું વૈતરણી નદી પર પહોંચ્યો. “પાણી પીશ” એવું વિચારી જ રહ્યો હતો કે છરાની ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org