Book Title: Agam Kathanuyoga Gujarati Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 418
________________ ભ્રમણ કથાઓ પૂર્વાચરિત શ્રામણ્યને સ્મરણ કરે છે. ૪૧૭ (અહીં નિર્યુક્તિકાર મહર્ષિ પણ નોંધે છે કે—) સુગ્રીવ નગરમાં બલભદ્ર નામે રાજા હતો, તેને મૃગાદેવી નામે અગ્રમહિષી હતી. તે બંનેનો બલશ્રી નામે એક બુદ્ધિમાન પુત્ર હતો. જે વજ્રઋષભનારાય સંઘયણ યુક્ત, યુવરાજ અને ચરમભવને ધારણ કરતો હતો. નંદન નામક રમ્ય પ્રાસાદમાં તે આનંદિત હૃદયથી પોતાની સ્ત્રી સાથે દોગુંદક દેવની માફક રમણ કરતો હતો. અન્ય કોઈ દિવસે પ્રાસાદતલે સ્થિત એવા તેણે વિસ્તીર્ણ રાજમાર્ગ પર અવલોકન કરતા ગુણસમૂહરૂપ એવા સંયત શ્રમણને રાજપથ પર વિચરતા જોયા. જે મુનિ તપ, નિયમ, સંયમના ધારક અને શ્રુતસાગરપારગ તથા ધીર હતા. ત્યારે રાજસુતે (બલશ્રીએ) તે શ્રમણને અનિમેષ નયને જોયા અને વિચાર્યું કે મેં આવા પ્રકારનું રૂપ ક્યાંક જોયેલ છે. ત્યારે તેમને પૂર્વભવે આચરેલ શ્રામણ્યનું સ્મરણ થયું. O મૃગાપુત્રનો પ્રવ્રજ્યા સંકલ્પ :– વિષયોથી વિરક્ત અને સંયમમાં અનુરક્ત મૃગાપુત્રે માતાપિતાની સમીપે આવીને આ પ્રમાણે કહ્યું મેં પાંચ મહાવ્રતોને સાંભળ્યા છે અને એ પણ સાંભળેલ છે કે નરક અને તિર્યંચયોનિમાં દુ:ખ છે. હું સંસારરૂપ મહાસાગર થકી વિરક્ત થયો છું, હું પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. તેથી હે માતા ! મને અનુમતિ આપો. હે માતાપિતા ! હું ભોગોને ભોગવી ચૂક્યો છું, તે વિષફળ સમાન અંતે કટુ વિપાકવાળા અને નિરંતર દુ:ખ દેનારા છે. આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિમાંથી ઉત્પન્ન થયેલ છે. અહીંનો આવાસ. અશાશ્વત છે અને દુ:ખ તથા કલેશના સ્થાનરૂપ છે. આ શરીર પાણીના પરપોટા સમાન અનિત્ય છે, પહેલા કે પછી તેને ક્યારેક છોડવાનું જ છે. તેથી મને તેમાં આનંદ મળતો નથી. વ્યાધિ અને રોગોનું ઘર તથા જરા અને મરણથી ગ્રસ્ત આ અસાર મનુષ્ય શરીરમાં મને એક ક્ષણને માટે પણ સુખ મળતું નથી. જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, રોગ દુઃખ સંસાર જ દુઃખરૂપ છે. જ્યાં જીવ કલેશ પામે છે. છે, મરણ દુઃખ છે. અહો ! આ સમગ્ર ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, પુત્ર, સ્ત્રી, બંધુજન અને આ શરીરને છોડીને એક દિવસ વિવશ થઈને મારે ચાલ્યું જવાનું છે. જે પ્રમાણે વિષયરૂપ કિંપાક ફળોનું અંતિમ પરિણામ સુંદર હોતું નથી. તે જ પ્રમાણે ભોગવેલા ભોગોનું પરિણામ પણ સુંદર હોતું નથી. જે વ્યક્તિ પાથેય—ભાતું લીધા વિના જ લાંબા રસ્તે ચાલ્યો જાય છે, તે ચાલતા—ચાલતા ભૂખ અને તરસથી પીડિત થાય છે. એ જ પ્રમાણે જે વ્યક્તિ ધર્મ કર્યા વિના જ પરભવમાં જાય છે, તે જતા-જતા વ્યાધિ અને રોગોથી પીડિત થાય છે — દુ:ખી થાય છે. જે વ્યક્તિ પાથેય લઈને લાંબા માર્ગે ચાલે છે, તે ચાલતા-ચાલતા ભૂખ અને Jain| ૩૨૨.૭ | ternational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434