________________
શ્રમણ કથાઓ
૦ સમુદ્રપાલની પ્રવ્રજ્યા :–
એક સમયે તે પ્રાસાદ આલોકન કરતો (ઝરૂખામાં બેસીને આલોકન કરતો) હતો. તેણે વધ્યજનોચિત્ત ચિન્હોથી યુક્ત વધ્યને વધ્યસ્થાન તરફ લઈ જવાતા જોયો. તેને જોઈને સંવેગ પામીને સમુદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યુ – (વિચાર્યુ) અહો ! આ અશુભ કર્મોના પાપક નિર્માણ—દુઃખદ પરિણામ છે.
–
આ પ્રમાણે ચિંતન કરતા એવા તે ભગવાન્ – મહાન્ આત્મા સંવેગને પ્રાપ્ત થયો અને સંબુદ્ધ થયો (પ્રતિબોધ પામ્યો) માતાપિતાને પૂછીને તેણે અણગાર પ્રવ્રજ્યા અંગીકાર કરી. દીક્ષિત થયા પછી મુનિ મહાકલેશકારી, મહામોહ અને પૂર્ણભયકારી સંગનો પરિત્યાગ કરીને પર્યાય ધર્મ—સાધ્વાચારમાં, વ્રતમાં, શીલમાં અને પરીષહોને સહેવામાં અભિરુચિ રાખે.
મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને સ્વીકાર કરીને જિનોપદિષ્ટ ધર્મનું આચરણ કરે. ઇન્દ્રિયોનું સમ્યક્ સંવરણ કરનારા ભિક્ષુ સર્વે જીવો પ્રતિ કરુણાશીલ રહે, ક્ષમા વડે દુર્વચનાદિને સહન કરે, સંયત થાય, બ્રહ્મચારી રહે, તે સદૈવ સાવદ્ય યોગ – પાપાચારનો પરિત્યાગ કરતા એવા વિચરણ કરે.
૪૧૫
સાધુ સમયાનુસાર પોતાના બલાબલને, પોતાની શક્તિને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દ સાંભળીને પણ સંત્રસ્ત ન થાય, અસભ્ય વચન સાંભળીને પણ બદલામાં અસભ્ય વચન ન કહે.
૦ પરીષહો સહેવા :
સંયમી પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરતો વિચરણ કરે, પ્રિય—અપ્રિય, ઇષ્ટ—અનિષ્ટ, અનુકૂળ—પ્રતિકૂળ પરીષહોને સહન કરે, સર્વત્ર બધાંની અભિલાષા ન કરે, પૂજા અને ગર્હા પણ ન ઇચ્છે.
અહીં સંસારમાં મનુષ્યોના અનેક પ્રકારના છંદ—અભિપ્રાય હોય છે. ભિક્ષુ તેને પોતાના ભાવથી જાણે છે. તેથી તે દેવકૃત, મનુષ્ય કૃતુ, તિર્યંચ કૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગો સહન કરે.
અનેક અસહ્ય, પરીષ્ઠ પ્રાપ્ત થાય ત્યારે ઘણાં કાયર લોક ખેદનો અનુભવ કરે છે, પરંતુ ભિક્ષુ પરીષહો પ્રાપ્ત થાય ત્યારે સંગ્રામમાં આગળ રહેનારા નાગરાજ–હાથીની જેમ વ્યથિત ન થાય.
શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, તૃણસ્પર્શ તથા અનેક પ્રકારના બીજા આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શ ન કરે, ત્યારે તે કુત્સિત શબ્દ ન કરતો તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત્ કર્મોને ક્ષીણ કરે.
વિચક્ષણ ભિક્ષુ સતત રાગ દ્વેષ અને મોહને છોડીને વાયુ વડે અકંપિત મેરુની સમાન આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે.
પૂજા—પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગર્હોમાં અવનત ન થનાર, મહર્ષિ પૂજા અને ગર્હામાં લિપ્ત ન થાય. તે સમભાવી વિરત સંયમી સરળતાને સ્વીકાર કરીને નિર્વાણ માર્ગને પ્રાપ્ત
થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org