________________
૪૧૪
આગમ કથાનુયોગ-૩
-
-
આ મહાનિર્ગથીય મહામૃતને મહાનું વિસ્તારથી કહ્યું. ૦ શ્રેણિક દ્વારા ક્ષમાયાચના :
રાજા શ્રેણિક આ કથનને સાંભળીને સંતુષ્ટ થયો અને હાથ જોડીને આ પ્રમાણે બોલ્યો, હે ભગવન્! આપે અનાથનું યથાર્થ સ્વરૂપ મને સારી રીતે સમજાવ્યું છે.
હે મહર્ષિ ! તમારું મનુષ્ય જીવન સફળ છે, તમારી ઉપલબ્ધિઓ સફળ છે, તમે સાચા સનાથ અને સબાંધવ છો, કેમકે તમે જિનેશ્વરના માર્ગમાં સ્થિત છો.
હે સંયત ! તમે અનાથોના નાથ છો, તમે બધાં જીવોના નાથ છો, હે મહાભાગ! હું તમારી ક્ષમા માંગુ છું. હું તમારા દ્વારા અનુશાસિત થવાની ઇચ્છા રાખું છું. મેં આપને પ્રશ્ન પૂછીને જે ધ્યાનમાં વિદ્ધ કર્યું અને ભોગોને માટે નિમંત્રણ આપ્યું, તે બધાંને માટે મને ક્ષમા કરો.
આ પ્રમાણે તે રાજસિંહ - શ્રેણિક રાજા અણગારસિંહમુનિની પરમભક્તિથી સ્તુતિ કરી અંતઃપુર તથા પરિજનોની સાથે નિર્મળ ચિત્તપૂર્વક ધર્મમાં અનુરક્ત થઈ ગયો. રાજાના રામકૂપ આનંદથી ઉલ્લસિત થઈ રહ્યા હતા. તે મુનિની પ્રદક્ષિણા અને નતમસ્તકે વંદના કરીને પાછો ફર્યો.
તે અનાથીમુનિ ગુણો વડે સમૃદ્ધ, ત્રણ ગુતિઓથી ગુપ્ત, ત્રણ દંડોથી વિરત, મોહમુક્ત મુનિ પક્ષીની માફક વિપ્રમુક્ત–અપ્રતિબદ્ધ થઈને પૃથ્વીતલ પર વિહાર કરવા લાગ્યા.
૦ આગમ સંદર્ભ :ઉત્ત. ૭૧૩ થી ૭૭૨;
૦ સમુદ્રપાલ કથા :
ચંપાનગરીમાં “પાલિત' નામનો એક વણિકૂ શ્રાવક હતો. તે ભગવંત મહાવીરનો શિષ્ય હતો. તે શ્રાવક નિગ્રંથ પ્રવચનનો કોવિદ – વિશિષ્ટ જ્ઞાતા વિદ્વાન્ હતો. એક વખત વહાણ દ્વારા વ્યાપાર કરતો એવો તે પિડુંડનગરે આવ્યો. પિડુંડનગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વણિકે વિવાહના રૂપમાં પોતાની પુત્રી આપી. કેટલાક સમય પછી ગર્ભવતી પત્નીને લઈને તેણે સ્વદેશ તરફ પ્રસ્થાન કર્યું. ૦ સમુદ્રપાલનો જન્મ અને વિવાહ :
પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તે સમુદ્રમાં ઉત્પન્ન થયો હોવાથી તેનું નામ સમુદ્રપાલ રાખ્યું.
તે વણિકૂ શ્રાવક સકુશલ ચંપાનગરીમાં પોતાને ઘેર આવ્યો. તે સુકુમાર બાળક પોતાના ઘરમાં આનંદપૂર્વક મોટો થવા લાગ્યો. તેણે બોંતેર કળાઓ શીખી અને તે નીતિ નિપુણ થઈ ગયો, તે યુવાવસ્થાથી સંપન્ન થઈ ગયો. ત્યારે તે બધાને સુરૂપ અને પ્રિયદર્શન લાગવા માંડ્યો.
પિતાએ તેને માટે રૂપિણી નામની સુંદર રૂપવતી પત્ની લાવી આપી. તે દોગંદક દેવની માફક પોતાની પત્નીની સાથે સુરખ્ય પ્રાસાદમાં ક્રીડા કરવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org