________________
આગમ કથાનુયોગ–૩
-
જે રતિ અને અરતિને સહન કરે છે, સંસારી લોકોના પરીચયથી દૂર રહે છે, વિરક્ત છે, આત્મહિતના સાધક છે, પ્રધાનવાનું – સંયમશીલ છે, શોક અને મમત્ત્વરહિત છે, અકિંચન છે, તે પરમાર્થ પદોમાં સમ્યગ્દર્શન આદિ મોક્ષ સાધનોમાં સ્થિત હોય છે. ત્રાયી—પ્રાણિ રક્ષા કરનાર મુનિ મહાન્ યશસ્વી ઋષિઓ દ્વારા સ્વીકૃત, લેપાદિ કર્મથી રહિત, અસંવૃત્ત – બીજાદિથી રહિત વિવિક્ત લયન – એકાંત સ્થાનોને સેવન કરે અને પરીષહોને સહન કરે.
૪૧૬
અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સજ્ઞાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનારા, અનુત્તર જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ અંતરિક્ષમાં સૂર્ય સમાન પ્રકાશમાન થાય છે. ૦ સમુદ્રપાલ મુનિનો મોક્ષ :
સમુદ્રપાલ મુનિ પુણ્યપાપ (શુભ-અશુભ) બંને કર્મોનો ક્ષય કરીને સંયમમાં નિરંગન—નિશ્ચલ અને બધાં પ્રકારથી મુક્ત થઈને સમુદ્રની માફક વિશાળ સંસાર પ્રવાહને તરીને અપુનરાગમન મોક્ષને પ્રાપ્ત થયા (મોક્ષ પામ્યા).
૦ આગમ સંદર્ભ ::
ઉત્ત. ૭૭૩ થી ૭૯૬;
—
×
×
• મૃગાપુત્ર
બલશ્રી કથા ઃ
મૃગા નામની દેવી—અગ્રમહિષી હતી. તેને બલશ્રી નામે એક પુત્ર હતો. તે નામથી આ અધ્યયનને મૃગાપુત્રીય અધ્યયન કહેવામાં આવે છે. તે (કથાનક) આ પ્રમાણે છે– કાનન અને ઉદ્યાનોથી સુશોભિત સુગ્રીવ નામક સુરમ્ય નગરમાં બલભદ્ર નામનો રાજા હતો. મૃગા તેમની પટ્ટરાણી હતી. તેમને બલશ્રી નામે પુત્ર હતો, જે મૃગાપુત્રના નામથી પ્રસિદ્ધ હતો. તે માતા–પિતાને પ્રિય હતો, યુવરાજ હતો, દીશ્વર હતો અર્થાત્ શત્રુઓને દમન કરનારામાં મુખ્ય હતો.
તે પ્રસન્નચિત્ત થઈ હંમેશા નંદન પ્રસાદમાં દોગુંદક દેવોની માફક સ્ત્રીઓની સાથે ક્રીડા કરતો હતો.
Jain Education International
એક દિવસ તે મણિ અને રત્નોથી જડિત કઢ઼િમતલવાળા પ્રાસાદના ગવાક્ષમાં ઊભો રહીને નગરના ચતુષ્ક–ત્રિક અને ચત્વરને જોઈ રહ્યો હતો.
૦ બલશ્રીને જાતિસ્મરણ :
તેણે ત્યાં રાજપથ પર જતા એવા તપ, નિયમ અને સંયમના ધારક શીલ વડે સમૃદ્ધ તથા ગુણોની ખાણ સમાન એક સંયતને જોયા. મૃગાપુત્ર (બલશ્રી) તે મુનિને અપલક દૃષ્ટિથી જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે, હું માનું છું કે, આવું રૂપ આ પૂર્વે પણ મેં ક્યાંક જોયેલું છે.
સાધુનું દર્શન અને તદનન્તર પવિત્ર અધ્યવસાય થવાથી મેં આવું ક્યાંક જોયેલ છે.' આ પ્રમાણે ઉહાપોહ રૂપ મોહને પ્રાપ્ત થઈ તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. સંજ્ઞીજ્ઞાન થવાથી તે પૂર્વભવને સ્મરણ કરે છે – હું દેવલોકથી ચ્યવીને આ મનુષ્ય ભવમાં આવેલ છું. જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી મહાઋદ્ધિશાળી મૃગાપુત્ર પોતાની પૂર્વ જાતિ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org