________________
૪૧૨
આગમ કથાનુયોગ-૩
શાસ્ત્રકુશલ મારી ચિકિત્સાને માટે ઉપસ્થિત હતા, તેઓએ મારા હિતને માટે ચતુષ્પાદ ચિકિત્સા કરી, પણ તેઓ મને દુઃખથી મુક્ત ન કરી શક્યા. આ મારી અનાથતા છે.
મારા પિતાએ મારા માટે ચિકિત્સકોને ઉપહાર સ્વરૂપ સર્વસાર વસ્તુઓ આપી, પણ તેઓ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહીં, આ મારી અનાથતા છે.
મહારાજ ! મારી માતા પુત્રશોકના દુઃખથી પીડિત રહેતી હતી, પરંતુ તે પણ મને દુઃખથી મુક્ત ન કરી શકી, આ મારી અનાથતા છે.
મહારાજ ! મારા મોટા અને નાના બધાં સગા ભાઈઓ મને દુઃખથી મુક્ત કરી શકયા નહીં, આ મારી અનાથતા છે.
મહારાજ ! મારી મોટી અને નાની સગી બહેનો પણ મને દુઃખથી મુક્ત કરી ન શક્યા, આ મારી અનાથતા છે.
મહારાજ ! મારામાં અનુરક્ત અને અનુવ્રત મારી પત્ની અશ્રુપૂર્ણ નયનો વડે મારા ઉર સ્થળને ભીંજવતી રહેતી હતી, તે બાલા (કન્યા) મારા પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં કયારેય પણ અન્નપાન, સ્નાન, ગંધ, માળા, વિલેપનનો ઉપભોગ કરતી ન હતી. તે એક ક્ષણ માટે પણ મારાથી દૂર થતી ન હતી. તો પણ તે મને દુઃખથી મુક્ત કરી ન શકી. મહારાજ ! આ મારી અનાથતા છે. ૦ પ્રવજ્યા ગ્રહણ અને સનાથત્વ :
ત્યારે મેં આ પ્રમાણે વિચાર કર્યો કે પ્રાણીને આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદનાનો અનુભવ કરવો પડે છે. આ વિપુલ વેદનાથી જો એક વખત પણ મુક્ત થઈ જઈશ, તો હું શાંત, દાંત, નિરારંભ અણગાર વૃત્તિમાં પ્રવ્રજિત થઈ જઈશ.
હે નરાધિપ ! આ પ્રકારે વિચાર કરીને હું સૂઈ ગયો. વીતતી જતી રાત્રિની સાથે સાથે મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ.
ત્યારપછી પ્રાતઃકાલમાં નિરોગી થતાં જ હું બંધુજનોને પૂછીને સાંત, દાંત, નિરારંભ થઈને અણગાર વૃત્તિથી પ્રવ્રજિત થઈ ગયો. ત્યારે હું મારો અને બીજાનો – ત્રસ અને સ્થાવર બધા જીવોનો નાથ થઈ ગયો.
મારો પોતાનો આત્મા જ વૈતરણી નદી છે, કૂટશાલ્મલી વૃક્ષ છે, કામદુધા ગાય છે અને નંદનવન છે.
આત્મા જ સુખદુ:ખનો કર્તા છે અને વિકર્તા-ભોક્તા છે. સમ્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્ટપ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે. ૦ કુશીલાચરણ નિરૂપણ અને સંયમપાલન ઉપદેશ :
હે રાજનું આ એક બીજી પણ અનાથતા છે. જેને શાંત અને એકાગ્ર ચિત્ત થઈને સાંભળો
- ઘણાં જ એવા કાયર વ્યક્તિ હોય છે, જે નિગ્રંથ ધર્મને પામીને પણ ખિન્ન થઈ જાય છે, દુઃખી હોય છે.
– જે મહાવ્રતોનો સ્વીકાર કરી, પ્રમાદના કારણે તેનું સમ્યક્ પાલન કરતા નથી, આત્માનો નિગ્રહ કરતા નથી, રસોમાં જે આસક્ત છે, તેઓ રાગ-દ્વેષ, રૂપ બંધનોનો For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International