________________
શ્રમણ કથાઓ
કેવી સૌમ્યતા છે. અહો ! શું શાંતિ છે ? શું મુક્તિ–નિર્લોભતા છે ? ભોગો પરત્વે કેવી અસંગતા છે ?
તે મુનિના ચરણોમાં વંદના અને નમસ્કાર તથા પ્રદક્ષિણા કર્યા પછી રાજા અતિ દૂર નહીં – અતિ નીકટ નહીં એવા યોગ્ય સ્થાને ઊભો રહીને હાથ જોડીને પૂછવા લાગ્યા ૦ શ્રેણિકનો મુનિ સાથે સંવાદ :~
શ્રેણિક :હે આર્ય ! તમે હજી યુવાન છો, તો પણ હે સંયત ! તમે ભોગકાળમાં દીક્ષિત થયા છો, શ્રામણ્યમાં ઉપસ્થિત થયા છો, તેનું કારણ શું છે, તે હું સાંભળવા ઇચ્છું છું.
૪૧૧
મુનિ :– હે મહારાજ ! હું અનાથ છું, મારો કોઈ નાથ—રક્ષક નથી. મારા પર અનુકંપા રાખનાર કોઈ મિત્ર પણ મને મળ્યો નથી.
આ સાંભળીને મગધાધિપ રાજા શ્રેણિક જોરથી હસ્યો અને બોલ્યો – આ પ્રમાણે તમે દેખાવમાં તો ઋદ્ધિસંપન્ન લાગો છો, તો પણ તમારો કોઈ નાથ કેમ નથી ? હે ભદંત ! હું તમારો નાથ થઈશ. હે સંયત ! મિત્ર અને જ્ઞાતિજનોની સાથે મળીને ભોગોને ભોગવો. મનુષ્યજીવન ઘણું દુર્લભ છે.
અનાથમુનિ :— à શ્રેણિક ! તમે સ્વયં અનાથ છો. હે મગધાધિપ ! જ્યારે તમે સ્વયં અનાથ છો તો કોઈના નાથ કઈ રીતે થઈ શકો ? કઈ રીતે થઈ શકવાના છો ? રાજા પહેલાથી જ વિસ્મિત થઈ રહ્યો હતો, હવે તો મુનિના અભૂતપૂર્વ વચન સાંભળીને વધારે સંભ્રાન્ત–સંશય આકુલ અને વિસ્મિત થયો કે, મારી પાસે ઘોડા છે, હાથી છે, નગર અને અંતઃપુર છે. હું મનુષ્યજીવનના બધાં સુખોનો ભોગ કરી રહ્યો છું અને મારી પાસે આજ્ઞા અને ઐશ્વર્ય પણ છે. આ પ્રકારે શ્રેષ્ઠ સંપદા, જેના દ્વારા બધાં કામભોગ મને સમર્પિત છે પ્રાપ્ત છે, તો પણ હું અનાથ કેમ ? હે ભદંત ! તમે જૂઠ ન બોલો.
મુનિ દ્વારા પોતાના અનાથત્વની પ્રરૂપણા :–
હે પૃથ્વીપતિ નરેશ ! તમે અનાથનો અર્થ અને પરમાર્થ જાણતા નથી કે મનુષ્ય અનાથ અને સનાથ કઈ રીતે થાય છે ? મહારાજ ! અવ્યાક્ષિક્ષ ચિત્તથી મને સાંભળો કે યથાર્થમાં અનાથ કઈ રીતે થાય છે અને કયા આશયથી મેં તેનો પ્રયોગ કર્યો છે ?
પ્રાચીન નગરોમાં અસાધારણ સુંદર કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાં મારા પિતા હતા અને તેમની પાસે પ્રચુર ધનનો સંગ્રહ હતો.
મહારાજ ! પ્રથમ વયમાં – યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ–અસાધારણ પીડા ઉત્પન્ન થઈ. હે પાર્થિવ ! તેનાથી મારા સમસ્ત શરીરમાં અત્યંત જલન થતી હતી. ક્રુદ્ધ શત્રુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીક્ષ્ણ શસ્ર ઘોંચી દે અને તેનાથી જેવી વેદના થાય, એવી જ મારી આંખોમાં ભયંકર વેદના થઈ રહી હતી.
જે રીતે ઇન્દ્રના વજ્ર પ્રહારથી ભયંકર વેદના થાય છે, તે જ રીતે મારા કટિ ભાગમાં, અંતરેચ્છ—હૃદયમાં અને ઉત્તમાંગ—મસ્તકમાં અતિદારુણ વેદના થઈ રહી હતી. વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનારા, મંત્ર તથા ઔષધિઓના વિશારદ અદ્વિતીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org