________________
શ્રમણ કથાઓ
૪૦૯
જે તપસ્વી છે, કૃશ છે, દાંત છે, તપ દ્વારા જેનું માંસ અને લોહી અપચિત (ઓછું) થયેલ છે, જે સુવ્રત છે, રાગરહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે ત્રસ અને સ્થાવર જીવોને સમ્યક્ પ્રકારે જાણીને મન, વચન અને કાયાથી તેની હિંસા કરતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે ક્રોધ કે હાસ્ય કે લોભ કે ભય વડે જૂઠું બોલતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે સચિત્ત કે અચિત્ત, થોડું કે વધારે અદત્ત (ન આપેલું) લેતા નથી. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે દેવ–મનુષ્ય અને તિર્યંચ સંબંધી મૈથુનને મન, વચન અને શરીરથી સેવન કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે પ્રકારે જળમાં ઉત્પન્ન થયેલ કમળ, જળથી લેવાતું નથી, તે પ્રમાણે કામભોગોથી અલિપ્ત રહેનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે રસાદિમાં લોલુપ નથી, જે મુધાજીવ-નિર્દોષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, જે ગૃહત્યાગી છે, જે અકિંચન છે, જે ગૃહસ્થોમાં અનાસક્ત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે પૂર્વ સંયોગોને, જ્ઞાતિજનોની આસક્તિ અને બાંધવોને છોડીને પછી તેનામાં આસક્ત થતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
તે દુઃશીલ (પુરૂષ)ને પશબંધના હેતભૂત આ બધાં જ વેદ અને પાપકર્મ – હિંસાપૂર્વક કરાયેલ યજ્ઞ બચાવી શકતા નથી, કેમકે આ સંસારમાં કર્મ જ બળવાનું છે.
કેવળ માથું મુંડાવવાથી કોઈ શ્રમણ થતા નથી, “ઓમ્નું ઉચ્ચારણ કરવા માત્રથી બ્રાહ્મણ થતા નથી, અરણ્યવાસ કરવા માત્રથી કોઈ મુનિ થતાં નથી, ઘાસનું બનેલ વસ્ત્ર પહેરવા માત્રથી કોઈ તપસ્વી થતા નથી. (પરંતુ, સમભાવથી શ્રમણ થાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થાય છે, જ્ઞાનથી મુનિ થાય છે અને તપથી તપસ્વી થાય છે.
(મનુષ્ય પોતાના) કર્મથી બ્રાહ્મણ થાય છે, કર્મથી ક્ષત્રિય થાય છે, કર્મથી વૈશ્ય થાય છે અને કર્મથી જ શુદ્ધ થાય છે.
બુદ્ધ–સર્વજ્ઞ એ આ તત્ત્વોનું નિરૂપણ કરેલ છે. તેના દ્વારા જે સાધક સ્નાતક બને છે, તે સર્વ કર્મોથી મુક્ત થાય છે. તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
આ પ્રમાણે જે ઉક્ત ગુણથી સંપન્ન દ્વિજોત્તમ હોય છે, તેઓ જ પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. ૦ વિજયઘોષ બ્રાહ્મણની પ્રવજ્યા :
આ પ્રમાણે (જયઘોષમુનિ દ્વારા નિરુપિત તત્ત્વોને સાંભળીને) સંશય દૂર થતાં વિજયઘોષ બ્રાહ્મણે મહામુનિ જયઘોષની વાણીનો સમ્યકરૂપે સ્વીકાર કર્યો. મનમાં તુષ્ટ થયેલ વિજયઘોષે હાથ જોડીને મુનિને આ પ્રમાણે કહ્યું
આપે મને યથાર્થ બ્રાહ્મણત્વનો ઘણો જ સારો ઉપદેશ આપ્યો છે, વાસ્તવમાં આપ યજ્ઞોના યષ્ય (યજ્ઞકર્મા) છો, તમે વેદોને જાણનારા વિદ્વાનું છો, તમે જ્યોતિષના જ્ઞાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org